કપાસની આવકો ઘટતાં અને કપાસિયાની મજબૂતી પાછળ સપ્તાહના આરંભે કપાસનો ભાવ ઘટાડો અટકયો હતો. સૌરાષ્ટ્રમાં જીનપહોંચ બેસ્ટ કપાસના રૂ. 1740 થી 1750 અને કડીમાં મહારાષ્ટ્રના બેસ્ટ કપાસના રૂ. 1670 થી 1690 બોલાતા હતા.
કપાસના અગ્રણી બ્રોકરોએ જણાવ્યું હતું કે આવક વધતી ન હોઇ જીનોને સારી કવોલીટીનો કપાસ ભાવ વધારીને લેવો પડતો હોઇ સોમવારે કપાસના ભાવ ટકેલા હતા. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગત્ત વર્ષે સીસીઆઇ દ્વારા ટેકાના ભાવે ખરીદી થતી હોઇ ખેડૂતોની વેચવાલી વધુ હતી એટલે આ વર્ષ કરતાં કપાસની આવક ગત્ત વર્ષે વધુ હતી તેવી દલીલ કરીને પાક ઊંચો બતાવનારા સામે ખેડૂતો અને બ્રોકરોનો સવાલ છે કે ગત્ત વર્ષ કરતાં ખેડૂતોને કપાસના મણે રૂ. 500 થી 600 ઊંચા મળે છે ત્યારે આટલા ઊંચા ભાવનો ખેડૂત ઘરમાં રાખી મૂકે ખરો? કે કોઇ સ્ટોકીસ્ટો આ ભાવે કપાસનો સ્ટોક કરવાની હિંમત કરે ખરો ? આવી સ્થિતિમાં પણ કપાસની આવક વધતી નથી તો પછી દેશનો રૂનું ઉત્પાદન 3 કરોડ ગાંસડી ઉપર થાય તેવી દલીલ કરનારાઓની વાત કોઇને ગળે ઉતરતી નથી.
હાલ વિદેશમાં કપાસની માંગ થોડી વધી છે જેમને કારણે સારી ગુણવત્તા વાળા કપાસનાં ભાવમાં તેજી નો માહોલ સર્જાયો રહ્યો છે. આગળ કપાસની અછત થવાથી હજી પણ ભાવ વધારો થાય તેવી શક્યતા કૃષિ નિષ્ણાંતો વ્યકત કરી રહ્યા છે. આજે ગુજરાતની 15 થી વધારે માર્કેટ યાર્ડમાં 1500+ કપાસ ભાવો રહ્યા હતા. આ ભાવો ખેડૂતો માટે ખુબ સારા કહી શકાઈ જેથી ખેડૂત ભાઈઓએ કપાસનું વેચાણ કરી લાભ લઇ લેવો જોઈએ. કપાસમાં આવક ખેડૂતો પાસે હવે તળિયે છે ત્યારે બજાર ભાવમાં ધીમે ધીમે તેજીનો માહોલ સર્જાયો છે.
કપાસના ભાવો:
ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં કાલાવડ, લાલપુર, તળાજા માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1800 રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ ગઈકાલના 13 ડીસેમ્બર 2021 ને સોમવારનાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1451 | 1775 |
અમરેલી | 1000 | 1800 |
કાલાવડ | 1100 | 1800 |
ગોંડલ | 1001 | 1771 |
બોટાદ | 1100 | 1784 |
જામજોધપુર | 1450 | 1786 |
બાબરા | 1580 | 1780 |
જામનગર | 1300 | 1735 |
વાંકાનેર | 900 | 1740 |
મોરબી | 1400 | 1750 |
હળવદ | 1300 | 1728 |
જુનાગઢ | 1200 | 1720 |
ધોરાજી | 1121 | 1766 |
વિછીયા | 1300 | 1740 |
લાલપુર | 1410 | 1800 |
ધનસુરા | 1300 | 1680 |
વિજાપુર | 1000 | 1738 |
ગોજારીયા | 1000 | 1740 |
હિંમતનગર | 1511 | 1702 |
કડી | 1400 | 1701 |
થરા | 1460 | 1705 |
સતલાસણા | 1300 | 1660 |
વિસનગર | 1000 | 1735 |
તળાજા | 1100 | 1800 |