કપાસિયા અને રૂના ભાવ એકધારા ઘટી રહ્યા હોઇ જીનોની કપાસ ખરીદી ધીમી પડી છે પણ છેલ્લા ત્રણ દિવસથી કપાસ સતત ઘસાતો જતો હોઇ હવે ખેડૂતોની ગભરાટભરી વેચવાલી વધી રહી હોઇ ગુજરાત સહિત દેશભરમાં કપાસની આવક એકધારી વધી રહી છે. દેશમાં રૂની આવક બે દિવસ અગાઉ માંડ દોઢ લાખ ગાંસડી આસપાસ હતી તે વધીને શુક્રવારે ૧.૮૭ થી ૧.૯૦ લાખ ગાંસડી રૂની આવક બતાવાઇ હતી. સૌરાષ્ટ્રમાં જીનપહોંચ બેસ્ટ કપાસના રૂા.૧૭૩૫ અને એવરેજ કપાસના રૂા.૧૫૦૦ થી ૧૬૫૦ની રેન્જમાં બોલાતા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણીએ જણાવ્યું હતું કે મિલોને પૈસા મળતાં હોવા છતાં રૂ લેવું નથી પણ જીનરોએ ઊંચા ગાળા જોયા હોઇ હાલના ગાળા નાના લાગતાં હોઇ વેચવું
નથી પણ લેવાલી એકદમ નજીવી હોઇ છેલ્લા ત્રણ દિવસથી રૂ ઘટે છે.
કપાસના ભાવો:
ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1750 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં બાબરા માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1818 રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ 11 ડીસેમ્બર 2021 ને શનિવારનાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1485 | 1756 |
અમરેલી | 1000 | 1778 |
ગોંડલ | 1001 | 1756 |
જસદણ | 1200 | 1775 |
મહુવા | 740 | 1704 |
ભાવનગર | 1030 | 1727 |
મોડાસા | 1530 | 1575 |
તલોદ | 1300 | 1705 |
બોટાદ | 1020 | 1775 |
જામજોધપુર | 1250 | 1766 |
બાબરા | 1570 | 1818 |
જામનગર | 1300 | 1755 |
વાંકાનેર | 950 | 1733 |
મોરબી | 1451 | 1751 |
હળવદ | 1300 | 1723 |
જુનાગઢ | 1500 | 1678 |
વિછીયા | 1100 | 1725 |
લાલપુર | 1563 | 1724 |
ધનસુરા | 1050 | 1670 |
વિજાપુર | 1050 | 1768 |
ગોજારીયા | 1350 | 1723 |
હિંમતનગર | 1500 | 1699 |
થરા | 1510 | 1665 |
ઉનાવા | 1051 | 1737 |