દેશભરમાં નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે. નવરાત્રિ સાથે 24 કેરેટ સોનું રૂ. 60,000ની સપાટી વટાવી ગયું છે. સ્થાનિક બજારમાં સોનાની માંગ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશના તમામ શહેરોમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
ગયા સપ્તાહે શુક્રવારની સરખામણીએ આ વખતે સોમવારે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં રૂ.500 થી રૂ. 1,000નો વધારો જોવા મળ્યો છે. 22 કેરેટ સોનાનો ભાવ રૂ.55,000ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે અને 24 કેરેટ સોનાનો ભાવ રૂ. રૂ. 60,100 ઉપર ટ્રેડિંગ થતું હતું. ચાંદીનો ભાવ રૂ.74,100 પર ટ્રેડ થઈ રહ્યો છે.
ગુજરાતમાં આજે 61,550 રૂપિયે એક તોલું સોનું વેચાઈ રહ્યું છે
ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો અમેરિકામાં સોનાની કિંમત એક મહિના પહેલા રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ ઘટી રહી છે. ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન હુમલાઓને લઈને વધતી ચિંતાઓ વચ્ચે બુલિયન માર્કેટમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સ્પોટ ગોલ્ડનો ભાવ 0.5 ટકા ઘટીને $1,921.69 પ્રતિ ઔંસ પર છે.
અન્ય ધાતુઓની વાત કરીએ તો ચાંદીનો ભાવ 0.4 ટકા ઘટીને 22.62 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. આ સિવાય પ્લેટિનમ 0.2 ટકા ઘટીને $879.19 પર છે. જ્યારે, પેલેડિયમ $1,147.55 પર છે.