BoB360: જ્યારે પણ બચતની વાત થાય છે ત્યારે ફિક્સ્ડ ડિપોઝિટનું નામ ચોક્કસપણે આવે છે. ફિક્સ્ડ ડિપોઝિટમાં તમારું રોકાણ સલામત છે, અને તમને ખાતરીપૂર્વકનું વળતર પણ મળે છે. જો તમે પણ FDમાં રોકાણ કરવા માંગો છો તો આ તમારા માટે ઉપયોગી સમાચાર છે. ખરેખર, જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ નવી વિશેષ FD સ્કીમ 'BoB360' લોન્ચ કરી છે.
બેંકના હાલના અને નવા ગ્રાહકો કોઈપણ શાખામાં BoB360 ડિપોઝીટ સ્કીમ ઓનલાઈન અથવા મોબાઈલ એપની મદદથી ખોલી શકે છે. આ વિશેષ એફડી દરો રૂ. 2 કરોડથી ઓછીની એફડી પર છે. આ નવી યોજના 15 જાન્યુઆરી, 2024થી અમલમાં આવી છે. તમને જણાવી દઈએ કે બેંક ઓફ બરોડાએ 29 ડિસેમ્બર 2023ના રોજ કેટલીક એફડી પર વ્યાજ વધાર્યું હતું.
આ પણ વાંચો: બેંક ઓફ બરોડામાં ખાતું હોય તો મળશે 10 લાખ રૂપિયા, ઓછા વ્યાજે મળશે પર્સનલ લોન
BoB360 સ્કીમમાં 7.6 ટકા સુધી વ્યાજ મળશે
બેંક ઓફ બરોડાની ખાસ FD સ્કીમ BoB360 એ સામાન્ય નાગરિકો અને વરિષ્ઠ નાગરિકોને અનુક્રમે 7.10 ટકા અને 7.60 ટકાના વ્યાજ દરે વિશેષ FD ઓફર કરી છે. આ FD 360 દિવસ માટે છે. તમે આ FDમાં ઓછામાં ઓછા 1,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં વધુમાં વધુ 2 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.
સામાન્ય ગ્રાહકો માટે બેંક ઓફ બરોડા એફડી દરો
7 દિવસથી 14 દિવસ - 4.25 ટકા
15 દિવસથી 45 દિવસ - 4.50 ટકા
46 દિવસથી 90 દિવસ - 5.50 ટકા
91 દિવસથી 180 દિવસ - 5.60 ટકા
181 દિવસથી 210 દિવસ - 5.75 ટકા
211 દિવસથી 270 દિવસ - 6.15 ટકા
271 દિવસ અને તેથી વધુ અને 1 વર્ષથી ઓછા - 6.25 ટકા
1 વર્ષ - 6.85 ટકા
1 વર્ષથી 400 દિવસથી વધુ - 6.75 ટકા
400 દિવસથી વધુ અને 2 વર્ષ સુધી - 6.75 ટકા
2 વર્ષથી વધુ અને 3 વર્ષ સુધી - 7.25 ટકા
3 વર્ષથી વધુ અને 5 વર્ષ સુધી - 6.50 ટકા
5 વર્ષથી 10 વર્ષથી વધુ - 6.50 ટકા
10 વર્ષથી વધુ (કોર્ટ ઓર્ડર સ્કીમ) – 6.25 ટકા
399 દિવસ (બરોડા ત્રિરંગો પ્લસ ડિપોઝિટ સ્કીમ) – 7.16 ટકા