ગુજરાત સરકારે કિલોએ બે રૂપિયાની સહાય જાહેર કરી હોવા છત્તા ડુંગળીની બજારમાં કોઈ અસર નથી. બીજી તરફ સરકારી એજન્સી નાફેડ દ્વારા ગુજરાતમાં ઈન્ડિયાએગ્રોનાં નેજા હેઠળ ડુંગળીની બજાર ભાવથી ભાવનગરમાંથી ખરીદી થઈ રહી છે, પરંતુ તેની કોઈ મોટી અસર થાય તેવી સંભાવના નથી. ગુજરાત કેકેન્દ્રનાં આ પગલાથી ડુંગળીનાં ભાવમાં સુધારાની ધારણા નથી. જાણકારો કહે છેકે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર સરેરાશ સબસિડી આપવી જોઈએ, જેથી જો નિકાસ વધારે થસે તો બજારમાં સુધારની ધારણા છે.
ડુંગળી આમ તો ગરીબોની કસ્તુરી કહેવાય છે, પણ સમયના પરિવર્તન સાથે ડુંગળી ગજબની ચીજ છે. ગરીબના ઝુપડા થી તવંગરના મહેલમાં ડુંગળીનો દડો સ્થાન પામ્યો છે. ડુંગળી ક્યારેક ખેડૂતને હસાવે તો ખાનારને રડાવે. ઉલ્ટુંક્યારેક ખાનારને હસાવે તો ખેડૂતને રાતા પાણીએ રડાવે. એ એનો બજારૂ સ્વભાવ છે
આ પણ વાંચો: મોટા ફેરફાર: જાણો કાલથી શું શું બદલાશે અને તમારા ખિસ્સા ઉપર કેટલી અસર પડશે ?
ગોંડલમાં લાલ ડુંગળીની શુક્રવારે ૧૨૮૫૦ થેલાની આવક સામે ભાવ રૂ.૨૬થી ૧૯૧નાં હતાં. જ્યારે સફેદમાં ૮૧૩૦ થેલાની આવક સામે ભાવ રૂ.૭૭થી ૧૩૧નાં હતા.
રાજકોટમાં લાલ ડુંગળીની ૧૫૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૩૭થી ૧૭૫નાં હતાં.
કેવા રહેશે ભાવ: મહુવામાં લાલ ડુંગળીની ૧૯૫૦૦ થેલીની આવક સામે ભાવ રૂ.૪૫થી ૨૦૦ અને સફેદમાં ૧.૨૮ લાખ થેલીની આવક સામે ભાવ રૂ.૮૨થી ૧૭૪નાં ભાવ હતાં.લાલની તુલનાએ સફેદની આવકો વધારે છે અને તેમાં લેવાલી પણ ઓછી હોવાથી તેનાં ભાવ સરેરાશ નીચા ક્વોટ થઈ રહ્યા છે. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં ભાવ સુધરે તેવા કોઈ ચાન્સ દેખાતા નથી.
આ પણ વાંચો: BoB જૂના ખાતા ધારકો માટે ખુશ ખબર: 1મેં થી લાગુ થશે નવી સુવિધા, જાણો કેટલો ફાયદો?
આગામી દિવસોમાં ખાદ્યતેલ અને ખોળ મજબૂત રહેશે તો મગફળીનાં ભાવ હજી મજબૂત રહે તેવી ધારણાં છે. દરમિયાન નાફેડ પાસે ૨૦૨૧ની ખરીફ સિઝનની ૯૫ હજાર ટન મગફળીનું સોમવારથી ઓક્શન શરૂ થશે.
આ વર્ષે ભાવ ?: આ દરમિયાન સાવરકુંડલામાં નવી ઉનાળુ મગફળીની આવકનાં આંજે શ્રીગણેશ થયા હતા અને ૧૨૦૦ કિલો મગફળી આવી હતી અને ભાવ મુહૂર્તમાં રૂ.૧૩૫૧નાં બોલાયાં હતાં. જોકે આગામી દિવસોમાં મગફળીની આવકો કેટલી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. સરેરાશ આ વર્ષે ઊંચા ભાવની સંભાવનાં છે.
આ પણ વાંચો: આધાર કાર્ડ કેટલા પ્રકારના હોય છે તે તમે જાણો છો ? ન જાણતા હોવ તો જાણી લો.
