દેશમાં રૂનાં આસમાની ઊંચા ભાવની અસર નિકાસ વેપારો ઉપર પણ થઈ છે. ચાલુ સિઝન વર્ષનાં પહેલા ત્રણ મહિના દરમિયાન રૂની નિકાસમાં ગત વરની ્ષ તુલનાએ ૨૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. રૂનાં વર્તમાન ભાવ જોત્તા સમગ્ર વર્ષદરમિયાન નિકાસ વેપારો ઓછા જ થાય તેવી સંભાવનાં છે. છેલ્લા થોડા દિવસથી નવા નિકાસ વેપારો સાવ અટકી ગયાં છે.રૂની નિકાસ સાથે સંકળાયેલા એક બ્રોકરે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં રૂનાં ઊંચા ભાવને પગલે નિકાસ વેપારો ઠંડા છે. વર્તમાન ભાવથી કોઈને ભારતીય રૂ લેવું નથી, કારણ કે ન્યૂયોર્કની તુલનાએ ભારતીય રૂનાં ભાવ પ્રીમિયમમાં છે.
રૂની નિકાસ ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન કુલ ૧૫ લાખ ગાસંડીની થઈ છે, જે ગત વર્ષે આજ સમયગાળામાં ૨૦ લાખ ગાંસડીની નિકાસ થઈ હતી. આમ નિકાસમાં ૨૫ ટકાનો વધારો થયો છે. ચાલુ સિઝનમાં મોટા ભાગની નિકાસ બાંગ્લાદેશમાં જ થઈ છે. ચીન, ઈન્ડોનેશિયા અને વિયેતનામમાં થોડી જ નિકાસ થઈ છે. વર્તમાન સમયમાં ચીનમાં કોઈ જ નિકાસ વેપારો થતા નથી.
ડુંગળીની બજારમાં વચગાળાની તેજી આવી છે અને ગુજરાતની બજારમાં સારી ક્વોલિટીનાં ભાવ વધીને રૂ.૪૫૦થી ૫૫૦ સુધી પહોંચી ગયાં હતાં, જોકે આ ભાવ કેટલોક સમય ટકશે એ કહેવું મુશ્કેલ છે. છેલ્લા એક મહિનામાં બે વાર માવઠા પડી ગયા હોવાથી અને નાશીક અને ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ડુંગળીનાં પાકને મોટું નુકસાન પહોંચ્યુહોવાનાં સમાચાર આવી રહ્યાં હોવાથી ભાવ ઊછળ્યાં છે.
નવી સિઝન લેઈટ થાય તેવી ધારણાં છે. લેઈટ ખરીફનો પાક તૈયાર હતો, તેની ઉપર પાણી પડવાને કારણે ક્વોલિટીને અસર પડી રહી છે. નાશીકમાં તો ડુંગળીનાં પાકમાં મોટો બગાડ થયો હોવાનાં અહેવાલ આવી રહ્યાં છે.ડુંગળીનાં વેપારીઓ કહે છેકે નવી આવકો હજી પૂરજોશમાં ચાલુ નહીં થાય ત્યાં સુધી બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે.
જેવી આવકો વધશે તેવા ભાવ ફરી નીચા આવી જાય તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે. ડુંગળીનાં ભાવ આગામી પંદર દિવસમાં ફરી ઘટીને રૂ.૪૦૦ની અંદર આવી શકે છે. નબળી ક્વોલિટી રૂ.૧૦૦ની અંદર જ પ્રતિ મણ ખપવાની છે.
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1300 | 2010 |
મગફળી | 900 | 1095 |
ઘઉં | 395 | 493 |
જીરું | 2305 | 3315 |
તલ | 1585 | 2115 |
બાજરો | 443 | 457 |
તુવેર | 988 | 1186 |
તલ કાળા | 1630 | 2455 |
ચણા | 665 | 940 |
મેથી | 1000 | 1065 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 2031 |
જીરું | 2351 | 3411 |
ઘઉં | 400 | 436 |
એરંડા | 1051 | 1221 |
તલ | 1551 | 2151 |
ચણા | 800 | 946 |
મગફળી જીણી | 800 | 1196 |
મગફળી જાડી | 780 | 1181 |
લસણ | 131 | 421 |
સોયાબીન | 1031 | 1231 |
તુવેર | 551 | 1351 |
મગ | 751 | 1491 |
અડદ | 226 | 1381 |
મરચા સુકા | 551 | 3251 |
ઘઉં ટુકડા | 402 | 526 |
શીંગ ફાડા | 911 | 1411 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 400 | 435 |
ઘઉં ટુકડા | 410 | 452 |
ચણા | 770 | 952 |
અડદ | 800 | 1330 |
તુવેર | 1080 | 1319 |
મગફળી ઝીણી | 800 | 1144 |
મગફળી જાડી | 750 | 1109 |
સિંગફાડા | 950 | 1250 |
તલ | 1750 | 2150 |
તલ કાળા | 1900 | 2418 |
ધાણા | 1500 | 2050 |
મગ | 1000 | 1450 |
સોયાબીન | 1000 | 1311 |
અજમો | - | - |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1480 | 1985 |
ઘઉં લોકવન | 401 | 428 |
ઘઉં ટુકડા | 411 | 478 |
જુવાર સફેદ | 355 | 591 |
બાજરી | 285 | 421 |
તુવેર | 1065 | 1245 |
મગ | 1040 | 1485 |
મગફળી જાડી | 931 | 1140 |
મગફળી ઝીણી | 910 | 1122 |
એરંડા | 1172 | 1228 |
અજમો | 1250 | 2060 |
સોયાબીન | 1150 | 1270 |
કાળા તલ | 1800 | 2450 |
લસણ | 215 | 382 |
ધાણા | 1554 | 1771 |
મરચા સુકા | 900 | 3100 |
જીરૂ | 2925 | 3315 |
રાય | 1400 | 1570 |
મેથી | 1080 | 1190 |
ઈસબગુલ | 1690 | 2185 |
ગુવારનું બી | 1150 | 1182 |
મોરબી માર્કેટ યાર્ડ:
`વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1451 | 1973 |
ઘઉં | 403 | 475 |
જીરું | 2350 | 3200 |
ચણા | 852 | 892 |
તલ | 1426 | 2050 |
મગફળી ઝીણી | 800 | 1258 |
તલ કાળા | 1200 | 2100 |
અડદ | 436 | 1336 |