કપાસમાં સતત બીજે દિવસે રૂા.૧૫ થી ૨૦ વધ્યા હતા, કેટલાંક સેન્ટરમાં કપાસમાં મણે રૂા.૩૦નો ઉછાળો જોવા મળ્યો હતો. કપાસના બ્રોકરોના જણાવ્યા અનુસાર જીનોને જોઇએ તેટલો કપાસ કયાંયથી મળતો નથી. મહારાષ્ટ્ર, આંધ્ર અને કર્ણાટકના કપાસની આવક ગત્ત વર્ષે ડિસેમ્બરમાં આવતી હતી તેની ત્રીજા ભાગની આવક થઇ રહી છે, લોકલ સેન્ટરોમાં સારી કવોલીટીના કપાસ પર ખેડૂતોની પક્કડ છે જ્યારે કેટલાંક સેન્ટરોમાં ખેડૂતો ખાલી થઇ ચૂક્યા છે. સૌરાષ્ટ્રમાં જીનપહોંચ કપાસના આજે ઊંચામાં રૂા.૧૭૭૦ થી ૧૭૭૫ બોલાતા હતા જ્યારે કડીમાં મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૧૭૧૦ અને કાઠિયાવાડના કપાસના રૂા.૧૭૬૦ સુધી સોદા પડયા હતા.
કપાસના ભાવો:
ગુજરાતમાં ગઇકાલે કપાસના 244427 જણસીનાં કામકાજ થયા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
અમરેલી | 910 | 1817 |
સાવરકુંડલા | 1330 | 1770 |
રાજકોટ | 1411 | 1800 |
જસદણ | 1250 | 1780 |
બોટાદ | 1180 | 1805 |
મહુવા | 800 | 1756 |
મોરબી | 1501 | 1781 |
રાજુલા | 1000 | 1726 |
બાબરા | 1600 | 1840 |
જેતપુર | 1246 | 1811 |
વાંકાનેર | 950 | 1760 |
માણાવદર | 1281 | 1818 |
ધારી | 1300 | 1721 |
ધોરાજી | 1206 | 1801 |
લાલપુર | 1501 | 1774 |
ધનસુરા | 1000 | 1764 |
હારીજ | 1450 | 1735 |
જામજોધપુર | 1450 | 1686 |
હિંમતનગર | 1560 | 1739 |
મોડાસા | 1000 | 1742 |
સિદ્ધપુર | 1400 | 1776 |
બેચરાજી | 1400 | 1675 |
ચાણસ્મા | 1170 | 1686 |
ખેડબ્રહ્મા | 1550 | 1661 |
ઉનાવા | 1011 | 1780 |
લખાણી | 1625 | 1681 |
ઇકબાલગઢ | 1350 | 1650 |
સતલાસણા | 1500 | 1711 |
ભાવનગર | 1020 | 1782 |