khissu

સોનું 65,000 ઉપર તો ચાંદી 80,000 ઉપર... જ્વેલરી ખરીદવા જવું તો જવું કેમ? જાણો આજના ભાવ

Gold Price Today: બુલિયન માર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. મજબૂત વૈશ્વિક વલણો વચ્ચે સ્થાનિક બજારોમાં સોનાની કિંમતોએ નવા રેકોર્ડ બનાવ્યા છે. આજે 10 ગ્રામ સોનું મોંઘું થયું અને 64,300 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું. જોકે, એક કિલો ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી છે.

પોસ્ટ ઓફિસની આ બે સ્કીમમાં રોકાણ કરીને મહિલાઓ બની ગઈ કરોડપતિ, મળશે ધાર્યા બહારનું વળતર!

દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 450 રૂપિયા વધીને 64,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનના અંતે સોનાનો ભાવ 63,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. અમદાવાદમાં 24 કેરેટ સોનાના એક તોલાના હાલમાં ભાવ 65,295 રૂપિયા બોલાઈ રહ્યા છે.

સસ્તામાં પણ સસ્તો ગેસ સિલિન્ડર મેળવવાનો મોકો, આ રીતે ઘરે બેઠા સીધા આટલા રૂપિયાનો ફાયદો

આજે ચાંદી કેટલી પહોંચી છે?

જોકે, ચાંદીની કિંમત 80,200 રૂપિયા પ્રતિ કિલો પર યથાવત છે. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, " સોનાના ભાવમાં વધારો થયો હતો. વિદેશી બજારોમાં તેજીના વલણને પગલે તે રૂ. 450 મજબૂત થયો હતો અને રૂ. 64,300 પ્રતિ 10 ગ્રામની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો."

બેંક ઓફ બરોડાએ લાખો ગ્રાહકોને કર્યા એલર્ટ! 50 હજારની લાલચ એવી ભારે પડશે કે આખું ખાતું ખાલી થઈ જશે

વૈશ્વિક બજારોમાં સોનામાં તેજી

વૈશ્વિક બજારોમાં સોનું મજબૂત થઈને $2,077 પ્રતિ ઔંસ થયું હતું, જ્યારે ચાંદીની કિંમત ઘટીને $25.40 પ્રતિ ઔંસ થઈ હતી. કોમેક્સ (કોમોડિટી માર્કેટ)માં સ્પોટ સોનું $2,077 પ્રતિ ઔંસ હતું, જે અગાઉના બંધ ભાવ કરતાં US $6 વધુ છે.

અચાનક શું થયું કે બેંકો આપી રહી છે લોકોને ધડાધડ નોકરી... સૌથી વધુ નોકરી આપવાનો રેકોર્ડ તોડી નાખ્યો

કોમેક્સમાં સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું

જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવને કારણે, COMEX માં સોનું સોમવારે નવી સર્વકાલીન ઊંચાઈએ પહોંચ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન તે વધીને US$2,146 પ્રતિ ઔંસ થઈ ગયો હતો.