મગફળીની બજારમાં ભાવ ધીમે ધીમે આગળ વધી રહ્યાં છે. હાલ મગફળીની વેચાવલીમાં ઘટાડો થવાથી ભાવમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ સર્જાયો હતો. બીજૂ બાજુ સિંગદાણાની માંગ સારી રહેવાથી તેના ભાવ પણ સુધરી રહ્યાં છે, જેના કારણે મગફળી દગો આપે તેવું લાગતુ નથી. જો મગફળીની આવકો વધશે તો જ બજારો ઘટી શકે છે, નહીંતર દિવાળી સુધી મગફળીની બજાર મજબુત રહે તેવી સંભાવના છે.
મગફળીની વેચાવલી સાવ ઓછી થવા લાગી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આવકોનું પ્રમાણ ગત અઠવાડીયા કરતા 25% જેટલું ઘટી ગયુ છે અને હવે ત્યાં આવકો વધે તેવું દેખાતું નથી. ગોંડલમાં નવી મગફળીની આવકો બુધવારે રાત્રે શરૂ કરી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગઈ કાલે ગોંડલમાં જાડી મગફળીની 24520 ગુણીના વેપાર સાથે ભાવ રૂ. 720થી 1216 સુધીના બોલાયા હતા અને ઝીણી મગફળીની 12166 ગુણીના વેપાર સાથે રૂ. 800થી 1181 સુધીના બોલાયા હતા.
ડિસા માર્કેટ યાર્ડમાં પણ મગફળીની આવક સતત ઘટી રહી છે. ગઈકાલે ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીની 63078 ગુણીના વેપાર સાથે રૂ. 1010થી 1252 સુધીના બોલાયા હતા.
ગઈ કાલે રાજકોટમાં જાડી મગફળીની 38571 ગુણીના વેપારો સાથે ભાવ રૂ. 995થી 1166 સુધીના બોલાયા હતા અને ઝીણી મગફળીની 25714 ગુણીના વેપારો સાથે ભાવ રૂ. 935થી 1137 સુધીના બોલાયા હતા. પાલનપુરમાં ઝીણી મગફળીની 34825 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1235 સુધીના બોલાયા હતા. તેમજ હિંમતનગરમાં ઝીણી મગફળીની 41670 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1350 સુધીના બોલાયા હતા.
જાડી મગફળીનાં બજાર ભાવની વાત કરીએ તો જાડી મગફળી સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રૂ. 1216 બોલાયો હતો અને ઝીણી મગફળીનાં બજાર ભાવની વાત કરીએ તો ઝીણી મગફળી સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં રૂ. 1641 બોલાયો હતો.
કાલના (તા. 27/10/2021, બુધવારના) જાડી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 925 | 1151 |
અમરેલી | 950 | 1119 |
જેતપુર | 725 | 1141 |
જામનગર | 850 | 1060 |
પોરબંદર | 910 | 945 |
વિસાવદર | 853 | 1125 |
કાલાવડ | 800 | 1193 |
ભાવનગર | 1041 | 1107 |
રાજકોટ | 995 | 1166 |
જુનાગઢ | 800 | 1150 |
જામજોધપુર | 600 | 1095 |
માણાવદર | 1240 | 1245 |
સલાલ | 950 | 1185 |
ભેસાણ | 800 | 1070 |
દાહોદ | 1080 | 1160 |
હળવદ | 801 | 1176 |
સાવરકુંડલા | 910 | 1104 |
ગોંડલ | 750 | 1216 |
કાલના (તા. 27/10/2021, બુધવારના) ઝીણી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 922 | 1167 |
ગોંડલ | 800 | 1181 |
બાબરા | 972 | 1098 |
કોડીનાર | 856 | 1150 |
મોડાસા | 900 | 1205 |
ભાવનગર | 880 | 1641 |
ડીસા | 1010 | 1252 |
બોટાદ | 780 | 1155 |
કાલાવડ | 806 | 1206 |
લાખાણી | 900 | 1123 |
ઉપલેટા | 845 | 1075 |
રાજકોટ | 935 | 1137 |
જુનાગઢ | 800 | 1210 |
જામજોધપુર | 800 | 1250 |
જેતપુર | 801 | 1151 |
ધ્રોલ | 895 | 1071 |
જામનગર | 800 | 1495 |
ઈડર | 1120 | 1320 |
હિંમતનગર | 1000 | 1350 |
અમરેલી | 855 | 1067 |
પાલનપુર | 1000 | 1235 |
તલોદ | 1000 | 1350 |
ધોરાજી | 851 | 1021 |
ઈકબાલગઢ | 1050 | 1200 |
વિસાવદર | 1021 | 1245 |
મોરબી | 800 | 1108 |
સાવરકુંડલા | 885 | 1100 |