khissu

સાવધાન! તમારા PAN પર કોઈ પણ લોન લઈ શકે છે, જો આનાથી બચવું હોય તો આજે જ કરો આ કામ

વર્તમાન સમયમાં લગભગ લોકો PAN કાર્ડધારકો હશે. ઘણા સરકારી અને ખાનગી કામોમાં PAN કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, આ ઉપરાંત PAN કાર્ડ લોન લેવા માટેનો પણ એક મજબૂત પુરાવો છે. હવે જો તમે પણ આ કાર્ડધારક હોવ તો તમારે ચેતીને રહેવાની જરૂર છે, કારણ કે કોઇ તમારા PANનો દુરુપયોગ પણ કરી શકે છે. આવી ઘટના હકીકતમાં બની ચુકી છે અને તે વાત કંઇક એવી છે કે,
 
ચેન્નાઈમાં એક ફિનટેક ધની(Dhani App) નામની કંપની છે. ધની એ ડિજિટલ હેલ્થકેર અને ટ્રાન્ઝેક્શનલ ફાઇનાન્સ પ્લેટફોર્મ છે. આ કંપનીએ તેના કસ્ટમરના PAN પર તૃતીય પક્ષો(થર્ડ પાર્ટી)ને લોન આપી હતી. જેથી લોકોએ ફિનટેક સ્ટાર્ટઅપ ધની કંપની વિરુદ્ધ ટ્વિટર પર ઝુંબેશ ચલાવી હતી. તેઓએ ફરિયાદ કરી કે, "કંપનીએ તેમના PAN પર તૃતીય પક્ષોને લોન આપી છે. તેમને કોઈ લોન મળી નથી, પરંતુ તેમને પૈસા ચૂકવવા માટે ફોન આવી રહ્યા છે. તેમના PAN પર વધુ લોકોને પૈસા આપવામાં આવ્યા હતા, ઉપરાંત તેઓનું કહેવું છે કે, લોનની રકમ તેમના ક્રેડિટ રિપોર્ટમાં દેખાઈ રહી છે"

આ બાબતે ધનીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું છે કે છેતરપિંડી કરનારાઓએ અન્ય લોકોના PAN અને ક્રેડિટ બ્યુરોની વિગતોથી લોન લેવાનું કામ કર્યું છે. ધનીએ કહ્યું કે તેઓ તપાસ કરી રહ્યા છે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના પછી, તે વધુ મહત્વનું બની ગયું છે કે આપણે સમયાંતરે આપણા PAN ની વિગતો તપાસતા રહીએ. જો કે, હવે ઇન્કમટેક્સ વિભાગ પાન કાર્ડના દુરુપયોગને તપાસવા માટે ઇલેક્ટ્રોનિક પોર્ટલ લાવ્યું છે. જેમાં તમે તરત જ આવકવેરા વિભાગને તેની ઓનલાઇન ફરિયાદ કરી શકો છો.

તમારે ચોક્કસપણે તમારા PAN ની વિગતો તપાસવી જોઈએ. જો કોઈ વ્યક્તિ લોન માટે અરજી કરવા માટે બેંકમાં કોઈ અન્યનો PAN આપે છે, તો બેંક તેને રોકી શકે છે. PAN પર લખેલી માહિતી અન્ય દસ્તાવેજો સાથે મેળ ખાય છે. જો કોઈ તફાવત હશે, તો લોનની પ્રક્રિયા કરવામાં આવશે નહીં. તફાવત હોવા છતાં, જો બેંક અથવા કોઈપણ લોન એપ્લિકેશન લોન આપે છે, તો તેનો અર્થ એ છે કે તે ફ્રોડ છે. જો તમારી સાથે પણ આવું થાય છે, તો તરત જ બેંકમાં જાઓ અને લેખિત ફરિયાદ કરો. ફરિયાદમાં લખો કે તમારી જાણ વગર PAN નો દુરુપયોગ થયો છે. જો બેંક આમાં કોઈ કાર્યવાહી ન કરે તો ગ્રાહક ફોરમમાં જાઓ.

આ રીતે તપાસવું PAN 
પાન કાર્ડના દુરુપયોગને તપાસવા માટે, તમારે CIBIL પોર્ટલ પર જઈને CIBIL સ્કોર અને ક્રેડિટ હિસ્ટ્રી તપાસવાની રહેશે. આ કામ તમે ઓનલાઈન કરી શકો છો.  જેની સંપૂર્ણ પ્રક્રિયા નીચે મુજબ છે.

- સૌ પ્રથમ CIBIL પોર્ટલ https://www.cibil.com/ પર જાઓ.
- તેમાં નીચે જમણી બાજુ કોર્નર પર ક્લિક કરશો એટલે Get your CIBIL score  એવો ઓપ્શન બતાવવામાં આવશે 
- હવે તેમાંથી કોઇપણ સબ્સ્ક્રિપ્શન પ્લાન પસંદ કરો
- ત્યારબાદ, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ દાખલ કરો
- હવે, લોગિન માટે પાસવર્ડ બનાવો
- IT પ્રકારમાં Income Tax ID સિલેક્ટ કરો અને PAN દાખલ કરો
- પછી, Verify your identity પર ક્લિક કરો અને તમામ પ્રશ્નોના જવાબ આપો
- હવે ‘Make payment tab’ની પ્રક્રિયાને પૂર્ણ કરવી
- જો એક વખતનું ચેક-અપ હોય, તો સબ્સ્ક્રિપ્શન છોડો અને તમારા એકાઉન્ટ પર આગળ વધો
- ઈમેલ અથવા OTP નો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટમાં લોગિન કરો
- એક ફોર્મ ખુલશે, તેમાં વિગતો ભરો
- CIBIL સ્કોર ચેક કરવા માટે ફોર્મ ભરો જે તમારા ડેશબોર્ડ પર પ્રદર્શિત થશે

ફરિયાદ કેવી રીતે કરવી
આવકવેરા વિભાગે PAN સંબંધિત ફરિયાદો દાખલ કરવા માટે એક ઇલેક્ટ્રોનિક પોર્ટલ બનાવ્યું છે. આ માટે આવકવેરા સંપર્ક કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા, PAN સંબંધિત ફરિયાદો નોંધાવી શકાય છે જે સીધી UTITSL અથવા NSDL સાથે જોડાયેલી હોય. આ પોર્ટલ દ્વારા વ્યક્તિ પોતાનો ડુપ્લિકેટ PAN સરન્ડર કરી શકે છે. ચાલો જાણીએ કે PAN સંબંધિત ફરિયાદ કેવી રીતે નોંધાવવી.

1-https://incometax.intelenetglobal.com/pan/pan.asp ની મુલાકાત લો
2- સબમિટ બટન પર ક્લિક કરો અને તમારી વિગતો દાખલ કરો. 
3- કેવા પ્રકારની ફરિયાદ કરવી અને રસીદ નંબર વગેરે વિશેની માહિતી દાખલ કરવી.
4- ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારી ફરિયાદ નોંધાઈ જશે.