Top Stories
એકવાર આ સ્કીમમાં રોકાણ કરશો તો મોજે મોજ... ફ્કત વ્યાજના 5 લાખ મળશે, જાણો કઈ રીતે

એકવાર આ સ્કીમમાં રોકાણ કરશો તો મોજે મોજ... ફ્કત વ્યાજના 5 લાખ મળશે, જાણો કઈ રીતે

જો તમે રોકાણ શરૂ કરવાનું પ્લાનિંગ કરતા હોવ અને એવી જગ્યાએ  રોકાણ કરવા માંગતા હોવ જ્યાં તે સુરક્ષિત પર રહે અને રિટર્ન પણ જોરદાર મળે તો તમને જણાવી દઈએ  કે પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ ખુબ લોકપ્રિય છે. તેમાં રોકાણ પર સુરક્ષાની ગેરંટી સરકાર પોતે આપે છે. આવી જ એક કમાલની સ્કીમ છે પોસ્ટ ઓફિસ  નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ (Post Office NSC Scheme), જેમાં એક જ વખત રોકાણ કરીને તમે ફક્ત વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો

સરકારે આપે છે સારું વ્યાજ

દરેક પોતાની કમાણીમાંથી કઈને કઈ બચત કરીને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે કે જ્યાં તેને શાનદાર રિટર્ન મળે. આ રીતે પોસ્ટ ઓફિસ NSC એક સારો વિકલ્પ બની શકે છે. સરકાર તરફથી આ સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ પર 7.7%નું ધાંસૂ વ્યાજ ઓફર કરાય છે. રોકાણ પર વ્યાજના દર કમ્પાઉન્ડિંગના આધારે ઓફર કરાય છે. વ્યાજની આ રકમ 5 વર્ષના રોકાણ બાદ જ ખાતામાં ટ્રાન્સફર કરાય છે.

1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય

પોસ્ટ  ઓફિસની રાષ્ટ્રીય બચતયોજના કે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ (NSC Scheme) માં એકાઉન્ટ ખોલાવવું એકદમ સરળ છે અને તમે કોઈ પણ પોસ્ટ  ઓફિસમાં ન્યૂનતમ 1000 રૂપિયાના રોકાણથી શરૂઆત કરી શકો છો. જ્યારે વધુ રોકાણ માટે કોઈ લિમિટ નથી. NSC સ્કીમમાં બાળકોના નામથી પણ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. નિર્ધારિત નિયમ મુજબ 10 વર્ષથી ઓછી ઉંમરના  બાળકના નામથી ખોલવામાં આવેલું એકાઉન્ટ માતા પિતા ઓપરેટ કરે છે.

આ સરકારી સ્કીમાં જો તમને ઓફર કરાયેલા વ્યાજનો પૂરેપૂરો ફાયદો લેવો હોય તો પછી તમારે રોકાણને લોક-ઈન પીરિયડ સુધી ચાલુ રાખવું પડશે. જે 5 વર્ષ છે. ત્યારે તમને પૂરા વ્યાજની ચૂકવણી કરાશે. આ સરકારી સ્કીમમાં ઓનલાઈન રોકાણની સુવિધા પણ અપાય છે.

આ રીતે મળશે પૂરો ફાયદો, ટેક્સ બેનેફિટ પણ

પોસ્ટ  ઓફિસ NSC સ્કીમને સરળ ભાષામાં સમજીએ તો તમે તેમાં ખાતું ખોલાવો છો અને તેને એક વર્ષ ચાલ્યા બાદ બંધ કરો તો પછી તમને ફક્ત તમારા દ્વારા ઈન્વેસ્ટ કરાયેલી રકમ પાછી મળશે. વ્યાજનો એક પૈસો મળશે નહીં. આવામાં પૂરા બેનેફિટ્સ લેવા માટે તેને પૂરા પાંચ વર્ષ ઓપરેટ કરવું જરૂરી છે. આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં જબરદસ્ત વ્યાજની સાથે જ આવકવેરા એક્ટની કલમ 80Cના ટેક્સ છૂટનો પણ લાભ મળે છે. એક ફાઈનાન્શિયલ યરમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનો ટેક્સ બચાવી શકાય છે.

કઈ રીતે થઈ શકે 5 લાખની કમાણી?

હવે એ સમજીએ કે પોસ્ટ ઓફિસ સ્કીમમાં એક ઝટકે રોકાણ કરીને 5 લાખની કમાણી કઈ રીતે થઈ શકે. તો તેની ગણતરી સમજીએ. NSC Scheme Interest Rate 7.7% છે અને તેમાં જો કોઈ રોકાણકાર પાંચ વર્ષના લોક ઈન પીરિયડ માટે એક જ ઝટકે 11,00,000 રૂપિયાનું રોકાણ કરે તો આવામાં કમ્પાઉન્ડિંગ વ્યાજ સાથે તમને મેચ્યોરિટી પર 15,93,937 રૂપિયા મળશે. તેમાં 4,93,937 રૂપિયા તો ફક્ત વ્યાજ હશે. આમ તમે રોકાણને વધારીને વધુ ફાયદો મેળવી શકો