નમસ્કાર મિત્રો, તમે સમાચારમાં જોતા હશો અથવા તો કોઈ પાસે વાત પણ સાંભળી હશે કે આજે સોના ચાંદીના ભાવમાં અધધ વધારો.. એવામાં જો તમે આજે ફ્રી છો અને વિચારી રહ્યા હોવ કે સોનું અથવા ચાંદી ખરીદી લવ, અથવા તો તમારા ઘરમાં લગ્ન પ્રસંગ આવી રહ્યો હોય તો સોનું લેવું પડશે તો આજે તમને આ અઠવાડિયા એટલે કે 1 થી લઈને 6 એપ્રીલ સુધીમાં ભાવમાં કેટલો વધારો થયો છે તો આજે અમે તમને આ માહિતી જણાવીશું, તો આવો જાણીએ વિગતવાર....
આજરોજ 7 એપ્રિલ 2024 ને રવિવાર નો દિવસ છે નોર્મલી લોકોને ખબર હશે કે રવિવારે સોના ચાંદીના ભાવમાં વધારો કે ઘટાડો થતો નથી પરંતુ તેમ છતાં સોના ચાંદીના શુ ભાવ ચાલી રહ્યા છે છેલ્લા એક અઠવાડિયામાં કેટલો વધારો થયો ઘટાડો થયો તેની વિશે આજે અમે માહિતી આપીશું
22 કેરેટ સોનાનો ભાવ 65,400 પ્રતિ 10 ગ્રામની સપાટીએ છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 71,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ છે. આપને જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયાની અંદર 24 કેરેટ સોનામાં 1600 રૂપિયા ઉપરનો વધારો થયો છે.
ચાંદીના ભાવ વિશે વાત કરવામાં આવે તો સાત એપ્રિલ 2024 ના રોજ રવિવાર હોવાથી ચાંદીના ભાવમાં પણ વધારો કે ઘટાડો થયો નથી પરંતુ તેમ છતાં ચાંદી 83,500 પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયું છે. પહેલા એક અઠવાડિયામાં ચાંદીમાં 5500 રૂપિયા નો પ્રતિ કિલોએ વધારો થયો છે