Top Stories
HDFC બેંકમાંથી લોન લીધી હોય તો રાજીના રેડ થઈ જશો, આવી ગઈ ખુશખબર

HDFC બેંકમાંથી લોન લીધી હોય તો રાજીના રેડ થઈ જશો, આવી ગઈ ખુશખબર

HDFC બેંકે તેમના લોનના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. બેંકે MCLR (માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ)માં મહત્તમ 10 બેસિસ પોઈન્ટ (0.10%)નો ઘટાડો કર્યો છે, જેનો લાભ તે ગ્રાહકોને મળશે જેમણે હોમ લોન, ઓટો લોન અથવા પર્સનલ લોન MCLR સાથે જોડાયેલા છે. નવા દરો 7 નવેમ્બરથી લાગુ થઈ ગયા છે. જોકે, આ રાહત તરત જ EMIમાં દેખાશે નહીં - પરંતુ ગ્રાહકને આ લાભ ત્યારે જ મળશે, જ્યારે તેમના લોનની રીસેટ તારીખ આવશે.

 

HDFC બેંકના નવા MCLR દરો હવે 8.35%થી 8.60% વચ્ચે છે. અગાઉ આ દરો 8.45%થી 8.65% હતા. એટલે કે, બેંકે વિવિધ અવધિઓમાં 5થી 10 બેસિસ પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. સરળ ભાષામાં કહીએ તો - જો તમારી લોન MCLR સાથે જોડાયેલી છે, તો હવે વ્યાજ દર થોડો ઓછો થશે.

 

ઓવરનાઈટ અને 1 મહિના માટેની લોન અવધિ પર સૌથી ઓછો દર 8.35%, 1 વર્ષ માટેની અવધિ પર વ્યાજ દર 8.50% (આ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી અવધિ છે) અને 3 વર્ષ સુધીની અવધિ પર દર 8.60% છે. એટલે કે, બેંકે શોર્ટ અને મિડિયમ ટેન્યોરમાં વ્યાજ ખર્ચ ઓછો કર્યો છે.

 

ક્રેડિટ સ્કોર અને હિસ્ટ્રી-ક્રેડિટ સ્કોર અને અગાઉની લોન ચૂકવણીનો રેકોર્ડ બહુ જ મહત્વનો હોય છે. સામાન્ય રીતે 759 અને તેની ઉપરનો સ્કોર સારો માનવામાં આવે છે. મોડેથી ચૂકવણી કે વધારે લોન અરજી કરવી તમારી યોગ્યતાને પ્રભાવિત કરી શકે છે.

 

કોને લાભ નહીં મળે?- તે ગ્રાહકો જેમની લોન RBIના રેપો રેટ અથવા એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) સાથે જોડાયેલી છે. કારણ કે, તે લોનની દરો RBIની પોલિસી રેટના આધારે બદલાય છે, ન કે બેંકના આંતરિક ખર્ચના આધારે

 

MCLRનો અર્થ છે - બેંકની ન્યૂનતમ વ્યાજ દર - જેના નીચે તે લોન આપી શકતી નથી. આ દર બેંકના ખર્ચના આધારે નક્કી થાય છે, જેમ કે - બેંક જમાઓ (FD/સાવધિ જમા) પર કેટલું વ્યાજ આપી રહી છે, ઓપરેટિંગ ખર્ચ કેટલો છે, લાંબા ગાળાના લોન પર રિસ્ક પ્રીમિયમ. MCLRને 2016માં RBIએ આ માટે લાગુ કર્યો હતો જેથી વ્યાજ દરોના લાભો ગ્રાહકો સુધી ઝડપથી અને પારદર્શક રીતે પહોંચી શકે