Top Stories
મિની વાવાઝોડું / લો-પ્રેશર માંથી ડીપ ડિપ્રેશન બન્યું, જાણો કેટલી અસર? ક્યારે?

મિની વાવાઝોડું / લો-પ્રેશર માંથી ડીપ ડિપ્રેશન બન્યું, જાણો કેટલી અસર? ક્યારે?

DD- ગઈકાલે હવામાન વિભાગની official વેબસાઈટમાં બંગાળની ખાડીમાં બનેલું લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું તેવું દર્શાવી દેવામાં આવ્યું છે. અને આજે DD સુધી પહોંચી ચૂક્યું છે. જેમ અમે અગાઉ જણાવ્યું હતું તેવી જ રીતે આ વર્ષનું સૌથી પહેલું મોટું ડીપ ડિપ્રેશન બન્યું છે. લો-પ્રેશર ડીપ ડીપ્રેશન બનીને હજી પણ વધારે મજબૂત થાય તેવી શક્યતાઓ છે. એટલે કે મીની વાવાઝોડુ બની શકે છે.

ડીપ ડિપ્રેશનની કેટલી અસર, ક્યારે?
ડિપ્રેશન ઉત્તર ભારતના રાજ્યો થઈ અને ઉત્તર મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન સુધી આવશે. ગુજરાતમાં ચૌદ તારીખથી આ ડિપ્રેશનની અસર ચાલુ થશે. 15 અને 16 તારીખ દરમિયાન સૌથી વધારે વરસાદ આ ડિપ્રેશનને કારણે જોવા મળી શકે છે. જ્યારે આ ડિપ્રેશન ગુજરાત નજીક પહોંચશે ત્યારે ગુજરાત પર ઓલરેડી એક સિસ્ટમ સક્રિય હશે. જેમને કારણે મજબૂત ટ્રફ બની શકે છે અને ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં પડી શકે છે.

હાલમાં કેમ વરસાદ ચાલુ છે?
છેલ્લા બે દિવસથી નબળી પડેલ પૂર્વ રાજસ્થાન પર રહેલી લો-પ્રેશર સિસ્ટમ આજે ગુજરાત પર ફરીથી આવી ચૂકી છે. લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત પર આવતા જ ગતરાત્રીથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડયો છે.

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ અને મોરબીના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડયો છે. જ્યારે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વરસાદના વિસ્તારોમાં પણ વધારો થયો છે.

આજથી રાજ્યમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચાલું
આજથી ગુજરાતમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઇ ચૂકી છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન ભેંસ છે. 13 તારીખથી 26 તારીખ સુધી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચાલુ રહેશે. 13 તારીખે 03:08 વાગે નક્ષત્રની શરૂઆત થશે. વેધર મોડલ મુજબ આ નક્ષત્રની શરૂઆતમાં સારો વરસાદ પડશે.