ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. હાલ ભાવનગર, મહુવા, તળાજા, પાલિતાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે. ભાવનગરમાં રહી છે. ભાવનગરમાં રવિવારે ડુંગળીની ધુમ આવક થઈ હતી. ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીને વધુ સમાવવાની વ્યવસ્થા નહીં હોવાથી નારી ચોકડી પાસે સબયાર્ડ ઊભું કરવામાં આવ્યું હતુ.
જોકે ખેડૂતોને ડુંગળીમાં ભાવ ઓછા મળી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ટેકાના ભાવ ૭૦ થી ૨૧૦ સુધી બોલાયા હતા. મોડે સુધી ડુંગળીની આવક શરૂ રહેવાની સંભાવના છે. ઓછા ભાવ છતાં ખેતરોમાં ડુંગળી તૈયાર થઈ ગઈ હોવાથી ફરજિયાત માર્કેટ યાર્ડમાં લાવવી પડે છે. ભાવનગર યાર્ડમા ડુંગળી ઉતારવા દેવામાં આવતા બન્ને યાર્ડમા ડુંગળીની બોરીઓના થપ્પા લાગી ગયા હતા અને વાહનોની લાઈનો લાગી હતી. ભાવનગર મુખ્ય યાર્ડ તેમજ સબ યાર્ડ એમ બન્ને યાર્ડમા થઈને ૩ લાખ બોરી સમાવી શકાય છે.
ડુંગળી અને લસણનું વાવેતર જ ખેડૂતો બંધ કરી દયે તેવા ભાવ જેતપુર માર્કેટીંગ યાર્ડ ખાતે આજે હરરાજીમાં બોલાય હતાં. આ અંગે ભેસાણ તાલુકાના ભાટગામના ખેડૂતે જણાવેલ કે, ડુંગળીના વાવવાની તેમજ કપાઈની મણની મજૂરી ૪૦ રૂપિયા થાય અને બિયારણ, ખાતર, પિયત તે બધું થઈને મણે ૨૦૦ રૂપિયા જેવો ખર્ચો થાય છે તેની સામે ૩૦ રૂપિયા ભાવ મળે તે ભાવે વેચવા કરતા ડુંગળીનું ખાતર કરી નાખવું યોગ્ય કહેવાય.
સૌરાષ્ટ્ર ના અગ્રીમ ગણાતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આ વર્ષની સીઝનની સૌથી વધુ આવક નોંધાઈ છે. અંદાજે દોઢ લાખ થી વધુ ગુણી ધાણાની આવકના કારણે શેડ બહાર કે દુકાન પાસે ધાણાની પાક ઉતારવાની ફરજ પડી હતી જેથી માર્કેટયાર્ડ દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી હતી.
ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ જણસીઓનો મબલખ પાક ગોંડલ યાર્ડમાં ઠાલવવામાં આવે છે ડુંગળી બાદ હવે ધાણાની મબલખ આવક થઈ છે ગત રાતે માર્કેટિંગ યાર્ડ બહાર આશરે 1700 થી વધુ ધાણા ભરેલા વાહનોની લાઈનો લાગી હતી જેને પગલે યાર્ડ ની બંને તરફ પાંચ થી છ કિલોમીટર લાંબી લાઈનો માં વાહનો ના થપ્પા લાગ્યા હતા. સૌરાષ્ટ્ર ભર માથી ખેડૂતો ગઇકાલ રાતથી જ ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે ધાણા નો પાક લઈને પોહ્ચ્યા હતા.
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1535 | 1678 |
ઘઉં લોકવન | 424 | 464 |
ઘઉં ટુકડા | 445 | 552 |
જુવાર સફેદ | 865 | 1135 |
જુવાર પીળી | 485 | 631 |
બાજરી | 285 | 536 |
તુવેર | 1350 | 1550 |
ચણા પીળા | 900 | 980 |
ચણા સફેદ | 1600 | 2425 |
અડદ | 1200 | 1480 |
મગ | 1360 | 1578 |
વાલ દેશી | 2225 | 2560 |
વાલ પાપડી | 2425 | 2631 |
ચોળી | 1200 | 1400 |
મઠ | 1100 | 1500 |
વટાણા | 650 | 870 |
કળથી | 1005 | 1360 |
સીંગદાણા | 1900 | 1950 |
મગફળી જાડી | 1250 | 1520 |
મગફળી જીણી | 1230 | 1425 |
તલી | 2800 | 3511 |
સુરજમુખી | 795 | 1201 |
એરંડા | 1245 | 1330 |
અજમો | 2021 | 2021 |
સોયાબીન | 950 | 1034 |
સીંગફાડા | 1400 | 1880 |
કાળા તલ | 2450 | 2741 |
લસણ | 126 | 490 |
ધાણા | 1000 | 1515 |
મરચા સુકા | 3100 | 4000 |
ધાણી | 1050 | 1855 |
વરીયાળી | 2200 | 2500 |
જીરૂ | 4700 | 5800 |
રાય | 1050 | 1270 |
મેથી | 950 | 1350 |
ઇસબગુલ | 2825 | 2825 |
કલોંજી | 2725 | 2850 |
રાયડો | 920 | 1020 |
રજકાનું બી | 3200 | 3500 |
ગુવારનું બી | 1100 | 1135 |