જામનગર જિલ્લામાં શિયાળાની ઋતુમાં ખેડૂતો માટે સારી સીઝનની શરૂઆત છે અને ખરીફ પાક મોટા પ્રમાણમાં ઉતરી રહ્યો છે. ત્યારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે એક જ દિવસમાં 38,500 મણ મગફળી આવી છે તેથી હાપા યાર્ડ ધમધમતું થયું છે.
આ પણ વાંચો: આવતા મહિને થઈ જશે 5 મોટા ફેરફાર, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે
આ ઉપરાંત શિયાળુ પાકમાં ખાસ કરીને ઘઉં, અડદ, સહિતની જણસ ની પણ મોટા પ્રમાણમાં અવક થઈ રહી છે જેમાં ઘઉં 838 મણ, અડદની 462, ચણાની 3518, તલની 1211, રાયડાની 412, લસણની 2805 કપાસની 13230 ભારી, અજમાંની 2646, ડુંગળીની 1188, સુકા મરચા ની 393, સોયાબીનની 798 મણની આવક થઈ છે, જેના કારણે હાપા માર્કેટિંગ યાર્ડ ચીક્કાર ભરાયું છે, અને ખેડૂતોને પણ સારા ભાવ મળી રહ્યા હોવાથી ખુશખુશાલ બની રહ્યા છે.
આ પણ વાંચો: Bank Holiday: ડિસેમ્બર મહિનામાં 13 દીવસ બેંકો રહેશે બંધ
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે 27000 ક્વિન્ટલ અર્થાત્ 1,35,000 મણ મગફળીની ધીંગી આવક થઈ હતી અને માર્કેટ યાર્ડ ફરી એક વાર મગફળીથી ઉભરાયું હતું. તો બીજી તરફ લાલ મરચાંની આવક પણ શરૂ થઈ છે અને આજે 4400 કિલો આવક વચ્ચે ભાવ રૂ।.1600થી સારી ગુણવત્તાના મરચાંના અધધ રૂ।. 5750 નોંધાયા હતા.
બેડી માર્કેટ યાર્ડમાં દિવાળી પછી મગફળીની ધૂમ આવક થઈ રહી છે, અને આવક થયા પછી આશરે એક અઠવાડિયુ યાર્ડના સત્તાધીશોેએ આવક બંધ કરવી પડે છે. તા.૭ નવેમ્બરે 40,500 ક્વિન્ટલ, તા.16 નવેમ્બરે 34,500 ક્વિન્ટલ અને આજે 27,000 ક્વિન્ટલ સહિત આ 18 દિવસમાં ત્રણ વખતમાં 5.10 લાખ મણ આવક થઈ છ જેમાં આશરે સવા બે લાખ ડબ્બા ભરાય એટલું સિંગતેલ નીકળી શકે તેવું અનુમાન છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના યાર્ડોમાં હાલ કપાસ, સોયાબીન, તલી, લસણ વગેરેની આવક પણ નોંધપાત્ર થઈ રહી છે તોશાકભાજી યાર્ડ પણ લીલાછમ્મ તાજા શાકભાજીથી ઉભરાઈ રહ્યા છે અને તેના ભાવ પણ ઘટયા છે.
