મગફળીની બજારમાં ભાવ ધીમે ધીમે આગળ વધી રહ્યાં છે. હાલ મગફળીની વેચાવલીમાં ઘટાડો થવાથી ભાવમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ સર્જાયો હતો. બીજૂ બાજુ સિંગદાણાની માંગ સારી રહેવાથી તેના ભાવ પણ સુધરી રહ્યાં છે, જેના કારણે મગફળી દગો આપે તેવું લાગતુ નથી. જો મગફળીની આવકો વધશે તો જ બજારો ઘટી શકે છે, નહીંતર દિવાળી સુધી મગફળીની બજાર મજબુત રહે તેવી સંભાવના છે.
હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક દિવસ ચાલે તેટલો જથ્થો પડ્યો છે એટલે કે હવે શુક્રવારે એટલે કે આજે રાત્રે નવી આવકો શરૂ કરવાની છે તેથી અહીંયા આજે કેટલી આવક થાય તેના પર બધાની નજર છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગઈ કાલે ગોંડલમાં જાડી મગફળીની 32129 ગુણીના વેપાર સાથે ભાવ રૂ. 800થી 1236 સુધીના બોલાયા હતા અને ઝીણી મગફળીની 11840 ગુણીના વેપાર સાથે રૂ. 840થી 1206 સુધીના બોલાયા હતા.
ડિસા માર્કેટ યાર્ડમાં મગફળીની સતત 70 હજાર ગુણીની આવક થઈ રહી છે. પરંતુ હવે ડિસામાં મગફળીની આવકો 75 હજાર ગુણીથી વધે તેવી સંભાવના હાલ ઓછી દેખાઈ રહી છે. ગઈકાલે ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીની 73983 ગુણીના વેપાર સાથે રૂ. 1050થી 1315 સુધીના બોલાયા હતા.
ગઈ કાલે રાજકોટમાં જાડી મગફળીની 34286 ગુણીના વેપારો સાથે ભાવ રૂ. 875થી 1215 સુધીના બોલાયા હતા અને ઝીણી મગફળીની 25714 ગુણીના વેપારો સાથે ભાવ રૂ. 795થી 1200 સુધીના બોલાયા હતા. પાલનપુરમાં ઝીણી મગફળીની 25195 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1368 સુધીના બોલાયા હતા. તેમજ હિંમતનગરમાં ઝીણી મગફળીની 27135 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1050થી 1470 સુધીના બોલાયા હતા.
જાડી મગફળીનાં બજાર ભાવની વાત કરીએ તો જાડી મગફળી સૌથી ઉંચો ભાવ કાલાવાડ માર્કેટિંગ યાર્ડમાં રૂ. 1434 બોલાયો હતો અને ઝીણી મગફળીનાં બજાર ભાવની વાત કરીએ તો ઝીણી મગફળી સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટિંગ યાર્ડમાં રૂ. 1500 બોલાયો હતો.
કાલના (તા. 21/10/2021, ગુરૂવારના) જાડી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 928 | 1185 |
અમરેલી | 950 | 1156 |
કોડીનાર | 800 | 1008 |
જેતપુર | 951 | 1326 |
જામનગર | 900 | 1145 |
પોરબંદર | 840 | 841 |
વિસાવદર | 842 | 1300 |
કાલાવડ | 700 | 1434 |
ભાવનગર | 1111 | 1181 |
રાજકોટ | 875 | 1215 |
જુનાગઢ | 800 | 1160 |
જામજોધપુર | 750 | 1150 |
માણાવદર | 1200 | 1201 |
સલાલ | 1105 | 1251 |
ભેસાણ | 800 | 1012 |
દાહોદ | 1080 | 1160 |
હળવદ | 801 | 1274 |
સાવરકુંડલા | 875 | 1201 |
ગોંડલ | 800 | 1236 |
કાલના (તા. 21/10/2021, ગુરૂવારના) ઝીણી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 982 | 1182 |
ગોંડલ | 840 | 1206 |
બાબરા | 940 | 1100 |
કોડીનાર | 830 | 1213 |
મોડાસા | 1000 | 1300 |
ભાવનગર | 850 | 1450 |
ડીસા | 1050 | 1315 |
બોટાદ | 900 | 1100 |
કાલાવડ | 750 | 1155 |
લાખાણી | 911 | 1141 |
ઉપલેટા | 880 | 1175 |
રાજકોટ | 795 | 1200 |
જુનાગઢ | 900 | 1275 |
જામજોધપુર | 800 | 1260 |
જેતપુર | 880 | 1221 |
ધ્રોલ | 900 | 996 |
જામનગર | 1240 | 1500 |
ઈડર | 1200 | 1430 |
હિંમતનગર | 1050 | 1470 |
અમરેલી | 873 | 1082 |
પાલનપુર | 1000 | 1368 |
તલોદ | 930 | 1332 |
ધોરાજી | 866 | 1010 |
તલોદ | 930 | 1332 |
ઈકબાલગઢ | 1050 | 1288 |
વિસાવદર | 770 | 1040 |
મોરબી | 725 | 1102 |
વાંકાનેર | 900 | 1271 |
સાવરકુંડલા | 880 | 1302 |