12 માર્ચ સુધી હવામાન વિભાગે ઉષ્ણ લહેરની ચેતવણી વ્યક્ત કરી છે.. એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવ્યો છે.. અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી પર પહોંચી ગયું છે.. આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચવાની શક્યતા છે.
આવનારા પાંચ દિવસમાં સૌરાષ્ટ્રમાં હીટવેવની વોર્નિંગ છે. રાજકોટ અને કચ્છમાં આવનારા પાંચ દિવસ હીટવેવની વોર્નિંગ છે. દિવસ ત્રીજા અને ચોથા દિવસે અમરેલી અને ભાવનગરમાં હીટવેવની ચેતવણી છે.
આગામી બે દિવસ કચ્છ અને રાજકોટમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની શક્યતા છે. બે દિવસ બાદ કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી અને, ભાવનગરમાં યેલો અલર્ટ રહેશે. 12 માર્ચ સુધી ઉષ્ણ લહેરની ચેતવણી છે.
સામાન્ય રીતે શહેરમાં માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે. પરંતુ માર્ચના પ્રથમ અઠવાડિયામાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તેમાં 1થી 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે