Top Stories
અમેરિકામાં લાખોની નોકરી છોડી ભારતમાં શરૂ કરી ડેરી, આજે છે કરોડોનું ટર્ન ઓવર

અમેરિકામાં લાખોની નોકરી છોડી ભારતમાં શરૂ કરી ડેરી, આજે છે કરોડોનું ટર્ન ઓવર

વર્તમાન સમયમાં યુવાનોને ભણીગણીને વિદેશ જવાનું ઘેલુ લાગ્યું છે. ખાસ કરીને અમેરિકા. તેની પાછળના ઘણા કારણો છે. જેમા સૌથી મહત્ત્વનું કારણ છે પૈસા. કારણ કે અમેરિકામાં ડોલરમાં પગાર મળે છે અને ભારત કરતા અનકે ગણો વધારો પણ હોય છે. એવામાં જો કોઈ અમેરિકામાં સારામાં સારી નોકરી છોડી ભારતમાં પશુપાલન કરવા લાગે તો! તમને નવાઈ લાગશે ને કે પશુ પાલન પાલન માટે અમેરિકાની જોબ છોડી દીધી. પરંતુ આ વાત સાચી છે.

અમે વાત કરી રહ્યા છીએ કિશોર ઈન્દુકુરી નામના યુવકીની કે જેમણે વર્ષ 2009માં અમેરિકામાં નોકરી છોડીને ગાયની ડેરી ખોલવાનું નક્કી કર્યું. કિશોર ઈન્દુકુરીએ આઈઆઈટી ખડગપુરમાંથી એન્જિનિયરિંગ નો અભ્યાસ કર્યો છે. આ પછી કિશોર પીએચડી કરવા અમેરિકા ગયો. આ પછી કિશોરને ઈન્ટેલ જેવી જાણીતી કંપનીમાં કામ કરવાની તક મળી. 6 વર્ષ કામ કર્યા પછી કિશોરને ભારતની યાદ આવી અને હૈદરાબાદમાં રહીને દૂધ વિશે સંશોધન કર્યું જેથી શહેરમાં લોકોને શુદ્ધ દૂધ મળી શકે. તેઓ ભારત પાછા ફર્યા અને ગાયની ડેરી ખોલી.

ડેરી વ્યવસાયનું નવું મોડલ
અમેરિકામાં કરોડોની નોકરી છોડીને ભારતમાં ડેરી ફાર્મનો ધંધો શરૂ કરનાર કિશોરની આવક કરોડોમાં પહોંચી ગઈ છે. હૈદરાબાદમાં સીડ્સ ફાર્મના નામથી શરૂ કરેલ ડેરીમાં ગ્રાહકોને સબસ્ક્રિપ્શનના આધારે ભેળસેળ વિનાનું દૂધ આપવાનું શરૂ કર્યું. કિશોરનો આઈડિયા કામ કરી ગયો અને તેના ગ્રાહકો દિવસેને દિવસે વધતા ગયા.

ડેરીના વ્યવસાયે નવી ઉંચાઈ પ્રાપ્ત કરી

કિશોર સીડ્સ ફાર્મ આજે લગભગ 10,000 ગ્રાહકોને દરરોજ દૂધ પહોંચાડે છે અને વાર્ષિક કરોડોનો બિઝનેસ કરે છે. આજે ઈન્દુકુરી ડેરી 44 કરોડ રૂપિયાની કંપની બની ગઈ છે. કિશોરનું ડેરી ફાર્મ હવે 120 લોકોને રોજગારી આપે છે. સીડ્સ ફાર્મ હવે માત્ર દૂધ જ નહીં પરંતુ દૂધની બનાવટો પણ વેચી રહ્યું છે. આ ડેરી હવે ગાય અને ભેંસના દૂધ સિવાય, ગાયના દૂધનું માખણ, મલાઈ દૂધ, ગાયનું ઘી અને પનીર પણ વેચે છે.

શરૂઆતમાં ખુબ તકલીફો પડી
ઈન્દુકુરીએ જણાવ્યું કે બિઝનેસના શરૂઆતના દિવસો તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતા. બાદમાં કિશોર અને તેના પરિવારે સખત મહેનત કરી. પોતાની બધી બચતથી ડેરીનો વ્યવસાય શરૂ કરનાર ઈન્દુકુરીએ પછીથી ડેરી સ્થાપવા માટે તેના પરિવારની મદદ માંગી. તેમણે રૂ. 1 કરોડ અને બાદમાં રૂ. 2 કરોડના પ્રારંભિક રોકાણ સાથે પોતાનો વ્યવસાય સ્થાપવામાં સફળ રહ્યા. વર્ષ 2018માં તેમણે ડેરી વ્યવસાયને વિસ્તારવા માટે 1.3 કરોડ રૂપિયાની બેંક લોન પણ લીધી હતી. આજે તેમનું કરોડોનું ટર્ન ઓવર છે.