મગફળી-સીંગદાણાની બજારમાં સરેરાશ ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. ઉતર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી આવકો વધી રહી હોવાથી ભાવમાં આજે મણે રૂ. ૫૦થી ૧૦૦નો ઘટાડો જોવા મળ્યો હતો. મગફળીના ભાવ ઘટ્યાં હોવાથી દાણાની બજારમાં પણ ટને રૂ. ૩૦૦૦થી ૫૦૦૦નો ઘટાડો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં નિકાસ વેપારો નીકળશે તો બજારને ટેકો મળે તેવી ધારણાં છે.
ગઈ કાલે ગોંડલમાં જાડી મગફળીની ૨૬ હજાર ગુણીની આવક થઈ હતી અને તેના ભાવ રૂ. ૭૭૦થી ૧૨૯૬ સુધીનાં બોલાયા હતા અને ઝીણી મગફળીની ૪૬૬૬ ગુણીની આવક થઈ હતી અને તેના ભાવ રૂ. ૮૫૦થી ૧૧૬૬ સુધીના બોલાયા હતા. હળવદમાં જાડી મગફળીની ૧૨૩૬૭ ગુણીની આવક સાથે ભાવ રૂ. ૮૦૧થી ૧૨૦૭ સુધીના બોલાયા હતા.
હિંમતનગરમાં ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ૨૨૭૮૫ હજાર ગુણીની આવક સાથે ભાવ રૂ.૧૦૦૦થી ૧૪૦૦ સુધીનાં બોલાયા હતાં. સરેરાશ વેપારો રૂ.૧૩૦૦થી ૧૩૫૦ વચ્ચે થયા હતાં. જ્યારે પાલનપુરમાં ઝીણી મગફળીની ૧૪૯૮૪ ગુણીની આવક સાથે ભાવ રૂ. ૧૦૦૦થી ૧૨૮૦ સુધીના બોલાયા હતા.
કાલના (તા. 13/10/2021, બુધવારના) જાડી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 870 | 1200 |
અમરેલી | 720 | 1025 |
કોડીનાર | 786 | 996 |
જેતપુર | 760 | 1176 |
હળવદ | 801 | 1207 |
વિસાવદર | 820 | 1210 |
કાલાવડ | 710 | 1072 |
ગોંડલ | 770 | 1296 |
જુનાગઢ | 750 | 1068 |
જામજોધપુર | 700 | 1100 |
ભાવનગર | 970 | 1123 |
માણાવદર | 1250 | 1251 |
સલાલ | 1000 | 1300 |
ભેસાણ | 850 | 990 |
દાહોદ | 1100 | 1160 |
કાલના (તા. 13/10/2021, બુધવારના) ઝીણી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 770 | 1188 |
કોડીનાર | 800 | 1200 |
કાલાવડ | 722 | 1152 |
ઉપલેટા | 825 | 980 |
ગોંડલ | 850 | 1166 |
જુનાગઢ | 800 | 1080 |
જામજોધપુર | 800 | 1165 |
જેતપુર | 701 | 1065 |
ધ્રોલ | 900 | 1072 |
જામનગર | 800 | 1141 |
ઈડર | 1050 | 1350 |
હિંમતનગર | 1000 | 1400 |
અમરેલી | 725 | 1100 |
પાલનપુર | 1000 | 1280 |