બેંક ઓફ બરોડાએ તેનું ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ BOB વર્લ્ડ (BOB World) લોન્ચ કર્યું છે. આ એક મોબાઈલ એપ છે જ્યાં એક જ સમયે અનેક બેંકિંગ સેવાઓનો લાભ લઈ શકાય છે. આ એપ ગ્રાહકોને ચોવીસ કલાક અને 7 દિવસની બેંકિંગ સુવિધા આપવા માટે શરૂ કરવામાં આવી છે. ડિજિટલ બેંકિંગની તમામ સુવિધાઓ હવે એક સાથે અને એક એપમાં મેળવી શકાશે.
આ એપ દ્વારા ગ્રાહકોને બેંકિંગ ઉત્પાદનો અને સેવાઓની સુવિધા આપવામાં આવશે. આ એપમાં સેવિંગ, ઈન્વેસ્ટમેન્ટ, લોન અને શોપિંગની સર્વિસ એકસાથે મળશે. BOB વર્લ્ડ 23 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 5 મિલિયન યુઝર્સ આ એપ ડાઉનલોડ કરી ચૂક્યા છે. સ્ટેટ બેંકની YONO એપ જેવી જ સુવિધાઓ આ એપ પર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રશિયા અને યુક્રેન વચ્ચેના ભીષણ યુદ્ધ વચ્ચે સોનાચાંદી નાં ભાવમાં મોટી ઉથલપાથલ
10 મિનિટમાં ખોલો ડિજિટલ એકાઉન્ટ
બેંક ઓફ બરોડાના જણાવ્યા અનુસાર, ગ્રાહકોને BOB વર્લ્ડ એપ પર એક સાથે 220 થી વધુ સેવાઓનો લાભ મળશે. રિટેલ બેંકિંગ સેવાનું 95 ટકા કામ આ એપથી થશે. આ એપ દ્વારા દેશ-વિદેશના તમામ ગ્રાહકો બેંક ઓફ બરોડાની સેવાનો લાભ લઈ શકશે. આ એપ પર 10 મિનિટમાં ડિજિટલ એકાઉન્ટ ખોલી શકાય છે. આ સાથે, ગ્રાહકને તરત જ વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ પણ આપવામાં આવશે. ગ્રાહક BOB વર્લ્ડમાંથી લોન પણ લઈ શકે છે. આ માટે તમામ જરૂરી પેપરવર્ક એપમાંથી કરવામાં આવશે.
તમે ઓનલાઈન ખરીદી પણ કરી શકો છો
આ એપ પર એક ઈ-કોમર્સ વેબસાઈટ પણ સંકલિત કરવામાં આવી છે જેથી ગ્રાહકો એમેઝોન અથવા ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી ખરીદી કરી શકે. તમે આ એપથી શોપિંગ માટે બિલ પેમેન્ટ પણ કરી શકો છો. બેંકનું કહેવું છે કે ગ્રાહકોને વધુ સુવિધા આપવા અને તમામ કામ એક જ એપથી કરવા માટે BOB વર્લ્ડની શરૂઆત કરવામાં આવી છે. આ એપનો લુક અને લેઆઉટ ખૂબ જ આકર્ષક બનાવવામાં આવ્યો છે, જે ગ્રાહકોને પસંદ આવી રહ્યો છે. જે એપ પહેલા લોન્ચ કરવામાં આવી હતી, હવે તેનું નવું વર્ઝન લાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Airtel એ Axis Bank સાથે લોન્ચ કર્યું કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ, જુઓ આ કાર્ડનાં ફાયદા
આ પણ વાંચો: જો તમારી પાસે બાઇક, સ્કુટી કે ફોર વ્હીલ કાર છે તો જોઈ લો આ માહિતી...
આ પણ વાંચો: શું તમને પણ અનાજ નથી મળતું ? તો રેશન કાર્ડમાં ફટાફટ કરો આ કામ