જી નમસ્કાર....
એક મધ્યમ વર્ગના પરિવારના છોકરાએ 10માની પરીક્ષામાં 90% માર્ક્સ મેળવ્યા! માર્કશીટ જોઈને પિતાએ પત્નીને ખુશીથી કહ્યું કે મીઠાઈ બનાવ... તારા લડકડા ને શાળાની પરીક્ષામાં 90% માર્ક્સ આવ્યા છે, માતા રસોડામાંથી દોડી આવી અને ખુશ થઈને કહ્યું, મને પણ બતાવ, મારે પણ મારા લાડલાનું પરિણામ જોવું છે.
એટલામાં છોકરાએ ફટાકથી કહ્યું, અરે મા તો અભણ છે, આ સાંભળીને માતા તેની આંસુભરી આંખોએને પલ્લુ થી લૂછે છે. અને મીઠાઈ બનાવવા રસોડામાં જતી રહે છે, પિતાએ આ બધું જોયું અને કહ્યું હા બેટા, તુ સાચા છો. તારી મા અભણ છે.
અમારાં લગ્ન થયાં ત્યારે તારી મા ત્રણ મહિનામાં પ્રેગ્નન્ટ થઈ ગઈ, મે વિચાર્યુ કે હજી તો લગ્નના ત્રણ મહિના જ થયા છે. કોઈ જગ્યાએ ફરવા નથી ગયા, એક બીજાને સારી રીતે ઓળખતા પણ નથી. ફરી વિચાર આવ્યો કે આ વખતે અબોર્ષન કરાવી નાખીએ,
પછી તારી મા એ કીધું મારે ક્યાંય ફરવું નથી, આગળ જતાં એક બીજાને સમજી લેશું, એવામાં મહિનાઓ જતા તારો જન્મ થયો. તે અભણ હતી ને...
જ્યારે તું ગર્ભમાં હતો ત્યારે તારી મા ને દૂધ જરાયે પસંદ નહોતું. તે તને સ્વસ્થ બનાવવા માટે 9 મહિના સુધી દરરોજ દૂધ પીતી, કારણ કે તે અભણ હતી,
તું જ્યારે 7 વાગ્યે નિશાળે જતો, ત્યારે તારી મા 5 વાગ્યે જાગીને તારો મનપસંદ નાસ્તો બનાવતી, કારણ કે તે અભણ હતી ને...
જ્યારે તું રાત્રે વાંચતા વાંચતા સુઈ જતો ત્યારે તારા ચોપડા, બુક્સ, બધું તારા દફતરમાં મુકતી અને તને પથારીમાં સુવડાવી પછી જ સૂતી, કારણ કે તે અભણ હતી ને...
બાળપણમાં જ્યારે તું ખૂબ જ બીમાર પડતો ત્યારે આખી આખી રાત જાગતી અને સવારે વહેલા ઊઠી જતી અને કામે ચોંટી જતી, કારણ કે તે અભણ હતી ને..
તારા માટે બ્રાન્ડેડ કપડા લાવવા માટે મારી સામે ઘણી કગળતી અને પોતે વર્ષો સુધી એક જ સાડી પહેરતી, કારણ કે તે અભણ હતી ને...
આ બધું સાંભળીને છોકરો રડતા રડતા તેની માતાને કહે છે, મા, મેં પેપરમાં 90% માર્કસ મેળવ્યા છે પરંતુ તમે મારા જીવનને 100% બનાવનાર પ્રથમ શિક્ષક છો, માતા હું હજી અભણ છું અને તમે PHD ડિગ્રી કરતા પણ ઉપર છો. કારણ કે આજે મેં મારી માતાની અંદર છુપાયેલા તમામ ડોકટરો, શિક્ષકો, વકીલો, ડ્રેસ ડિઝાઇનર્સ, શ્રેષ્ઠ રસોઈયાને જોયા છે! મને માફ કરી દે મમ્મી!
દીકરા, તારી નજરમાં જે લોકો ભણેલા-ગણેલા છે, તેઓ સૌ પ્રથમ પોતાનો સ્વાર્થ અને અર્થ જુએ છે, પણ તારી માએ આજ સુધી ક્યારેય જોયું નથી! કારણ કે તે અભણ છે.
જ્યારે તે રસોઈ બનાવતી હોય અને બન્ને ને જમવાનું આપતી હોય તો ક્યારેક એ ખાતી પણ નથી. એટલે હું ગર્વથી કહું છું કે હા તારી મા અભણ છે.
_ આભાર