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | આવક (ક્વિન્ટલ) | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|---|
કપાસ બીટી | 1600 | 1810 | 2492 |
ઘઉં લોકવન | 550 | 434 | 485 |
ઘઉં ટુકડા | 1600 | 440 | 529 |
જુવાર સફેદ | 80 | 380 | 605 |
બાજરી | 30 | 285 | 430 |
તુવેર | 540 | 935 | 1175 |
ચણા પીળા | 0 | 880 | 915 |
અડદ | 350 | 800 | 1375 |
મગ | 280 | 1150 | 1350 |
વાલ દેશી | 50 | 975 | 1660 |
ચોળી | 20 | 950 | 1641 |
વટાણા | 600 | 900 | 1400 |
કળથી | 20 | 875 | 980 |
સિંગદાણા | 20 | 1725 | 1800 |
મગફળી જાડી | 1400 | 1051 | 1345 |
મગફળી ઝીણી | 700 | 1021 | 1280 |
સુરજમુખી | 100 | 1070 | 1300 |
એરંડા | 900 | 1300 | 1403 |
અજમા | 20 | 1575 | 2005 |
સોયાબીન | 150 | 1330 | 1440 |
લસણ | 550 | 170 | 520 |
ધાણા | 250 | 2220 | 2280 |
વરીયાળી | 1000 | 1650 | 1978 |
જીરું | 460 | 3530 | 4116 |
રાય | 500 | 900 | 1300 |
મેથી | 1250 | 890 | 1280 |
ઇસબગુલ | 20 | 2050 | 2310 |
રાયડો | 400 | 1170 | 1270 |
ગુવારનું બી | 100 | 1144 | 1175 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
જુવાર | 525 | 570 |
બાજરી | 420 | 445 |
ઘઉં | 400 | 518 |
મગ | 1100 | 1310 |
અડદ | 300 | 700 |
તુવેર | 600 | 1050 |
વાલ | 800 | 1500 |
મેથી | 900 | 1155 |
ચણા | 800 | 1076 |
મગફળી ઝીણી | 1000 | 1240 |
મગફળી જાડી | 950 | 1267 |
એરંડા | 1300 | 1387 |
રાયડો | 1000 | 1295 |
લસણ | 100 | 500 |
કપાસ | 1840 | 2200 |
જીરું | 2750 | 4000 |
અજમો | 1600 | 2885 |
ધાણા | 1400 | 2350 |
ધાણી | 1500 | 2400 |
મરચા | 500 | 2450 |
વટાણા | 800 | 1215 |
કલ્નજી | 2000 | 2950 |
જામજોધપુર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગફળી ઝીણી | 1000 | 1250 |
મગફળી જાડી | 1105 | 1325 |
કપાસ | 1800 | 2500 |
જીરું | 2500 | 4031 |
એરંડા | 1300 | 1390 |
તુવેર | 1050 | 1206 |
ધાણા | 2050 | 2351 |
ઘઉં | 400 | 500 |
બાજરો | 250 | 286 |
મગ | 1250 | 1381 |
ચણા | 850 | 900 |
અડદ | 600 | 1216 |
રાયડો | 1100 | 1276 |
મેથી | 1050 | 1136 |
સોયાબીન | 1200 | 1401 |
સુરજમુખી | 900 | 1276 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ | સામાન્ય ભાવ |
---|---|---|---|
ઘઉં | 422 | 506 | 486 |
જીરું | 2211 | 4001 | 3711 |
એરંડા | 1201 | 1401 | 3711 |
રાયડો | 1000 | 1301 | 1251 |
ચણા | 831 | 906 | 881 |
મગફળી ઝીણી | 945 | 1441 | 1231 |
મગફળી જાડી | 850 | 1411 | 1251 |
ડુંગળી | 16 | 161 | 116 |
ધાણા | 1401 | 2491 | 2291 |
તુવેર | 751 | 1201 | 1111 |
મગ | 676 | 1331 | 1261 |
મેથી | 501 | 1161 | 1021 |
રાઈ | 500 | 1341 | 1221 |
મરચા સુકા | 3401 | 5101 | 3401 |
ઘઉં ટુકડા | 444 | 576 | 494 |
શીંગ ફાડા | 1101 | 1671 | 1576 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 440 | 485 |
ઘઉં ટુકડા | 450 | 479 |
ચણા | 750 | 900 |
તુવેર | 1000 | 1250 |
મગફળી ઝીણી | 900 | 1265 |
મગફળી જાડી | 900 | 1300 |
સિંગફાડા | 1200 | 1585 |
તલ | 1650 | 2000 |
તલ કાળા | 1500 | 2075 |
જીરું | 2600 | 3900 |
ધાણા | 1800 | 2472 |
મગ | 900 | 1201 |
સોયાબીન | 1160 | 1430 |
મેથી | 800 | 1050 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1800 | 2430 |
ઘઉં | 472 | 622 |
મગફળી ઝીણી | 950 | 1290 |
જીરું | 2440 | 4090 |
બાજરો | 401 | 481 |
એરંડા | 1325 | 1388 |
રાયડો | 1126 | 1263 |
ચણા | 700 | 901 |
વરીયાળી | 1815 | 1815 |
ધાણા | 2100 | 2350 |
અડદ | 700 | 1102 |
મેથી | 989 | 1024 |
સુવા | 1310 | 1350 |
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1670 | 2625 |
મગફળી | 1050 | 1190 |
ઘઉં | 438 | 572 |
જુવાર | 350 | 591 |
તલ | 1600 | 1825 |
તલ કાળા | 1550 | 2250 |
જીરું | 2275 | 4335 |
ચણા | 860 | 930 |
મેથી | 800 | 1027 |
ધાણા | 1501 | 2155 |
તુવેર | 450 | 1105 |
એરંડા | 1200 | 1356 |
વરીયાળી | 1830 | 2030 |