Top Stories
khissu

SBI, ICICI અને HDFC બેંકમાં RD પર કેટલું વ્યાજ આપવામાં આવે છે, બની જશો લખપતિ,જાણો કેવી રીતે?

આરડી એટલે કે રિકરિંગ ડિપોઝિટની ગણતરી સુરક્ષિત રોકાણ માટેના શ્રેષ્ઠ વિકલ્પોમાં થાય છે. તેની મદદથી કોઈપણ રોકાણકાર લાંબા સમય સુધી મોટું ફંડ એકઠું કરી શકે છે. આમાં દર મહિને બેંકના હપ્તાની જેમ રોકાણ કરવું પડે છે. તમારી જમા રકમ પર બેંક દ્વારા વ્યાજ ચૂકવવામાં આવે છે.

આરડીની ખાસ વાત એ છે કે તેના પરનું વ્યાજ બચત ખાતા કરતાં વધુ અને એફડી અથવા ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં ઓછું છે.

કઈ બેંક RD પર સૌથી વધુ વ્યાજ આપે છે?
SBI
SBI તેના ગ્રાહકોને એક વર્ષથી 10 વર્ષ સુધીની RD ઓફર કરી રહી છે. તેના પર 6.50 ટકાથી લઈને 7 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બે વર્ષથી 3 વર્ષથી ઓછા સમયગાળાના આરડીમાં સૌથી વધુ વ્યાજ આપવામાં આવે છે.

HDFC બેંક
HDFC બેંક રોકાણકારોને 6 મહિનાથી 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે. તેના પર રોકાણકારોને 4.50 ટકાથી 7.10 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે. 15 મહિનાના આરડી પર સૌથી વધુ 7.10 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

ICICI બેંક
ICICI બેંક 6 મહિનાથી લઈને 10 વર્ષ સુધીની RD પણ ઓફર કરે છે. જેમાં રોકાણકારોને 4.75 ટકાથી 7.10 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે. 15,18,21 અને 24 મહિનાના આરડી પર સૌથી વધુ વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

ઇન્ડસઇન્ડ બેંક
ઇન્ડસઇન્ડ બેંક 12 મહિનાથી 10 વર્ષ સુધીના આરડી પર 7 થી 7.50 ટકા વ્યાજ ઓફર કરે છે. 12,15, 18,21 અને 24 મહિનાના આરડી પર મહત્તમ 7.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.