Top Stories
PM કિશાન યોજના: શું તમને પણ હજી રૂ. ૨૦૦૦નો ૮મો હપ્તો નથી મળ્યો? જાણો તમારો હપ્તો ક્યાં અટક્યો? હપ્તો ન મળ્યો હોય તો શું કરવુ?

PM કિશાન યોજના: શું તમને પણ હજી રૂ. ૨૦૦૦નો ૮મો હપ્તો નથી મળ્યો? જાણો તમારો હપ્તો ક્યાં અટક્યો? હપ્તો ન મળ્યો હોય તો શું કરવુ?

કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને હજુ સુધી 8મો હપ્તો મળ્યો નથી. જ્યારે 8મો હપ્તો એપ્રિલ 2021 થી જુલાઈ 2021 વચ્ચે મળી જવો જોઈએ. દેશના 11 કરોડ 74 લાખ લાભાર્થીઓ 8માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. રાજ્ય સરકારો એ હજુ સુધી 8 મો હપ્તો એપ્રુવ જ કર્યો નથી. હવે 2 મે પહેલા ખેડૂતોને 8મો હપ્તો મળવાની શકયતા દેખાય રહી છે.

8મો હપ્તો મળવામાં રાહ કેમ જોવી પડે છે? : પીએમ કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi – PM KISAN) માં ઘણી જગ્યાએ એકાઉન્ટ માં સમસ્યાઓ જોવા મળી છે. તેથી સરકાર એવું ઈચ્છે છે કે ગરીબ લાભાર્થીઓને અન્યાય ન થાય અને યોગ્ય લાભાર્થીના ખાતામાં જ પૈસા જમા થાય. અમુક જગ્યાએ એકાઉન્ટ વેરીફીકેશન પ્રક્રિયા પણ શરૂ છે. હજુ સુધીમાં ઘણા રાજ્યોએ RFT એપ્રુવ કર્યું નથી જેથી 8માં હપ્તા માટે ખેડૂતોને હજી થોડી રાહ જોવી પડશે.

મોબાઈલ ફોનથી પણ જાણી શકો છો હપતાની માહિતિ: જો તમને 8 મોં હપ્તો મળ્યો છે કે નહિ તે હવે ઘર બેઠા મોબાઈલ ફોનની મદદથી પણ જાણી શકો છો. તેના માટે તમારે પીએમ કિસાન સન્માન નિધિની વેબસાઇટ પર જવું પડશે. જો તમને ત્યાં Waiting for approval by state લખેલું જોવા મળે તો તેનો મતલબ એવો છે કે હજુ સુધી તમારા ખાતામાં 8મો હપ્તો નથી આવ્યો અને જો તમારા સ્ટેટ્સ માં Rft signed by state government લખેલું જોવા મળે તો તમે આપેલી માહિતી હજુ અધૂરી છે અને તમારા ખાતામાં પૈસા થોડા સમય બાદ જમાં થશે. FTO નુ પૂરું નામ Fund transfer order છે. તેનો મતલબ એમ થાય કે હજુ સુધી સરકારે તમારા ખાતામાં પૈસા જમા કર્યા નથી અને 8માં હપ્તાની પ્રક્રિયા હજુ ચાલુ છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો અથવા તો યોજનાનો લાભ લઈ રહ્યા છો તો અમુક પ્રશ્નો તમને થતા હશે જેથી અમે તમારી વ્યથાનું સમાધાન લઈને આવ્યા છીએ.

8મો હપ્તો ક્યારે મળશે? : હજુ સુધી ઘણા રાજ્યોએ RFT એપ્રુવ નથી કર્યું. જ્યારે રાજ્ય સરકાર RFT એપ્રુવ કરશે ત્યાર બાદ કેન્દ્ર સરકાર FTO જનરેટ કરશે અને ત્યારબાદ જ પીએમ કિસાનનો 8મો હપ્તો લાભાર્થીઓને મળશે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો લાભ કોને મળે? : પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એવા લોકોને જ લાભ મળી રહ્યો છે જે ઇન્કમ ટેક્સ (ITR) નથી ભરતા અને જો કોઈ લાભાર્થી ઇન્કમ ટેક્સ ભરે છે તો તેને આ વખતે 8મો હપ્તો પણ નહિ મળે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો હપ્તો ક્યારે મળે? : પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 6000 રૂપિયા ત્રણ હપ્તામાં મળતા હોય છે. પ્રથમ હપ્તો 1 એપ્રિલ થી 31 જુલાઈ ની વચ્ચે મળી જતો હોય છે. જ્યારે બીજો હપ્તો 1 ઓગસ્ટ થી 30 નવેમ્બર સુધીમાં મળી જાય છે. અને ત્રીજો હપ્તો 1 ડિસેમ્બર થી 31 માર્ચ સુધીમાં મળી જતો હોય છે.

શું જમીન પોતાના નામે હોવી જરૂરી છે? : જો તમારે આ યોજનાનો લાભ લેવો છે તો ખેતી માટે યોગ્ય જમીન હોવી જરૂરી છે. જો વારસાઈ માં તમારો ભાગ છે તો તમને આ યોજનાનો લાભ નહિ મળે.

જો તમારી માહિતી ખોટી છે તો તેને કેમ સુધારી શકો છો? : જો તમે રજીસ્ટ્રેશન કરેલ અરજીમાં અને તમારા આધાર કાર્ડમાં નામ અલગ અલગ હોય તો તમે ઓનલાઇન સુધારો કરી શકો છો. તેની માટે કિસાન સન્માન નિધિ યોજના ની ઑફિસિયલ વેબસાઈટ પર જઈ જાણકારી મેળવી શકો છો.

જો હપ્તા ના પૈસા નથી મળતા તો કંઈ જગ્યાએ ફરિયાદ કરવી? : જો તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાંકીય હપ્તો નથી મળતો તો તમે તમારા ગામ ના ગ્રામસેવક અથવા તો ખેતીવાડી અધિકારી પાસે જઈ શકો છો અને તે તમારી વાત ન સાંભળે તો કિસાન હેલ્પ લાઇન ના માધ્યમથી ઇ મેઇલ pmkisan.ict@gmail.com ઉપર જઈ તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય હેલ્પલાઇન નંબર 01123381092 પર ફોન પણ કરી શકો છો.