સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જામનગર સહિતના કેટલાક જિલ્લાઓમાં વ્યાપક વરસાદને કારણે ઠેર ઠેર ગામડાંઓમાં ખેડૂતોના ખેતરો ધોવાઇ ગયાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે જ્યાં જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે તેવા વિસ્તારના માર્કેટિંગ યાર્ડોમાં પણ આ દિવસોમાં ખેડૂતોની હાજરી અને માલની આવકો ઘટી હતી.
રાજકોટ યાર્ડમાં સોમવારે માંડ વીસ ટકા માલ આવ્યો હતો તો મંગળવારે પડતર માલની જ હરાજી થઇ શકી હતી, ખેડૂતો વરાપના ઇંતેજારમાં હોઇ, વરાપ નીકળ્યા બાદ ફરી પુનઃ આવકોનું જોર વધશે તેવા સંકેતો વ્યક્ત થઇ રહ્યા છે, તો જસદણ અને વાંકાનેર યાર્ડમાં નવા કપાસની આવકના શ્રી ગણેશ થઇ ગયા હતા. પ્રતિ મણે રૂપિયા 1100 થી લઇને 1500 સુધીના ભાવ બોલાઇ રહ્યા છે, સરેરાશ
જોઇએ તો નવા કપાસમાં રૂપિયા 1200નો ભાવ ગણી શકાય. દૈનિક 300 થી 400 મણ નવા કપાસનું કામકાજ થઇ રહ્યું છે.
કપાસના ભાવમાં વધારો થશે: ગયા વર્ષે ગુજરાતમા 26 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું. જ્યારે આ વર્ષે 22.75 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. પરંતુ માર્કેટમાં નવા બિયારણ આવતા ઉત્પાદનમાં વધારો થઈ શકે છે. ગયા વર્ષે કપાસનુ ઉત્પાદન 60 લાખ ગાંસડી નુ હતું જેની સામે આ વર્ષે ઊત્પાદન 75 લાખ ગાંસડી સુધી પહોંચવાની શક્યતા જોવા મળી રહી છે.
આ વર્ષે ટેકસ્ટાઈલ ઉદ્યોગમાં કોટનની માંગ ઊંચા સ્તરે છે તો કોટન યાર્ન નિકાસમાં 30% થી વધારે ઉછાળો જોવા મળ્યો છે જો કે 15 ડિસેમ્બર સુધીમાં કપાસના ભાવમાં ઘટાડો જોવા મળશે.
ક્યાં માર્કેટ યાર્ડમાં કપાસના કેવા ભાવ બોલાયા હતા?
માર્કેટ યાર્ડ | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 965 | 1165 |
અમરેલી | 755 | 1471 |
સાવરકુંડલા | 800 | 1054 |
જસદણ | 800 | 1400 |
બોટાદ | 1040 | 1616 |
બાબરા | 800 | 1040 |
જેતપુર | 900 | 1450 |
વાંકાનેર | 850 | 1500 |
મોરબી | 840 | 1240 |
હળવદ | 980 | 1392 |
તળાજા | 820 | 915 |
ભેસાણ | 850 | 1100 |
વિરમગામ | 936 | 1252 |