આજ તારીખ 20/11/2021, શનિવારન સાવરકુંડલા, બોટાદ, જામનગર, રાજકોટ, જુનાગઢ, ગોંડલ અને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા
માવઠું: વરસાદને લઈ ખેડૂતોએ વાવેલા મગફળી, કપાસ જેવા પાકને નુકસાન જવાની સંભાવના છે..હળવદ પંથકમાં બીજા દિવસે પણ માવઠું થયું. અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભારાઈ ગયા. વલસાડ પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો.ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થઇ જવાના કારણે વાહનચાલકોને તકલીફ પડી હતી. વલસાડ જિલ્લા ના વાતાવરણ માં સતત બીજા દિવસે પણ પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. જેને લઈને હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
સૌરાષ્ટ્ર્રમાં માવઠાની આગાહીના પગલે અનેક માર્કેટ યાર્ડમાં હરાજી સહિતના કામકાજ સંપૂર્ણપણે બધં રાખવામાં આવ્યા છે યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં ફકત મગફળી અને સોયાબીનની આવક અને હરાજી બધં રખાયા છે, અન્ય તમામ જણસીઓમાં આવક ચાલુ રાખવામાં આવી છે જેના અનુસંધાને યાર્ડ ચાલુ છે તેમ માનીને અન્ય યાર્ડમાં માલ વેચવા જતાં ખેડૂતો પણ આજે રાજકોટ માર્કેટયાર્ડ આવી પહોંચ્યા હતા.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ માવઠાની આગાહી વચ્ચે બેડી યાર્ડ વિસ્તારમાં આજે વહેલી સવારે પણ ઝાપટું વરસ્યું હતું. માથાની સ્થિતિને ધ્યાને લઈને અને ખેડૂતોને અગાઉથી જ જાણ કરી દેવામાં આવી હતી કે મગફળીની આવક સંપૂર્ણપણે બધં કરવામાં આવી છે તેમ છતાં આજે વહેલી સવારથી ખેડૂતો મગફળી ભરેલા વાહનો લઇને ઉમટી પડા હતા અને અંદાજે ૫૦૦થી વધુ વાહનોની લાંબી લાઇન લાગી ગઇ હતી તદઉપરાંત હજુ પણ મગફળી ભરેલા વાહનો આવવાનું ચાલુ જ હોય આ પરિસ્થિતિમાં શું નિર્ણય કરવો તે મુદ્દે તત્રં વાહકો મૂંઝવણમાં મુકાઇ ગયા હતા.
સાવરકુંડલા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1200 | 1700 |
ઘઉં | 380 | 423 |
જીરું | 2350 | 2951 |
તલ | 1700 | 2291 |
ચણા | 750 | 1105 |
મગફળી જાડી | 1011 | 1136 |
જુવાર | 401 | 540 |
ધાણા | 1200 | 1372 |
કાળા તલ | 1775 | 2878 |
ઘઉં ટુકડા | 400 | 477 |
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 970 | 1727 |
મગફળી | 961 | 1088 |
ઘઉં | 380 | 445 |
જીરું | 1875 | 3020 |
તલ | 1865 | 2145 |
ચણા | 600 | 900 |
જુવાર | 351 | 435 |
તલ કાળા | 2280 | 2715 |
મગ | 800 | 1245 |
અડદ | 360 | 925 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1716 |
ઘઉં | 404 | 464 |
જીરું | 2200 | 3001 |
તલ | 1800 | 2221 |
ચણા | 721 | 981 |
મગફળી ઝીણી | 851 | 1171 |
મગફળી જાડી | 811 | 1166 |
ડુંગળી | 71 | 421 |
સોયાબીન | 1021 | 1246 |
ધાણા | 1001 | 1556 |
તુવેર | 900 | 1161 |
મગ | 800 | 1421 |
ઘઉં ટુકડા | 410 | 521 |
શીંગ ફાડા | 930 | 1491 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 1715 |
ઘઉં | 405 | 427 |
જીરું | 2511 | 3000 |
રાયડો | 1130 | 1421 |
લસણ | 240 | 800 |
મગફળી ઝીણી | - | - |
મગફળી જાડી | - | - |
તલ કાળા | 2074 | 2730 |
મેથી | 1100 | 1427 |
એરંડા | 1095 | 1253 |
ધાણા | 1250 | 1500 |
રજકાનું બી | 3480 | 4980 |
રાય | 1350 | 1604 |
ઈસબગુલ | 1625 | 2240 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 935 | 1750 |
ઘઉં | 405 | 440 |
જીરું | 1410 | 2960 |
તલ | 1000 | 2260 |
ચણા | 675 | 1000 |
મગફળી ઝીણી | 926 | 1111 |
મગફળી જાડી | 983 | 1130 |
જુવાર | 236 | 507 |
સોયાબીન | 856 | 1192 |
મકાઇ | 293 | 351 |
ધાણા | 1267 | 1425 |
તુવેર | 855 | 1080 |
તલ કાળા | 1200 | 2895 |
મગ | 695 | 1200 |
અડદ | 800 | 1521 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 330 | 490 |
જીરું | 2100 | 2975 |
એરંડા | 1025 | 1271 |
તલ | 1960 | 2240 |
બાજરો | 395 | 440 |
મગફળી ઝીણી | - | - |
મગફળી જાડી | - | - |
અજમો | 1640 | 2300 |
તલ કાળા | 2000 | 2385 |
અડદ | 1115 | 1380 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 350 | 418 |
બાજરો | 404 | 404 |
ચણા | 750 | 962 |
અડદ | 800 | 1388 |
તુવેર | 1000 | 1140 |
મગફળી ઝીણી | 700 | 1082 |
મગફળી જાડી | 700 | 1050 |
તલ | 1400 | 2000 |
તલ કાળા | 2325 | 2682 |
જીરું | 2200 | 2851 |
ધાણા | 1150 | 1486 |
મગ | 1349 | 1349 |