છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ક્રેડિટ કાર્ડ (Credit Card) ના ઉપયોગમાં ઘણો વધારો થયો છે. પરંતુ બેંકો દરેક વ્યક્તિને ક્રેડિટ કાર્ડ નથી આપતી. બીજી તરફ કોરોના મહામારી ના કારણે બેંકો પણ તકેદારી રાખી દરેક ને ક્રેડિટ કાર્ડ નથી આપતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ હાલમાં જાહેર કરેલા આંકડાઓ મુજબ ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં કુલ 5.49 લાખ નવા ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે. જો કે આ આંકડા ગત વર્ષ કરતાં 47 ટકા ઓછા છે. જ્યારે જાન્યુઆરી મહિના ની તુલનામાં આ આંકડામાં 22 ટકાનો ઘટાડો થયો છે.
ક્રેડિટ કાર્ડમાં ઘટાડો થયો છે તેનું મુખ્ય કારણ કોવિડ 19 મહામારી છે. સર્વે મુજબ આ વર્ષે ફેબ્રુઆરી માં દેશમાં કુલ 6.16 કરોડ ક્રેડિટ કાર્ડ છે. જ્યારે ડિસેમ્બર 2020 ના અંત સુધીમાં કુલ આંકડો 6.03 કરોડ હતો. ઘણી બેંકો ફિક્સ ડિપોઝિટ ના આધારે ક્રેડિટ કાર્ડ બહાર પાડે છે, જે સિકયોર ક્રેડિટ કાર્ડ હોય છે. ખરેખર બેંકો બે પ્રકારના ક્રેડિટ કાર્ડ બહાર પાડે છે પ્રથમ અનસીક્યોર કાર્ડ અને બીજું સીકયોર ક્રેડિટ કાર્ડ.
આ પણ વાંચો: રાજ્ય સરકાર દ્વારા 2 મોટાં નિર્ણય: લેવાયો ITI અને RTO માં લાઇસન્સ માટેનો નિર્ણય
અનસિક્યોર ક્રેડિટ કાર્ડ શું છે?
આ કેટેગરી માં આવતા ક્રેડિટ કાર્ડ હિસ્ટ્રી વાળા અને બેંકમાં સારા એવા ગ્રાહકો હોય છે. બેંક તેને આ ક્રેડિટ કાર્ડ ઑફર કરે છે. બેંક બધાને અનસિક્યોર ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ નથી કરતી એટલે કે લોકોની કોઈ ક્રેડિટ હિસ્ટ્રી નથી તો તેને આ ક્રેડિટ કાર્ડ આપવામાં આવતું નથી.
સિક્યોર ક્રેડિટ કાર્ડ શું છે?
આ ક્રેડિટ કાર્ડ એવું છે જેમાં સામાન્ય રીતે કોઈ ક્રેડિટ હિસ્ટ્રી ની જરૂર હોતી નથી. બેંક ફિક્સ ડિપોઝિટ (fixed deposit - FD) ના બદલામાં આવા ક્રેડિટ કાર્ડ બહાર પાડે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે શું તમારે સરળતા થી મળતા સિક્યોર ક્રેડિટ કાર્ડનો લાભ લેવો જોઈએ? જે તેમને તમારા બેંકમાં રહેલી ફિક્સ ડિપોઝિટ (fixed deposit - FD) ના બદલામાં મળે છે. સિક્યોર ક્રેડિટ કાર્ડનો ઓપ્શન ઓછી આવક ધરાવતા અને ખરાબ ક્રેડિટ હિસ્ટ્રી ધરાવતા લોકો માટે હોય છે. સિક્યોર ક્રેડિટ કાર્ડનો ફિક્સ ડિપોઝિટ (FD) ના બદલામાં મળતા હોવાથી આ ક્રેડીટ કાર્ડ ઝડપથી મળી જાય છે. સામાન્ય રીતે ઓછી આવક વાળા અથવા ખરાબ હિસ્ટ્રી વાળા લોકો માટે આ એક સરસ ઓપ્શન છે.
આ પણ વાંચો: કોવેક્સીન અને કોવિશીલ્ડ વચ્ચે શું તફાવત? કઈ રસી વધુ અસરકારક? જાણો બન્ને રસીની સંપુર્ણ માહિતી
સિક્યોર ક્રેડિટ કાર્ડની રિકવરી FD માંથી થઈ શકે છે.
સિક્યોર ક્રેડિટ કાર્ડ ની સૌથી મોટી ખામી એ છે કે જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા થતા ખર્ચ ચૂકવવામાં નિષ્ફળ જાવ તો તમારે બાકી રહેલી રકમ વ્યાજ સાથે ચૂકવવી પડશે. જો તમને આપેલા મર્યાદિત સમયમાં વ્યાજ સહિતની રકમ ન ચૂકવી શકો તો બેંક આ રકમ તમારા ફિક્સ ડિપોઝિટ માંથી કાપી લેશે.