આ વર્ષે નવરાત્રિમાં વરસાદ તો આવશે જ, પરંતુ કેટલા દિવસ આવશે એને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી

આ વર્ષે નવરાત્રિમાં વરસાદ તો આવશે જ, પરંતુ કેટલા દિવસ આવશે એને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી

Ambalal Patel Rain Forecast: હાલમાં ગુજરાતમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 99.27 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 144.80 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 117.38 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 94.27 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 87.23 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 94.56 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. ત્યારે હવે અંબાલાલે નવરાત્રિને લઈને પણ વરસાદની આગાહી કરી છે જેને લઈને ગુજરાતીઓ ચિંતિત છે. કારણ કે ગુજરાતીઓને નવરાત્રિની રાહ એક વર્ષથી રહેતી હોય છે.

આ પણ વાંચો: આ તારીખે કોઈપણ ફિલ્મના કોઈપણ શોમાં માત્ર 99 રૂપિયામાં ફિલ્મ જોઈ શકશો, ગુજરાતીઓ આ રીતે કરો ટિકિટ બૂક

અંબાલાલ પટેલે નવી આગાહી કરતા વાત કરી છે કે બંગાળાના ઉપસગાર અને અરબસાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાતા 26 સપ્ટેમ્બરથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ખાસ કરીને 2જી ઓક્ટોબરથી વરસાદનું જોર થોડું વધશે. જે સ્થિતિ 18 ઓક્ટોબર સુધી ચાલુ જ રહેશે. એટલે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવરાત્રિમાં મધ્યમથી ભારે વરસાદ ખાબકશે અને એ પણ સતત 3 નોરતા સુધી. એટલે હવે આ નવી આગાહીથી દરેક ગુજરાતી ખેલૈયાને નવલા નોરતા બગડવાની ઉપાધી થઈ રહી છે.

આ પણ વાંચો: આવી હરકતને કારણે તમારું બેન્ક એકાઉન્ટ બંધ થઈ જશે, કોઈ ટ્રાન્જેક્શન નહીં કરી શકો, ઉપરથી બીજું નુકસાન તો ખરૂ જ

આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું, ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે, જેની ગતિ 150 કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો: મોટા સમાચાર: આ વખતે 1.25 કરોડ બહેનોના સીધા ખાતામાં આવશે 1250 રૂપિયા, 1500 રૂપિયા પણ આવી શકે

 12 ઓકટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. આ ચક્રવાતના પગલે ઓકટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે, તો વળી અંબાલાલે દિવાળી અને નવા વર્ષમાં પણ વરસાદની આગાહી કરી છે.