જગતનો તાત ખેડૂત જગતનું ભરણપોષણ તો કરી દે છે પણ પોતાનું ભરણપોષણ કરી શકતા નથી. ખેડૂતોને કોઈ બીજાના ભરોસે રહેવું પસંદ નથી પણ કુદરતની સાથે સાથે સરકાર પણ ખેડૂતો સાથે ગોલમાલ કરી રહી છે ત્યારે ખેડૂતે સરકારની મદદ લેવી પડે છે.
ખેડૂતોને ખ્યાલ રહેતો નથી કે તેનો પાક ક્યારે ઉગાડવો જો પહેલા ઉડાડે તો વરસાદ ન થાય અને જો મોડું કરે તો પહેલા જ વરસાદ પડી જાય. આમ કુદરત ખેડૂતો સાથે ગોલમાલ કરે છે ત્યારે સરકાર પણ ખેડૂતો સાથે મોટાપાયે ગોલમાલ કરી રહી છે. એક તો માંડ માંડ ખેડૂતોએ પાક ઉગાડયો હોય અને પાક ઊગી જાય એટલે સરકારે એનો ભાવ ઘટાડી દે છે. આમ ખેડૂતોએ ઓછા ભાવે પોતાનો પાક વહેંચવો પડે છે અને આ જ પાક સંગ્રહખોરીઓ સંગ્રહ કરી રાખે અને પાક નો ભાવ વધે એટલે વહેંચી દે છે. આમ સરકાર ખેડૂતો સાથે અન્યાય કરે છે.
ખેડૂતો પોતાનો પાક ઉગાડવા લોન લેતા હોય છે અને આ બધા જ કારણોથી લોન ચૂકવી શકતા નથી. ખેડૂતોએ ધાર્યા કરતાં ક્યાંય ઓછા ભાવે પોતાનો પાક વેચવો પડે છે અને લોન ચૂકવી ન શકતા દેવુ વધી જાય છે. આજે દેશના ખેડૂતો પર ૧૬.૫ લાખ કરોડનું દેવું છે ત્યારે ગુજરાતના ખેડૂતો પર ૯૦ હજાર ૬૯૫ કરોડનું દેવું છે. આમ ગુજરાતમાં કુલ ૪૨.૪૫ લાખ ખેડૂતો દેવાદાર છે.
હાલ ખૂબ ચર્ચા ચાલી રહી છે કે સરકાર ખેડૂતોનું દેવું માફ કરશે પરંતુ સાચું જાણવા સંસદમાં કેન્દ્ર સરકારને સવાલ પૂછવામાં આવ્યો કે શું ખરેખર ખેડૂતોનું દેવું માફ કરશે? ત્યારે કેન્દ્ર સરકારે સ્પષ્ટ પણે કહી દીધું કે ખેડૂતોનું દેવું માફ કરવાની કોઈ યોજના નથી. આમ સરકારે ખેડૂતોને સહાય કરવાની ના પાડી દીધી.
સવાલ એ નથી કે શું દેવું માફ કરવું એ સરકારની ફરજ છે? પરંતુ સવાલ એ છે કે જો સરકાર ઉદ્યોગપતિઓના દેવા માફ કરી દેતી હોય તો પછી ખેડૂતોના કેમ નહીં? બસ આ જ સવાલ ખેડૂતો કેન્દ્ર સરકારને કરી રહ્યા છે પરંતુ સરકાર પાસે તેનો કોઈ જવાબ નથી.
ચૂંટણીઓ આવે ત્યારે સરકાર મોટા મોટા વાયદાઓ કરતી હોય છે અને ત્યારે દેવા માફ કરવાની પણ વાત કરતા હોય છે પણ ચૂંટણી જીતતા જ સરકાર પોતાનો રંગ બદલી નાખે છે જેમાં ૧૨ રાજ્યોએ દેવું માફ કરવાની વાત કરી હતી પરંતુ કહ્યું એના કરતાં ક્યાંય ઓછું દેવું માફ કર્યું. જે મુજબ ઉત્તર પ્રદેશમાં ૫૭ હજાર કરોડનું દેવું માફ કરવાનો વાયદો કર્યો હતો જેમાંથી ૩૫ હજાર કરોડ જ માફ કર્યું એવી રીતે મહારાષ્ટ્રમાં ૫૪ હજાર કરોડના બદલે ૩૭ હજાર કરોડ જ માફ કર્યું.