મગફળીની સિઝન શરૂ થતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બે લાખ ગુણીની રેકોર્ડબ્રેક આવક થઈ છે. જુનાગઢ, જામનગરથી લઇ છેક હળવદથી ખેડૂતો મગફળી લઇ ગોંડલ યાર્ડ પંહોચ્યા છે. મગફળી ભરેલા વાહનોની યાર્ડની બન્ને બાજુ અંદાજે પાંચ કિ.મી. લાંબી કતારો જામી હોય જેના લીધે નેશનલ હાઇવે પર ટ્રાફિક ભરચક થવા પામ્યો છે.
ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જાડી મગફળીની 1.70 લાખ ગુણીની આવક થઈ હતી જેમાંથી સોમવારે માત્ર 53થી 54 હજાર ગુણીના વેપારો થયા હતા.
ઈદની રજાને કારણે ગોંડલ અને ઉત્તર ગુજરાતના કેટલાક મોટા મગફળીનાં પીઠાઓમાં ગઈ કાલે રજા હતી, જેને પગલે મગફળીની આવકો સરેરાશ ઓછી જોવા મળી હતી. બીજી બાજુ સીંગદાણામાં નિકાસ વેપારો અને લોકલ તહેવારોની પણ માંગ નીકળી હોવાથી બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીનાં
ભાવમાં મણે રૂ. 10 અને સીંગદાણામાં ટને રૂ. 500થી 1000ની તેજી આવી હતી.
ગઈ કાલે પાલનપુરમાં ઝીણી મગફળીની 26210 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 950થી 1321 સુધીના બોલાયા હતા. હળવદમાં જાડી મગફળીની 14803 ગુણીના વેપારો સાથે ભાવ રૂ. 750થી 1194 સુધીના બોલાયા હતા.
જાડી મગફળીનાં બજાર ભાવની વાત કરીએ તો જાડી મગફળી સૌથી ઉંચો ભાવ તળાજા માર્કેટિંગ યાર્ડમાં રૂ. 1574 બોલાયો હતો અને ઝીણી મગફળીનાં બજાર ભાવની વાત કરીએ તો ઝીણી મગફળી સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં રૂ. 1495 બોલાયો હતો.
કાલના (તા. 20/10/2021, મંગળવારના) જાડી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
પોરબંદર | 875 | 876 |
વિસાવદર | 840 | 1300 |
રાજકોટ | 865 | 1160 |
જામજોધપુર | 700 | 1120 |
તળાજા | 1200 | 1574 |
માણાવદર | 1200 | 1201 |
ભેસાણ | 800 | 1042 |
હળવદ | 750 | 1194 |
ભાવનગર | 1021 | 1164 |
જામનગર | 900 | 1100 |
કાલના (તા. 20/10/2021, મંગળવારના) ઝીણી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તળાજા | 1000 | 1270 |
બાબરા | 870 | 930 |
વડગામ | 1070 | 1161 |
શિહોરી | 1030 | 1125 |
લાખાણી | 1011 | 1099 |
ઉપલેટા | 900 | 1058 |
રાજકોટ | 780 | 1133 |
જામજોધપુર | 850 | 1250 |
ધ્રોલ | 800 | 1000 |
જામનગર | 850 | 1360 |
પાલનપુર | 950 | 1321 |
ધાનેરા | 1000 | 1172 |
ભીલડી | 1000 | 1162 |
ઈકબાલગઢ | 1000 | 1253 |
ડિસા | 1020 | 1262 |
વિસાવદર | 770 | 1010 |
મોરબી | 700 | 1136 |
સતલાસણા | 1050 | 1115 |
ભાવનગર | 925 | 1495 |
ખંભાળીયા | 850 | 1005 |
લાલપુર | 650 | 805 |
થરા | 1041 | 1182 |