કપાસના ભાવ ટકેલા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ઘણા ગામડાઓમાં રૂા.૨૦૦૦ના ભાવે ૩૭ થી ૩૮ ઉતારાનો ફોર જી કપાસ શનિવારે પણ વેચાણો હતો. જીનપહોંચ રૂા.૧૯૦૦ની નીચે સારી કવોલીટીનો કપાસ મળતો નથી. કપાસના ભાવમાં ઉડાઉડ હોઇ ખેડૂતોની પક્કડ સારી કવોલીટીના કપાસમાં વધી રહી છે, હજુ ખેડૂતોના ઘરમાં સારી કવોલીટીનો કપાસ ઢગલાબંધ પડયો છે. હલકો અને મિડિયમ કપાસ હવે ઓછો હશે. ખેતરમાંથી વીણવાનો બાકી હોઇ તેવા કપાસની આવક જાન્યુઆરીમાં દેખાતા ઓવરઓલ આવક વધશે. કડીમાં મહારાષ્ટ્રની આવક શનિવારે માત્ર ૧૦૦ ગાડી જ રહી હતી. મહારાષ્ટ્રના ગામડાઓમાં પણ કપાસના ભાવની ઉડાઉડ ચાલુ થતાં ત્યાં ખેડૂતોની પક્કડ મજબૂત બની છે ત્યાં ગામડે બેઠા ખેડૂતો મિડિયમ કવોલીટી કપાસ રૂા.૧૭૫૦ થી નીચે અને સારી કવોલીટીન કપાસ રૂા.૧૮૫૦થી નીચે વેચતાં નથી. કાઠિયાવાડના સારી કવોલીટીના કપાસના કડીમાં રૂા.૧૯૭૦ બોલાતા હતા.
દેશમાં કપાસની આવક વર્ષોથી ડિસેમ્બરમાં રોજની ઢગલામોઢે થતી આવી છે પણ આ વર્ષે ડિમેમ્બરમાં કપાસની આવક સાવ ઓછી રહી છે. કેટલાંક એવું કહી રહ્યા છે કે ખેડૂતોને પૈસે સધ્ધર થયા હોઇ ખેડૂતોની પક્કડ કપાસના જથ્થા પર હોઇ વધતાં ભાવે બજારમાં કપાસ વેચવા આવતો નથી તો એક જીનરનું કહેવું છે કે ખેડૂત હવે ગણતરીબાજ થયો હોઇ રૂા.૧૮૦૦ થી ૨૦૦૦નો કપાસ ખેડૂત કદી રાખે નહીં. હવે જાન્યુઆરીમાં પણ જો કપાસની આવક વધે નહીં તો પાક્કુ ગણાશે કે કપાસનું ઉત્પાદનમાં મોટું ગાબડું પડયું છે. કપાસ-રૂની નવી સીઝન ઓકટોબરથી શરૂ થઇ ત્યાર થી ડિસેમ્બર સુધીમાં જે આવક નોંધાઇ છેતેની પરથી એટલું નક્કી છે કે મોટા માથાઓ જે ૩.૬૦ કરોડ ગાંસડી રૂના ઉત્પાદનનો અંદાજ મૂકી રહ્યો છે તેટલું રૂ તો કોઇ કાળે થવાનું નથી.
આ વર્ષે ખાસ વાત જોવા મળી છેકેજેખેડૂતો ફોર જી કપાસ વાવ્યો છેતેખેડૂતોને ઉતારા ૩૭ થી ૩૮ સુધી મળ્યા હોઇ જીનરોએ મોં માગ્યા ભાવ આપ્યા છે. અત્યારે બજારમાં કપાસના જે ભાવ મણના રૂા.૨૦૦૦ થી ૨૧૦૦ બોલાય છેતે ફોર જી અને૩૭ થી ૩૮ ઉતારાના બોલાય છે. ઓછા ઉતારાના ખેડૂતોને રૂા.૧૭૦૦ થી ૧૮૦૦ જ ભાવ બોલાઇ રહ્યા છે.જેમની પાસે ફોર જી અને૩૭ થી ૩૮ના ઉતારાનો ચોખ્ખો કપાસ હશે તેના ભાવ ઘટવાની શક્યતા નથી પણ ઓછા ઉતારાવાળા કપાસમાં ગમે ત્યારે મણે રૂા.૧૦૦ થી ૨૦૦ ઘટી શકે છે. આથી ઓછા ઉતારાવાળો કપાસ ધરાવનાર ખેડૂતોએ કપાસ વેચીને રોકડી કરી લેવી.
કપાસના ભાવો:
હવે જાણી લઈએ 02 જાન્યુઆરી 2022 ને શનિવારના ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1480 | 2023 |
અમરેલી | 1100 | 2033 |
ધ્રોલ | 1200 | 2257 |
જેતપુર | 1241 | 2121 |
ગોંડલ | 1051 | 2011 |
બોટાદ | 1270 | 2046 |
જામજોધપુર | 1500 | 1975 |
બાબરા | 1680 | 2075 |
જામનગર | 1500 | 1970 |
વાંકાનેર | 1150 | 2000 |
મોરબી | 1601 | 2051 |
હળવદ | 1600 | 1911 |
જુનાગઢ | 1500 | 2002 |
ભેસાણ | 1600 | 2055 |
વિછીયા | 1550 | 2040 |
લાલપુર | 1555 | 2018 |
ધનસુરા | 1100 | 1220 |
વિજાપુર | 1250 | 2000 |
ગોજારીયા | 1000 | 1691 |
હિંમતનગર | 1631 | 1993 |
કડી | 1401 | 1980 |
થરા | 1780 | 1900 |
સતલાસણા | 1700 | 1980 |
વિસનગર | 1000 | 1979 |
બગસરા | 1350 | 2095 |