મહુવામાં ચૂંટણીનાં માહોલ વચ્ચે ડુંગળીની આવકોમાં વધારો થઈ રહ્યો હોવાથી ભાવમાં પણ સરેરાશ ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે. ડુંગળીનાં ભાવમાં મણે રૂ.૨૦થી ૨૫નો ઘટાડો સરેરાશ તમામ સેન્ટરમાં જોવા મળ્યો હતો. મહુવામાં લાલ ડુંગળીની ૮૮ હજાર કટ્ટા ઉપરની આવક હતી અને ભાવ ૨૦ કિલોનાં રૂ.૧૫૦થી ૪૬૦નાં હતાં. જ્યારે સફેદની ૩૨ હજાર થેલાની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૨૭૭નાં હતાં. ગોંડલમાં લાલ ડુંગળીની ૧૫ હજાર કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૧૦૧થી ૪૫૬નાં હતાં. જ્યારે સફેદમાં ૨૩૦૦ ભારીની આવક સામે ભાવ રૂ.૧૦૧થી ૨૫૬ના હતાં.
રાજકોટમાં છ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૭૧થી ૪૦૦ના હતાં. ડુંગળીનાં ઊંચા ભાવ અંગે એક રાજકોટનાં અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે અમુક સેન્ટરમાં અમુક વકલમાં જ ઊંચા ભાવ હોય છે અને એ સટ્ટાકીય રીતે પોતાનાં સેન્ટરનાં ભાવ ઊંચા દેખાય એ માટેનાં કૃત્રિમ તેજીનાં પ્રયાસો પણ કેટલાક વેપારીઓ દ્વારા કરવામાં આવી
રહ્યાં છે. ખેડૂતોએ વેચાણ માટે સરેરાશ ભાવને ધ્યાનમાં રાખીને પોતાનો માલ જે-તે સેન્ટરમાં વેચાણ કરવાનો નિર્ણય લેવો જોઈએ.
રૂના ફોરેન વાયદામાં મોટી તેજી થતાં તેની અસરે કપાસમાં મણે રૂા.૧૫ થી ૨૦ વધ્યા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે સતત બીજે દિવસે કપાસમાં રૂા.૧૫ થી ૨૦ વધતાં ગામડે બેઠા કપાસની વેચવાલી વધી હતી. રૂના ભાવ જે એપ્રિલમાં થવાના હતા તે અત્યારે થઇ ચૂક્યા હોઇ હવે જેની પાસે સારી કવોલીટીનો કપાસ છે તે પણ વેચવા લાગ્યા છે. ગામડે બેઠા રૂા.૨૦૦૦ના ભાવે મંગળવારે કપાસની વેચવાલી સારી હતી. જીનપહોંચ એકદમ સુપર કવોલીટી કપાસના રૂા.૨૦૫૦ થી ૨૦૬૦ના ભાવ બોલાતા હતા. મહારાષ્ટ્રનો સારો કપાસ પણ રૂા.૨૦૦૦ની નીચે મળતો નહોતો. રૂની તેજી પાછળ હવે જીનર્સોને પણ ઊંચા ભાવે કપાસ ખરીદવાનું પોસાણ થવા લાગતાં કપાસની ખરીદી પણ વધી છે. કડીમાં પણ કપાસમાં મણે રૂા.૧૫ થી ૨૦ વધ્યા હતા. કડીમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મહારાષ્ટ્ર, કાઠિયાવાડ અને મેઇન લાઇનના કપાસની આવક સતત વધી રહી છે.
કડીમાં મંગળવારે મહારાષ્ટ્રના કપાસની ૨૫૦ ગાડી, કાઠિયાવાડના કપાસની ૮૦ ગાડી અને મેઇન લાઇનથી ૧૬૫ ટેમ્પા આવ્યાહતા. મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૧૯૯૦, કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂા.૨૦૧૦ થી ૨૦૧૫ અને મેઇન લાઇનના સારા કપાસના રૂા.૧૯૮૦ બોલાતા હતા.
