મગફળીમાં વેચવાલીનાં અભાવે સોમવારે મગફળીના ભાવમાં મણે રૂ.10થી 20નો સુધારો થયો હતો. ગોંડલ અને રાજકોટમાં જ્યારે આવકો શરૂ કરવામા આવે ત્યારે આવકોમાં વધારો થાય છે તે સિવાયનાં સેન્ટરમાં મગફળીની આવકો ઘટવા લાગી છે. ઉત્તર ગુજરાતમાં દશેક દિવસમાં આવકો સાવ ઘટી જાય તેવી ધારણાં છે. હાલ ડીસા-હિંમતનગર જેવા સેન્ટરોમાં મગફળીની 10 હજાર ગુણી ઉપરની આવક છે, જે આગામી દિવસોમાં ઘટી જશે.
ડિસા માર્કેટ યાર્ડમાં પણ મગફળીની આવક સતત ઘટી રહી છે. ગઈકાલે ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીની 15798 ગુણીના વેપાર સાથે રૂ. 1021થી 1307 સુધીના બોલાયા હતા.
ગઈ કાલે ગોંડલમાં જાડી મગફળીની 26414 ગુણીના વેપારો સાથે ભાવ રૂ. 775થી 1231 સુધીના બોલાયા હતા અને ઝીણી મગફળીની 6260 ગુણીના વેપારો સાથે ભાવ રૂ. 850થી 1206 સુધીના બોલાયા હતા. પાલનપુરમાં ઝીણી મગફળીની 9534 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1355 સુધીના બોલાયા હતા. તેમજ હિંમતનગરમાં ઝીણી મગફળીની 19630 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1070થી 1580 સુધીના બોલાયા હતા.
જાડી મગફળીનાં બજાર ભાવની વાત કરીએ તો જાડી મગફળી સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડમાં રૂ. 1350 બોલાયો હતો અને ઝીણી મગફળીનાં બજાર ભાવની વાત કરીએ તો ઝીણી મગફળી સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં રૂ. 1580 બોલાયો હતો.
કાલના (તા. 06/12/2021, સોમવારના) જાડી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 925 | 1172 |
અમરેલી | 931 | 1172 |
સાવરકુંડલા | 1010 | 1161 |
જેતપુર | 901 | 1155 |
પોરબંદર | 925 | 1125 |
વિસાવદર | 905 | 1145 |
મહુવા | 1028 | 1350 |
ગોંડલ | 775 | 1231 |
કાલાવડ | 800 | 1180 |
જામજોધપુર | 850 | 1140 |
ભાવનગર | 1021 | 1100 |
તળાજા | 900 | 1128 |
ભેસાણ | 850 | 1117 |
દાહોદ | 1000 | 1160 |
હળવદ | 950 | 1292 |
જામનગર | 950 | 1080 |
સલાલ | 1000 | 1320 |
કાલના (તા. 06/12/2021, સોમવારના) ઝીણી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 925 | 1172 |
અમરેલી | 951 | 1230 |
કોડીનાર | 1000 | 1250 |
સાવરકુંડલા | 1060 | 1215 |
મહુવા | 748 | 1162 |
ગોંડલ | 850 | 1206 |
કાલાવાડ | 850 | 1200 |
જામજોધપુર | 850 | 1140 |
ઉપલેટા | 800 | 1150 |
ધોરાજી | 901 | 1121 |
વાંકાનેર | 700 | 1319 |
જેતપુર | 801 | 1171 |
તળાજા | 1050 | 1225 |
ભાવનગર | 1000 | 1259 |
મોરબી | 873 | 1262 |
જામનગર | 1000 | 1300 |
બાબરા | 950 | 1121 |
બોટાદ | 1000 | 1140 |
વિસાવદર | 830 | 1060 |
લાલપુર | 700 | 1008 |
હિંમતનગર | 1070 | 1580 |
પાલનપુર | 1000 | 1355 |
તલોદ | 921 | 1463 |
મોડાસા | 950 | 1340 |
ડિસા | 1021 | 1307 |
ધાનેરા | 1000 | 1270 |
ભીલડી | 950 | 1281 |
થરા | 1045 | 1311 |
દીયોદર | 1100 | 1270 |
વડગામ | 1100 | 1300 |