Gujarat Weather Update: અંબાલાલ અવાર નવાર ઠંડી અને વરસાદ વિશે આગાહી કરતાં રહે છે. ત્યારે ફરીવાર ડિસેમ્બર અને જાન્યુઆરી વિશે વાત કરી છે અને ગુજરાતીઓને ખાસ જાણવા જેવી આ આગાહી છે. ગુજરાતમાં ઠંડી વિશે નવી આગાહી કરતાં અંબાલાલે વાત કરી કે તારીખ 29 અને 30 ડિસેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનવાની છે, હવાનું હળવું દબાણ ઉભું થશે. બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે.
અંબાલાલે આગળ વાત કરી કે, ડિસેમ્બરના અંતભાગમાં જે સિસ્ટમ થવાની સંભાવનાઓ છે તેની અસર મહારાષ્ટ્ર, ગોવામાં થઈ શકે છે અને વરસાદ પડી શકે છે. આ સાથે દેશના પૂર્વ ભાગ સુધી હવામાનમાં પલટો આવશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે
અંબાલાલ પટેલ જાન્યુઆરી માસમાં હવામાનમાં આવનારા પલટા વિશે પણ આગાહી કરી છે. જાન્યુઆરીમાં શરુઆતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે. જેમાં દેશના ઉત્તરિય પર્વતિય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. આ દરમિયાન જો કમોસમી વરસાદ માટે હવામાન સાનુકૂળ રહ્યું તો વરસાદ વધારે પણ પડી શકે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ઠંડીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં દિલ્હીમાં વરસાદ થઈ શકે છે.
આ સિવાય ગુજરાત વિશે કહ્યું કે જાન્યુઆરીમાં ઘણા જિલ્લામાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. આમ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાત સહિત દેશના ઘણાં રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે.