khissu

ખરીદી બાદ GST બિલ સાચવીને રાખજો, સરકાર આપશે 1 કરોડ રૂપિયા જીતવાની તક, આ છે આખી પ્રક્રિયા

Mera Bill Mera Adhikaar: ભારત સરકાર ગ્રાહકો માટે એક આકર્ષક સ્કીમ લઈને આવી છે. આ યોજનાનું નામ છે “મેરા બિલ, મેરા અધિકાર”. આ યોજના લાવવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય ગ્રાહકોને તેમની કોઈપણ ખરીદી માટે ઈનવોઈસ અથવા બિલ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. 

મંદિરમાં અને ઘરમાં પૂજા સમયે કેમ વગાડવામાં આવે છે ઘંટડી? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો, 99 ટકા લોકોને નથી ખબર

આ માટે ભારત સરકારે દેશની તમામ રાજ્ય સરકારો સાથે મળીને "ચલણ પ્રોત્સાહક યોજના" શરૂ કરી છે. આ યોજના 1 સપ્ટેમ્બર 2023 ના રોજ શરૂ કરવામાં આવી છે, જો તમને તેના વિશે ખબર નથી, તો શક્ય તેટલી વહેલી તકે માહિતી એકત્રિત કરો, અમે તમને તેના ઉપયોગ વિશે જણાવીશું.

અમિત સિંહ નામના વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર hellomonktv નામની આઈડીથી એક વીડિયો અપલોડ કર્યો છે. આ વિડિયોમાં આપેલી માહિતીના આધારે જો તમે ક્યાંક ખરીદી કરો છો અથવા મોંઘી જગ્યાએ ખાવાનું ખાઓ છો, તો તમારું GST ઇન્વોઇસ બિલ મંગાવો અને તેને તમારી પાસે રાખો. ‘My Bill, My Rights APP’ પર જઈને તે બિલ અપલોડ કરો. આ કર્યા પછી તમને 10 હજારથી લઈને 1 કરોડ રૂપિયા સુધીના ઈનામો મળી શકે છે.

2024માં મોદી સરકાર નહીં જીતે તો શેર માર્કેટમાં તબાહી મચી જશે, એવો વિનાશ વેરાશે કે ક્યાંયથી ભેગું જ નહીં થાય!

ભારત સરકારની આ પહેલ રાજ્યોમાં GST-રજિસ્ટર્ડ દુકાનદારો દ્વારા ગ્રાહકોને આપવામાં આવેલા તમામ બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર ઇન્વૉઇસને લાગુ પડશે. ચલણ ‘માય બિલ મેરા અધિકાર’ મોબાઈલ એપ્લિકેશન પર અપલોડ કરવાનું રહેશે.

આ એપ iOS અને Android મોબાઈલ તેમજ વેબ પોર્ટલ ‘web.merabill.gst.gov.in’ પર ઉપલબ્ધ છે. દરેક અપલોડ કરેલ ઇન્વોઇસ માટે રીસીવિંગ કી નંબર (ARN) જારી કરવામાં આવશે. આના આધારે ઈનામી ડ્રો કરવામાં આવશે.

દિવાળી પર લોકોએ બેફામ દારૂ પીધો, 2.5 કરોડ બોટલ વેચાઈ ગઈ, વેચાણમાં સીધો 37%નો ઉછાળો, હિસાબ કેટલો થાય?

વિજેતાની જાહેરાત મહિનામાં અથવા 3 મહિનામાં એક વખત નિયમિત અંતરાલ પર કરવામાં આવશે. આમાં લોકો 10,000 થી 1 કરોડ રૂપિયા સુધીની રકમ જીતી શકે છે. આમાં ભાગ લેવા માટે તમારા બિલની રકમ ઓછામાં ઓછી 200 રૂપિયા હોવી જોઈએ.

એક ક્લિક અને ખેલ ખતમ, WhatsApp પર એક ભૂલથી બેંક બેલેન્સ થઈ જશે ઝીરો, 82 ટકા લોકો શિકાર બન્યા

હાલમાં, આસામ, ગુજરાત અને હરિયાણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરી, દાદરા નગર હવેલી અને દમણ અને દીવ આ પાયલોટ પ્રોજેક્ટમાં ભાગ લઈ રહ્યા છે. આગામી મહિનાઓમાં વધુ રાજ્યો ઉમેરવામાં આવે તેવી શક્યતા છે. વિજેતાઓને SMS, મોબાઇલ એપ અને પોર્ટલ દ્વારા સૂચિત કરવામાં આવશે.