આ પણ વાંચો: બેંકોના આ નિયમો 12 ડિસેમ્બરથી બદલાશે, નહિ કરી શકો ટ્રાન્ઝેક્શન
આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ
આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1750 | 1850 |
ઘઉં લોકવન | 493 | 527 |
ઘઉં ટુકડા | 504 | 606 |
જુવાર સફેદ | 675 | 791 |
જુવાર પીળી | 380 | 490 |
બાજરી | 295 | 405 |
તુવેર | 1025 | 1415 |
ચણા પીળા | 870 | 935 |
ચણા સફેદ | 1700 | 2531 |
અડદ | 1141 | 1510 |
મગ | 1250 | 1506 |
વાલ દેશી | 1675 | 2150 |
વાલ પાપડી | 2050 | 2450 |
ચોળી | 1100 | 1425 |
મઠ | 1245 | 1550 |
વટાણા | 425 | 900 |
કળથી | 750 | 1090 |
સીંગદાણા | 1600 | 1715 |
મગફળી જાડી | 1050 | 1306 |
મગફળી જીણી | 1070 | 1225 |
તલી | 2880 | 3000 |
સુરજમુખી | 825 | 1180 |
એરંડા | 1335 | 1448 |
અજમો | 1625 | 2005 |
સુવા | 1275 | 1521 |
સોયાબીન | 980 | 1080 |
સીંગફાડા | 1220 | 1570 |
કાળા તલ | 2530 | 2741 |
લસણ | 90 | 265 |
ધાણા | 1640 | 1806 |
મરચા સુકા | 1500 | 5800 |
ધાણી | 1755 | 1855 |
વરીયાળી | 1725 | 2300 |
જીરૂ | 3680 | 4453 |
રાય | 1100 | 1200 |
મેથી | 930 | 1100 |
કલોંજી | 1900 | 2393 |
રાયડો | 1000 | 1170 |
રજકાનું બી | 3250 | 3924 |
ગુવારનું બી | 1110 | 1150 |
ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ
આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 506 | 544 |
ઘઉં ટુકડા | 490 | 600 |
કપાસ | 1601 | 1821 |
શીંગ ફાડા | 1261 | 1521 |
એરંડા | 1286 | 1431 |
તલ | 1751 | 3101 |
જીરૂ | 3201 | 4421 |
કલંજી | 1500 | 2391 |
વરિયાળી | 1526 | 1526 |
ધાણા | 800 | 1871 |
ધાણી | 1000 | 1931 |
મરચા | 1501 | 7101 |
લસણ | 101 | 326 |
ડુંગળી લાલ | 71 | 441 |
બાજરો | 351 | 351 |
જુવાર | 481 | 781 |
મકાઈ | 221 | 441 |
મગ | 900 | 1471 |
ચણા | 816 | 926 |
વાલ | 1076 | 2141 |
અડદ | 801 | 1431 |
ચોળા/ચોળી | 576 | 1371 |
મઠ | 1201 | 1511 |
તુવેર | 701 | 1321 |
સોયાબીન | 951 | 1111 |
રાય | 1101 | 1131 |
તુવેર | 701 | 1371 |
મેથી | 800 | 1131 |
ગોગળી | 961 | 1131 |
વટાણા | 491 | 491 |
જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1615 | 1885 |
અડદ | 900 | 1530 |
ચણા | 825 | 915 |
મગફળી જીણી | 1000 | 1950 |
મગફળી જાડી | 900 | 1200 |
તલ | 2670 | 3000 |
લસણ | 55 | 358 |
જીરૂ | 3035 | 4380 |
અજમો | 1315 | 2385 |
સોયાબીન | 900 | 1086 |
જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ
આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1678 | 1772 |
ચણા | 770 | 917 |
અડદ | 1200 | 1503 |
મગફળી જીણી | 900 | 1690 |
મગફળી જાડી | 900 | 1278 |
તલ | 2150 | 2954 |
જીરૂ | 4005 | 4105 |
ધાણા | 1500 | 1778 |
મગ | 1300 | 1450 |
સોયાબીન | 1000 | 1131 |
મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ
આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 1799 |
મગફળી જાડી | 981 | 1228 |
જુવાર | 623 | 623 |
બાજરી | 410 | 584 |
ઘઉં | 500 | 638 |
મગ | 2076 | 2101 |
સોયાબીન | 682 | 790 |
તલ | 2681 | 2681 |
ડુંગળી | 81 | 465 |
ડુંગળી સફેદ | 110 | 395 |
નાળિયેર (100 નંગ) | 775 | 1704 |