આજ તારીખ 19/11/2021, શુક્રવારના જામનગર, રાજકોટ, જુનાગઢ, ગોંડલ અને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
મગફળી: રાજ્યમાં અચાનક માવઠાની અસર વર્તાતા આજે પણ સૌરાષ્ટ્ર સહિત તમામ સેન્ટરો ઉપર ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે. પુરવઠા વિભાગના વિશ્વસનીય સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ રાજકોટના 11 સેન્ટરો પણ આજે ખરીદ પ્રક્રિયા બંધ રાખશે એટલું જ નહીં સૌરાષ્ટ્ર ના જામનગર-દ્વારકા જૂનાગઢ અમરેલી પોરબંદર ગીર સોમનાથ સહિત તમામ સેન્ટરો ઉપર માવઠાની અસર ના કારણે મગફળીની ખરીદી કરવામાં નહીં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ગઇકાલે માત્ર રાજ્યના ચાર જિલ્લાઓ જ બંધ રહ્યા હતા જેમાં જૂનાગઢ ગીર-સોમનાથ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ કરવામાં આવે છે પરંતુ આજે તમામ સેન્ટરો ઉપર મગફળીની ટેકાના ભાવે થતી ખરીદ પ્રક્રિયા બંધ રાખી હતી સૂત્રો દ્વારા એવી પણ વિગતો પ્રાપ્ત થઈ છે.
માવઠું: આજે સતત બીજા દિવસે માવઠાના મારથી જગતાત પર ચિંતાના વાદળો ઘેરાઇ ગયા છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 113 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યા બાદ સવારથી 20 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં પણ સવારે ઝાપટુ પડ્યું હતું. વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે. દરમિયાન આજે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા ઉપરાંત કચ્છ જિલ્લામાં કમૌસમી વરસાદ પડે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. માવઠાના કારણે રાજ્યભરમાં બે દિવસ ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરાય છે. ઉપરાંત સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં તમામ જણસીની આવક બંધ રાખવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 113 તાલુકાઓમાં 1 થી લઈ 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
કપાસ: કપાસના પાકમાં હજુ ખેડૂતોને બીજી અને ત્રીજી વીણી બાકી છે તેમને કમોસમી વરસાદને કારણે નુકશાન થવાની ભિતી છે . જ્યારે શિયાળુ રાયડો ઉગી ગયો હશે તેના પાકને નુકશાન થવાની ભીતી છે . કારણ કે , વરસાદ બાદ એકાએક તડકો નિકળશે તો પાક ઉગવામાં પણ ફરક પાડી શકે છે . આ ઉપરાંત જે પાક ઉગવાનો છે તેમા નિંદામણ પણ મોટા પ્રમાણમાં ઉગી નીકળશે . જેના માટે ખેડૂતોએ નિંદામણ નાશક દવા છંટકાવ કરવાનો રહેશે . રાયડો , દિવેલા , મેથી તેમજ અન્ય રવી પાકોમાં જીવાતનો ઉપદ્રવ વધવાની ભીતિ સેવાઈ રહી છે .
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1011 | 1701 |
ઘઉં | 412 | 446 |
જીરું | 2001 | 2981 |
એરંડા | 1100 | 1126 |
તલ | 1751 | 2251 |
ચણા | 751 | 986 |
મગફળી ઝીણી | 841 | 1161 |
મગફળી જાડી | 811 | 1166 |
ડુંગળી | 96 | 451 |
સોયાબીન | 1000 | 1226 |
ધાણા | 1100 | 1551 |
તુવેર | 981 | 1171 |
મગ | 926 | 1376 |
ઘઉં ટુકડા | 414 | 560 |
શીંગ ફાડા | 1051 | 1536 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 1705 |
ઘઉં | 415 | 466 |
જીરું | 2501 | 2975 |
રાયડો | 1150 | 1450 |
લસણ | 325 | 650 |
મગફળી ઝીણી | - | - |
મગફળી જાડી | - | - |
તલ કાળા | 2105 | 2727 |
મેથી | 1100 | 1414 |
એરંડા | 1130 | 1255 |
ધાણા | 1350 | 1475 |
રજકાનું બી | 3800 | 5400 |
રાય | 1350 | 1600 |
ઈસબગુલ | 1635 | 2285 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 385 | 439 |
જીરું | 2100 | 3020 |
એરંડા | 1145 | 1262 |
તલ | 1960 | 2220 |
બાજરો | 375 | 432 |
મગફળી ઝીણી | 1000 | 1555 |
મગફળી જાડી | 950 | 1080 |
અજમો | 1380 | 2200 |
તલ કાળા | 2000 | 2385 |
મગ | 1300 | 1315 |
અડદ | 1105 | 1445 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 380 | 424 |
બાજરો | 396 | 396 |
ચણા | 800 | 922 |
અડદ | 800 | 1369 |
કપાસ | 1500 | 1618 |
તુવેર | 900 | 1161 |
મગફળી ઝીણી | 700 | 1080 |
મગફળી જાડી | 750 | 1158 |
એરંડા | 1050 | 1251 |
તલ | 1440 | 2118 |
તલ કાળા | 2000 | 2826 |
જીરું | 2600 | 2880 |
ધાણા | 1250 | 1600 |
મગ | 1140 | 1328 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1080 | 1700 |
ઘઉં | 401 | 436 |
જીરું | 1500 | 3051 |
તલ | 1205 | 2348 |
ચણા | 695 | 1081 |
મગફળી ઝીણી | 900 | 1088 |
મગફળી જાડી | 92 | 1127 |
જુવાર | 250 | 460 |
સોયાબીન | 1015 | 1185 |
મકાઇ | 411 | 423 |
ધાણા | 800 | 1461 |
તુવેર | 822 | 1115 |
તલ કાળા | 1000 | 2905 |
મગ | 755 | 1350 |
અડદ | 900 | 1501 |