કામની જાણકારી /  શું તમે પણ ઓનલાઈન છેતરપીંડી (ફ્રોડ) નો શીકાર થયા છો? તો આ રીતે નોંધાવો તમારી ફરિયાદ

કામની જાણકારી / શું તમે પણ ઓનલાઈન છેતરપીંડી (ફ્રોડ) નો શીકાર થયા છો? તો આ રીતે નોંધાવો તમારી ફરિયાદ

ભારતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ઓનલાઈન છેતરપિંડીનાં કેસો સતત વધી રહ્યા છે. સસ્તી ઓફરો, જૂના મોબાઈલ ફોન અને નોકરીની લાલચમાં લોકો ઓનલાઈન છેતરપિંડીનો શિકાર થાય છે. છેતરપિંડી થયા બાદ લોકોને ઘણીવાર એવી સમસ્યાનો સામનો કરવો પડે છે કે તેની ફરિયાદ ક્યાં કરવી? તેની જાણકારી તમને આ લેખમાં  જણાવીશું.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ડિજીટલ ટ્રાન્જેક્શન ને વધુ સુરક્ષિત બનાવવા માટે સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે. જો હવે તમે કોઈ પણ ઓનલાઈન છેતરપિંડીનો શિકાર થાવ છો તો તમે 155260 પર કોલ કરી શકો છો. આ નંબરની મદદથી લોકો સરળતાથી પોતાની ફરિયાદ નોંધાવી શકશે.

આ પણ વાંચો: પેટ્રોલમાં જોરદાર વધારો, આખરે ક્યારે ઘટશે ભાવ, શું તમારા જિલ્લામાં ભાવ 100 રૂપિયા પહોંચ્યો?

હેલ્પલાઇન નંબર 155260:- ઓનલાઈન ફ્રોડ સબંધિત કેસ માટે પીડિતને 155260 પર ફરિયાદ કરવી પડશે. જેવી રીતે 112 હેલ્પલાઇન નંબર સાયબર ફ્રોડનો શીકાર થયેલા લોકોની તાત્કાલિક મદદ માટે થતો હતો, એ જ રીતે આ નંબર પણ ઇમરજન્સી માં મદદ કરશે. 155260 હેલ્પલાઇન નંબર પર ડાયલ કરવાથી તાત્કાલિક સમસ્યાનું સમાધાન થશે. 

ઓનલાઈન છેતરપિંડીનો શીકાર થયેલ વ્યકિતએ પોલિસ અધિકારી દ્વારા મેનેજ હેલ્પલાઇન નંબર પર ફોન કરવો પડશે. જો છેતરપિંડી થયાને 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે તો એ વ્યકિતએ રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રીપોર્ટીંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવાની રહેશે.

હાલના સમયમાં હેલ્પલાઇન નંબર અને તેના રીપોર્ટીંગ પ્લેટફોર્મમાં તમામ બેંકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પંજાબ નેશનલ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, યુનિયન બેંક, ICICI, Axis, HDFC, YES BANK અને કોટક મહિન્દ્રા બેંકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન નંબરમાં Phonepe, Flipkart, Paytm, Amazon વગેરે ડિજીટલ પ્લેટફોર્મ ને પણ જોડવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: PMJDY / જન ધન ખાતાધારકો માટે મોટાં સમાચાર: હવે ગ્રાહકોને ઘરે બેઠાં જ મળશે આ સુવિધાનો લાભ

આ રાજ્યોમાં શરૂ થયો હેલ્પલાઇન નંબર: હાલ આ નંબર ની શરૂઆત 7 રાજ્યોમાં કરવામાં આવી છે. જેમાં દિલ્લી, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થયો છે. આગામી સમયમાં આ સેવા દેશના અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવામાં આવશે.