કપાસ સૌથી મહત્ત્વપૂર્ણ રોકડિયા પાકો પૈકીનો એક છે તથા કપાસની ખેતી કરતાં આશરે 58 લાખ ખેડૂતોને સતત આજીવિકા આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કપાસની ખેતી તથા કોટન પ્રોસિંગ અને વેપાર જેવી સંલગ્ન પ્રવૃત્તિઓમાં 400થી 500 લાખ લોકો સંકળાયેલા હોય છે.
ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં બોટાદ માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1762રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ આજનાં 11 નવેમ્બર 2021 ને ગુરૂવાર નાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1560 | 1735 |
જસદણ | 1000 | 1730 |
બોટાદ | 1030 | 1762 |
જામજોધપુર | 1450 | 1730 |
ભાવનગર | 1050 | 1714 |
જામનગર | 1300 | 1740 |
બાબરા | 1540 | 1750 |
મોરબી | 1101 | 1731 |
હળવદ | 1351 | 1725 |
વિસાવદર | 1290 | 1670 |
તળાજા | 1100 | 1729 |
ઉપલેટા | 950 | 1045 |
લાલપુર | 1260 | 1731 |
હિંમતનગર | 1501 | 1699 |
ધ્રોલ | 1210 | 1699 |
પાલીતાણા | 1160 | 1680 |
હારીજ | 1550 | 1698 |
ધનસુરા | 1500 | 1625 |
વિસનગર | 1100 | 1700 |
વિજાપુર | 1150 | 1701 |
માણસા | 950 | 1722 |
કડી | 1451 | 1701 |
થરા | 1470 | 1685 |
બેચરાજી | 1490 | 1700 |
ચાણસ્મા | 1500 | 1690 |
ઉનાવા | 1026 | 1732 |
શિહોરી | 1435 | 1635 |
સતલાસણા | 1460 | 1630 |
ચાલુ વર્ષે કપાસનુ ઉત્પાદન સારૂ થયુ હતુ પરંતુ ભારે વરસાદ અને ઇયળના ઉપદ્રવના પગલે કપાસનુ ઉત્પાદન ઓછુ થયુ છે. કેટલાક ખેડૂતોએ બે વીણી લીધી હતી અને ત્યારબાદ કપાસનુ ખાસ ઉત્પાદન થાય તેવુ ના જણાતા કપાસ કાઢી લીધો હોવાનુ ચર્ચાય રહ્યુ છે. કપાસ કાઢી કેટલાક ખેડૂતોએ ડુંગળીનુ વાવેતર કર્યુ હોવાનુ જાણવા મળેલ છે. દર વર્ષે એક વીધે ર૦ થી ૩૦ મણ કપાસ ઉતરતો હોય છે, જેની સરખામણીએ ચાલુ વર્ષે ૪-પ મણ કપાસ જ ઉતર્યો હોવાનુ જણાય રહ્યુ છે.
હાલ કપાસના ભાવ પણ ખેડૂતોને સારા મળી રહ્યા છે. આગામી દિવસોમાં કપાસની આવક ઘટશે તો કપાસના ભાવ વધવાની શકયતા છે તેમ જાણકારો જણાવી રહ્યા છે તેથી ખેડૂતોને ભાવની ચિંતા રહેશે નહી તેમ ચર્ચાય રહ્યુ છે. ચાલુ વર્ષે કપાસનુ ઉત્પાદન ઓછુ થયુ છે તેથી હાલ ભાવ જળવાય રહ્યા છે. આગામી દિવસોમાં કપાસની આવક પર ભાવનો આધાર રહેલો છે.