અંબાણીએ ખોલ્યો ભારતનો સૌથી આલિશાન મોલ, જોવા જજો પણ ખરીદી કરવાનું ન વિચારતા

અંબાણીએ ખોલ્યો ભારતનો સૌથી આલિશાન મોલ, જોવા જજો પણ ખરીદી કરવાનું ન વિચારતા

India First Luxury Mall: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર બાદ હવે અંબાણી પરિવારે દેશનો સૌથી મોંઘો મોલ લોન્ચ કર્યો છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા 31 ઓક્ટોબર મંગળવારના રોજ 'Jio World Plaza' મોલ લોન્ચ કરવામાં આવ્યો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ખોલવામાં આવેલો આ મોલ આજથી એટલે કે 1લી નવેમ્બરથી લોકો માટે ખોલવામાં આવ્યો છે. ‘Jio World Plaza’ દેશનો પહેલો સૌથી મોટો લક્ઝરી મોલ હોવાનું કહેવાય છે. મોલની રેડ કાર્પેટ ઈવેન્ટમાં બી ટાઉનની ઘણી હસ્તીઓએ પણ ભાગ લીધો હતો.

400 વર્ષ પછી બન્યો પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાનો આવો દુર્લભ સંયોગ, ગણી-ગણીને થાકી જશો એટલા લાભ મળશે

બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ખોલવામાં આવેલો આ મોલ 7500 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. દેશનો આ પહેલો મોટો અને લક્ઝરી મોલ હોવાથી ઘણી મોંઘી વિદેશી લક્ઝરી બ્રાન્ડ્સને અહીં જગ્યા આપવામાં આવી છે. અંબાણી પરિવારના આ મોલમાં બેલેન્સીઝ, કાર્ટિયર, લુઈસ વિટન, વર્સાચે, વેલેન્ટિનો, મનીષ મલ્હોત્રા, અબુ જાની-સંદીપ ખોસલા, પોટરી બાર્ન અને ગુચી સહિત વિશ્વભરની મોંઘી બ્રાન્ડ્સ છે.

બેંક ઓફ બરોડાએ તમામ પ્રકારની લોન પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપતી ઓફર બહાર પાડી, બીજે શું કામ જવું જોઈએ?

લક્ઝરી બ્રાન્ડ્સના મોંઘા શોખ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અંબાણીના મેગા મોલમાં પોતાનો સ્ટોર ખોલવા માટે ફ્રાંસની કંપની લુઈસ વિટન દર મહિને 40 લાખ રૂપિયા ભાડું ચૂકવશે. તમને જણાવી દઈએ કે લુઈસ વિટનનું નામ દુનિયાની સૌથી મોંઘી બ્રાન્ડ્સમાં સામેલ છે. તેની સત્તાવાર વેબસાઇટ પર એક સ્વેટશર્ટની કિંમત 1.80 લાખ રૂપિયા છે.

બેંક કર્મચારીઓને જલસા જ જલસા: અઠવાડિયામાં પાંચ દિવસ કામ અને 15 ટકાનો પગાર વધારો મળશે

કિંમત સાંભળીને તમે ચોંકી જશો

જ્વેલરી અને ઘડિયાળ બનાવતી કંપની કાર્ટર પણ આ મોલમાં લક્ઝરી વસ્તુઓ માટે જાણીતી છે. આ ફ્રેન્ચ કંપનીની ઘડિયાળોની કિંમત 3 હજાર ડૉલરથી શરૂ થઈને 30 હજાર ડૉલરથી વધુ છે. એટલે કે તમે ભારતીય ચલણમાં 2.5 લાખ રૂપિયાથી અહીં ઘડિયાળો ખરીદવાનું શરૂ કરી શકો છો. આ સિવાય જો તમે જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના આઉટલેટ્સ પરથી લહેંગા ખરીદવા માંગતા હોવ તો તમારે 4 થી 5 લાખ રૂપિયા ખર્ચવા પડી શકે છે.

તમે જ બચાવી શકશો 17 મહિનાની શિવાંશીનો જીવ, 17 કરોડનું ઈન્જેક્શન જ દીકરીનો જીવ બચાવી શકશે

આ સુવિધાઓ ઉપલબ્ધ થશે

આ મોલમાં વિવિધ પ્રકારની શોપિંગ બ્રાન્ડ્સ, VIP ગેટકીપર્સ અને પોર્ટર્સ સહિતની વિવિધ સેવાઓ છે, જે તેના ગ્રાહકો માટે લક્ઝરી શોપિંગ અનુભવને વધારશે. તેથી એકંદરે આ મોલ અહીં ખરીદી કરતા લોકોને લક્ઝરી અનુભવ આપવા જઈ રહ્યો છે.