મગફળીનાં બજારમાં હાલ મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં વેચાવલીનું પ્રમાણ ઓછું હોવાથી ભાવ ટકેલા રહ્યાં હતા. ઉત્તર ગુજરાતના ડીસા અને હિંમતનગરમાં પણ મગફળીની વેચાવલીમાં ઘટાડો થયો હતો. હાલ ખેડુતો પણ મગફળીનું વેચાણ નીચા ભાવે કરવા માંગતા નથી.
મગફળીનાં એક બ્રોકરે જણાવ્યું હતું કે, પિલાણ મગફળીનાં ભાવ ખાંડીનાં રૂ.20000થી 22500 વચ્ચે ક્વોટ થઈ રહ્યાં છે અને આ ભાવથી પણ પૂરતી માત્રામાં વેચવાલી થતી નથી. આગામી દિવસોમાં જો મગફળીની બજારમાં વેચવાલી નહીં આવે તો મગફળીના ભાવ મજબૂત રહે તેવી ધારણાં છે.
ગઈ કાલના જાડી મગફળીના વેપારોની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં 24274 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 775 થી રૂ. 1171 સુધીના બોલાયા હતા. ગોંડલ માર્કેટ સિવાય અમરેલી, મહુવા, જામજોધપુર અને હળવદમાં 5000 ગુણી ઉપરના વેપારો થયા હતા. અમરેલીમાં જાડી મગફળીના ભાવ 900થી 1132, મહુવામાં 1040થી 1214, જામજોધપુરમાં 800થી 1110 અને હળવદમાં 851થી 1270 સુધીના બોલાયા હતા.
ગઈ કાલના ઝીણી મગફળીના વેપારોની વાત કરીએ તો જામનગર માર્કેટ યાર્ડમાં 25000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1340 સુધીના બોલાયા હતા તથા હિંમતનગર માર્કેટ યાર્ડમાં 17060 ગુણીના વેપાર સાથે ભાવ રૂ. 1050થી 1530 સુધીના બોલાયા હતા. જામનગરઅને હિંમતનગર સિવાય ગોંડલ, પાલનપુર અને ભીલડીમાં 6000 ગુણી ઉપરના વેપારો થયા હતા.
જાડી મગફળીના સૌથી ઉંચા બજાર ભાવ વાત કરીએ તો સલાલ માર્કેટિંગ યાર્ડમાં રૂ. 1352 સુધીની બોલાયો હતો અને ઝીણી મગફળી સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં રૂ. 1530 સુધીનો બોલાયો હતો.
ગઈ કાલના (તા. 16/12/2021, ગુરૂવારના) જાડી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 917 | 1148 |
અમરેલી | 900 | 1132 |
સાવરકુંડલા | 890 | 1125 |
જેતપુર | 901 | 1151 |
પોરબંદર | 905 | 1125 |
ગોંડલ | 775 | 1171 |
કાલાવડ | 701 | 1100 |
જામજોધપુર | 800 | 1110 |
ભાવનગર | 925 | 1085 |
જુનાગઢ | 800 | 1130 |
ભેસાણ | 850 | 1070 |
દાહોદ | 1000 | 1160 |
હળવદ | 851 | 1270 |
જામનગર | 950 | 1052 |
સલાલ | 1100 | 1352 |
તળાજા | 1100 | 1321 |
ગઈ કાલના (તા. 16/12/2021, ગુરૂવારના) ઝીણી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 910 | 1177 |
અમરેલી | 1010 | 1116 |
કોડીનાર | 1010 | 1189 |
સાવરકુંડલા | 950 | 1261 |
મહુવા | 915 | 1164 |
ગોંડલ | 820 | 1221 |
કાલાવાડ | 715 | 1225 |
જામજોધપુર | 900 | 1190 |
ઉપલેટા | 925 | 1165 |
ધોરાજી | 956 | 1116 |
વાંકાનેર | 550 | 1250 |
જેતપુર | 1011 | 1266 |
જુનાગઢ | 850 | 1152 |
ભાવનગર | 1000 | 1264 |
મોરબી | 730 | 1252 |
જામનગર | 1000 | 1360 |
બાબરા | 987 | 1103 |
બોટાદ | 850 | 1090 |
પાલીતાણા | 920 | 1049 |
લાલપુર | 932 | 1040 |
હિંમતનગર | 1050 | 1530 |
પાલનપુર | 1000 | 1346 |
તલોદ | 950 | 1424 |
ધ્રોલ | 810 | 1060 |
ડિસા | 975 | 1271 |
ધાનેરા | 951 | 1275 |
ભીલડી | 1000 | 1270 |
લાખાણી | 1000 | 1161 |
દીયોદર | 950 | 1240 |
વડગામ | 1041 | 1281 |
ઈડર | 1200 | 1480 |