મગફળીનાં ભાવમાં વેચવાલીનાં અભાવે મણે રૂ.૫થી ૧૦નો સુધારો જોવા મળ્યો હતો. મગફળીની આવકો તમામ સેન્ટરમાં ઓછી થવા લાગી છે. નાફેડની સરકારી ટેકાનાં ભાવથી ખરીદી પણ હવે સત્તાવાર રીતે બંધ થઈ ગઈ છે અને આગામી સપ્તાહથી નાફેડ ઓક્શન ચાલુકરે તેવી પણ સંભાવનાં રહેલી છે. નાફેડ દ્વારા વેચાણ વહેલું શરૂ થશે તો હાલનાં તબક્કે બજારો વધતા અટકી શકે છે. જોકે નાફેડ શરૂઆતમાં જૂની મગફળીનું વેચાણ કરે તેવી સંભાવનાં છે. નવી મગફળીનું ઓક્શન માર્ચથી શરૂ કરે તેવી સંભાવનાં છે.
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1480 | 2111 |
મગફળી | 800 | 1075 |
ઘઉં | 386 | 483 |
જીરું | 2940 | 3665 |
તલ | 1655 | 2100 |
બાજરી | 420 | 420 |
ચણા | 620 | 986 |
જુવાર | 435 | 613 |
ધાણા | 1510 | 1650 |
તુવેર | 835 | 1180 |
તલ કાળા | 1585 | 2420 |
અડદ | 366 | 1230 |
મેથી | 700 | 835 |
રાઈ | 1345 | 1473 |
મઠ | 1595 | 1645 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
ઘઉં લોકવન | 350 | 452 |
ઘઉં ટુકડા | 350 | 436 |
બાજરો | 300 | 414 |
ચણા | 750 | 927 |
અડદ | 1100 | 1245 |
તુવેર | 1050 | 1330 |
મગફળી ઝીણી | 850 | 1085 |
મગફળી જાડી | 800 | 1090 |
તલ | 1900 | 2230 |
તલ કાળા | 2000 | 2140 |
જીરું | 3500 | 3500 |
ધાણા | 1500 | 1836 |
સોયાબીન | 1000 | 1280 |
ચોખા | 330 | 330 |
કાંગ | 562 | 562 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1550 | 2050 |
ઘઉં | 415 | 465 |
જીરું | 2370 | 3500 |
તલ | 1610 | 2198 |
બાજરો | 320 | 388 |
ચણા | 701 | 869 |
મગફળી ઝીણી | 916 | 1172 |
તુવેર | 800 | 1228 |
તલ કાળા | 1200 | 2460 |
અડદ | 400 | 1212 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1700 | 2061 |
ઘઉં લોકવન | 402 | 435 |
ઘઉં ટુકડા | 416 | 486 |
જુવાર સફેદ | 380 | 590 |
બાજરી | 285 | 426 |
તુવેર | 1080 | 1296 |
ચણા પીળા | 840 | 915 |
અડદ | 800 | 1300 |
મગ | 900 | 1416 |
વાલ દેશી | 850 | 1350 |
ચોળી | 950 | 1650 |
મઠ | 1300 | 1500 |
કળથી | 1500 | 1625 |
એરંડા | 1215 | 1267 |
અજમો | 1350 | 2311 |
સુવા | 870 | 1080 |
સોયાબીન | 900 | 1242 |
કાળા તલ | 1700 | 2470 |
ધાણા | 1600 | 1835 |
જીરું | 2800 | 3520 |
ઇસબગુલ | 1750 | 2200 |
રાઈડો | 1005 | 1300 |
હળવદ માર્કેટ યાર્ડ :
વિગત | નીચો ભાવ | ઊંચોભાવ |
કપાસ | 1601 | 2010 |
મગફળી | 800 | 1052 |
ઘઉં | 380 | 438 |
જીરું | 3000 | 3482 |
એરંડા | 1250 | 1280 |
તલ | 1600 | 2122 |
ધાણા | 1325 | 1700 |
તુવેર | 1000 | 1196 |
રાઇ | 1000 | 1675 |