khissu

ભારતનું પ્રથમ ઓટોમેટિક હાઇબ્રિડ ટ્રેક્ટર થયું લોન્ચ: જાણો આ ટ્રેક્ટરની વિશેષતા, કિંમત તેમજ બુકિંગ અંગેની સંપુર્ણ માહિતી વિગતવાર

ભારતના ખેતરોમાં હવે ઇકો ફ્રેન્ડલી ટ્રેક્ટર દોડશે. Proxecto એ ભારતનું પહેલું હાઇબ્રિડ ટ્રેક્ટર લોન્ચ કર્યું છે. આ ટ્રેક્ટર બેટરી વિના સંપૂર્ણ સ્વચાલિત (ઓટોમેટિક) છે. આશરે 2 ડર્ઝન સુવિધાઓથી ભરપુર આ ટ્રેક્ટર જેવું બીજુ કોઈ અન્ય ટ્રેક્ટર નથી. નવેમ્બર 2019 માં, આ HAV Tractor એગ્રિટેક ઇવેન્ટમાં વિશ્વ સમક્ષ પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યું હતુ. આ ઇવેન્ટનું આયોજન જર્મનીમાં કરવામાં આવ્યું હતું, ત્યારથી આ ટ્રેક્ટરના લોન્ચિંગની રાહ જોવામાં આવી રહી હતી.

ટ્રેક્ટરમાં છે આકર્ષક સુવિધાઓ: આ ટ્રેક્ટરમાં બે ડર્ઝન સુવિધાઓ છે જેનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એકમાત્ર હાઇબ્રિડ ટ્રેક્ટર છે જેમાં બેટરી નથી. આ ટ્રેક્ટર ડીઝલ અને સીએનજી (CNG) બંને પર ચાલી શકે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયા પછી, આ ટ્રેક્ટર ને સરળતાથી ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં બદલી શકાય છે. આ દેશનું પહેલું ટ્રેક્ટર છે જે પૂર્ણ સ્વચાલિત છે. આ ટ્રેક્ટરમાં, કંપનીએ તમામ વ્હીલ ઇલેક્ટ્રિક ડ્રાઇવ (AWED) તકનીકનો ઉપયોગ કર્યો છે. AWED ટેક્નોલોજીને લીધે, બધી વ્હીલ ઇલેક્ટ્રિક ડ્રાઇવ્સ કરે છે જેના કારણે ડ્રાઇવિંગ પણ ખૂબ કમાલની છે. આ ટ્રેક્ટરમાં ન તો ક્લચ કે ગિયર, આ ટ્રેક્ટરમાં ફક્ત આગળ, પાછળ અને ન્યુટ્રલ (સામાન્ય સ્થિતિ) રાખવાના જ વિકલ્પ આપવામાં આવ્યા છે.

 આ પણ વાંચો: PM કિશાન યોજના: શું તમને પણ હજી રૂ. ૨૦૦૦નો ૮મો હપ્તો નથી મળ્યો? જાણો તમારો હપ્તો ક્યાં અટક્યો? હપ્તો ન મળ્યો હોય તો શું કરવુ?

બળતણનો વપરાશ પણ અડધો: કંપનીએ આ ટ્રેક્ટરના બે મોડેલ રજૂ કર્યા છે. તેનું 50 S1 ડીઝલ હાઇબ્રિડ મોડેલ સામાન્ય ટ્રેકટરો કરતા 28 ટકા ઓછું ડીઝલ પીવે છે. S2 સીએનજી હાઇબ્રિડ (CNG Hybrid) મોડેલ લગભગ 50% જેટલું ઓછું બળતણ વાપરે છે. આ ટ્રેક્ટરમાં ઉંચાઇની ગોઠવવા સાથે તમામ વ્હીલ્સમાં સ્વતંત્ર સસ્પેન્શન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: દેશી ગાય નિભાવ ખર્ચ યોજના ૨૦૨૧-૨૨: યોજનાનો લાભ કોણ લઈ શકે? અરજી કરવાની છેલ્લી તારીખ? અરજી ક્યાં કરવી? જાણો આ યોજનાની સંપુર્ણ માહિતી વિગતવાર

આ ટ્રેક્ટરમાં કિંમત કેટલી છે?
તેના બેઝ મોડેલ HAV S1 50HP ની કિંમત 9.49 લાખ રૂપિયાથી શરૂ થશે. ટોપ વેરિઅન્ટ HAV S1 + 50 HP ની કિંમત 11.99 લાખ રૂપિયા હશે. તેમાં એર કંડિશનિંગ કેબીન હશે. આ સિવાય કંપનીએ HAV S1 45 HP પણ લોન્ચ કર્યુ છે, જેની કિંમત 8.49 લાખ રૂપિયા છે. આ સાથે જ કંપની 10 વર્ષ માટે મર્યાદિત પ્રોડક્ટ વોરંટી પણ આપી રહી છે.

30 મેથી બુકિંગ શરૂ: સૌથી ખાસ વાત એ છે કે આ ટ્રેક્ટર મેડ ઇન ઇન્ડિયા. તે સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે કારણ કે તેમાં બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ ટ્રેક્ટરની પહેલી સિરીઝ HAV S1 બજારમાં આવી ગઈ છે, જેનું બુકિંગ 30 મેથી શરૂ થશે. બુકિંગની રકમ 10 હજાર રૂપિયા છે અને તે પણ રીફંડેબ્લ છે. પ્રી-બુક કરેલ HAV Tractor ની ડિલિવરી ઓગસ્ટ મહિનાથી શરૂ થશે.