ઘણીવાર વ્યક્તિનો મોબાઈલ ફોન ચોરી થઇ જવાથી કે ગુમ થઇ જવાથી તેને શોધવાની કોશિશ કરે છે. પરંતુ મોટાભાગે જ્યારે આપણો મોબાઈલ ચોર અથવા અન્ય કોઈ વ્યક્તિ પાસે હોય ત્યારે તે તરત જ તેને સ્વીચ ઓફ કરી દે છે. એવામાં સ્વીચ ઓફ મોબાઈલ ને ટ્રેસ કરવો ઘણો મુશ્કેલ બની જાય છે. મોબાઈલ ફોન ચોરી થઇ જવાથી તેમાં રહેલા ડેટા, તમારા ફોટા અને જરૂરી ડોક્યુમેન્ટની સુરક્ષા ને લઈને તમને ઘણી ચિંતા થતી હોય છે. અમે તમને જણાવીશું કે સ્વીચ ઓફ મોબાઈલ કે ચોરી થયેલા ફોનને કંઈ રીતે શોધી શકાય.
સ્વીચ ઓફ મોબાઈલ શોધવા માટેની ઓનલાઈન માહિતી:- મોટાભાગે લોકો પોતાનો મોબાઈલ ચોરી થયા બાદ ઈન્ટરનેટ પર જઈને ઓનલાઇન મોબાઈલ શોધવાની કોશિશ કરતા હોય છે. ગૂગલ પર જઈને મોબાઈલનું લાસ્ટ લોકેશન જોવાથી અને આઈફોન માં I cloud માં ફાઉન્ડ માય ડીવાઈસ નો ઉપયોગ કરીને પોતાનો મોબાઈલ ફોન શોધી શકાય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ ફીચર ત્યારે જ કામ કરે છે જ્યારે તમારો મોબાઈલ એક્ટિવ હોય અને ઈન્ટરનેટ ચાલુ હોય.
આ પણ વાંચો: શું તમે ક્રેડિટ કાર્ડના આ નિયમો વિશે જાણો છો? ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ પ્રતિબંધ છે?
જો તમે મોબાઈલ ફોન ચોરી થઇ ગયા બાદ યુ ટ્યુબ વીડિયો જોઈને મોબાઈલ શોધો છો કે ફોર્મેટ કરવાના વિડિયો, વગેરે સર્ચ કરી રહ્યા છો તો તમે ફકત તમારો સમય બર્બાદ કરો છો. આ તમામ નુસખા ત્યારે જ થઈ શકશે જ્યારે ચોરી થયેલા મોબાઈલ ફોનમાં ઈન્ટરનેટ ચાલુ હશે.
IMEI નંબર થી મોબાઈલ નુ લોકેશન જાણવુ:- જો તમારો મોબાઈલ ફોન ગુમ થઇ ગયો છે અથવા તો જેને પણ તમારો મોબાઈલ મળ્યો છે તે મોબાઈલ ને સ્વીચ ઓફ કરીને સિમ કાર્ડ કાઢી નાખશે. એવામાં મોબાઈલ ને ટ્રેસ કરવાનો એક જ ઉપાય છે તમારા મોબાઈમાં નો IMEI નંબર. પરંતુ તે પહેલાં તમારે તમારા ચોરાયેલા મોબાઈલ અંગે પોલીસમાં ફરિયાદ કરવાની રહેશે.
આ પણ વાંચો: સોનાના ભાવ ક્યાં પહોંચ્યા? રૂ. 10890 નો ઘટાડો, જાણો ગુજરાતમાં આજે કેટલો ભાવ?
એપ્લિકેશન દ્વારા ગુમ થયેલો મોબાઈલ કંઈ રીતે શોધી શકાય:- ગુમ થયેલો ફોન ત્યારે જ મળે જ્યારે તે એક્ટિવ હોય. ગૂગલ પ્લે સ્ટોર પર તમને ઘણી એપ્લિકેશન મળી જશે જેના દ્વારા તમે તમારો મોબાઈલ ફોન શોધી શકો છો. જેમની એક એપ્લીકેશન Search4sure છે. આ એપ્લીકેશનની મદદથી ગુમ થયેલો મોબાઈલ ફોન શોધી શકાય છે, જેની માટે તમારે નીચેના સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
(૧) તમારે અન્ય મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોર થી Search4sure એપ ડાઉનલોડ કરવી પડશે.
(૨) આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ, એપમાં એકાઉન્ટ બનાવવું પડશે. ત્યાર પછી તેમાં લોગીન કરવાનું રહેશે.
(૩) લોગીન થયા બાદ તમને ઘણા ઓપ્શન જોવા મળશે જેમાં બે રીતથી તમારો ગુમ થયેલો મોબાઈલ નંબર શોધી શકો છો.
(૪) પહેલી રીતમાં તમારી ફરિયાદ add complaint પર ક્લિક કરી IMEI NUMBER ની જાણકારી આપી ફરિયાદ નોંધાવી શકો છો.
(૫) બીજી રીતમાં તમે મોબાઈલ ફોન નાં બિલથી ડીવાઈસ ની જાણકારી આપી શકો છો. જેમ કે મોબાઈલ ફોન નુ નામ, IMEI નંબર, મોડેલ નંબર વગેરે. જો તમારો મોબાઈલ ફોન સ્વીચ ઓન હશે તો જેમાં તમે આ એલ્પીકેશન ડોઉનલોદ કરી છે તે મોબાઈલમાં ઇમેઇલ નાં માધ્યમથી મેસેજ પ્રાપ્ત થશે તથા એપ ની મદદથી મોબાઈલ ફોન ને ટ્રેસ કરી શકાશે.
આશા છે કે તમને અમારી આ પોસ્ટ ગમી હશે. આવી જ અવનવી માહિતી જાણવા માટે અમારી khissu એપ્લિકેશન ડાઉનલોડ કરી લો જેથી વધુ માહિતી તમને મળતી રહે.