LPG Cylinder Price: ફરી સસ્તો થયો ગેસ સિલિન્ડર, જાણો હવે કેટલા રૂપિયા ઘટ્યા

LPG Cylinder Price: ફરી સસ્તો થયો ગેસ સિલિન્ડર, જાણો હવે કેટલા રૂપિયા ઘટ્યા

દેશનાં મઘ્યમ વર્ગના લોકો માટે સારા સમાચાર છે.  મહિનાના પહેલા દિવસે એટલે કે 1 સપ્ટેમ્બરે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર ઘટાડો કરવામાં આવ્યો છે. તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. આવી સ્થિતિમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 157 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પહેલા મંગળવારે સરકારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

દિલ્હી, કોલકાતા અને મુંબઈ માટે નવા દર
કોમર્શિયલ ગેસ સિલિન્ડરની લેટેસ્ટ કિંમતની વાત કરીએ તો તે હવે 1522.50 રૂપિયા થઈ ગઈ છે. નવા ભાવ આજથી લાગુ થશે.  મતલબ કે હવે દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1680 રૂપિયાને બદલે 1522.50 રૂપિયામાં મળશે. કોલકાતામાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો દર 1082.50 રૂપિયાથી ઘટીને 1635 રૂપિયા થઈ ગયો છે.

તેવી જ રીતે મુંબઈમાં હવે કોમર્શિયલ સિલિન્ડર 1640.50 રૂપિયાના બદલે 1482 રૂપિયામાં મળશે. ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થતાં લોકોને રાહત મળી છે.

ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે
આ પહેલા મંગળવારે મોંઘવારીમાંથી લોકોને રાહત આપતા કેન્દ્ર સરકારે ઘરોમાં ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડર (એલપીજી)ની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ સાથે, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કુલ 400 રૂપિયાની ગેસ સબસિડી મળશે. તેમને અગાઉ રૂ.200ની સબસિડી મળતી હતી.

આ નિર્ણય બાદ દિલ્હીમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત બુધવારથી વધીને 903 રૂપિયા થઈ ગઈ છે.  તે પહેલા 1,103 રૂપિયા હતો. જ્યારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 703 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળી રહ્યો છે.