દિવાળી તહેવારોના કારણે માત્ર બે-ત્રણ દિવસ જ માર્કેટ યાર્ડો ચાલુ રહેવાનાં હોવાથી મગફળીની આવકો ઓછી થશે તેવી સંભાવના છે. હાલ મગફળીની વેચાવલી ધીમી પડી ગઈ છે અને નવી આવકો લાભ પાંચમ પહેલા થવાની નથી.
મગફળીની વેચાવલી સાવ ઓછી થવા લાગી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આવકોનું પ્રમાણ ગત અઠવાડીયા કરતા 25% જેટલું ઘટી ગયુ છે અને હવે ત્યાં આવકો વધે તેવું દેખાતું નથી. ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગઈ કાલે ગોંડલમાં જાડી મગફળીની 26063 ગુણીના વેપાર સાથે ભાવ રૂ. 750થી 1186 સુધીના બોલાયા હતા અને ઝીણી મગફળીની 8429 ગુણીના વેપાર સાથે રૂ. 810થી 1156 સુધીના બોલાયા હતા.
ડિસા માર્કેટ યાર્ડમાં પણ મગફળીની આવક સતત ઘટી રહી છે. ગઈકાલે ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીની 63090 ગુણીના વેપાર સાથે રૂ. 990થી 1271 સુધીના બોલાયા હતા. ગઈ કાલે હિંમતનગરમાં ઝીણી મગફળીની 24040 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1414 સુધીના બોલાયા હતા.
જાડી મગફળીનાં બજાર ભાવની વાત કરીએ તો જાડી મગફળી સૌથી ઉંચો ભાવ તળાજા માર્કેટિંગ યાર્ડમાં રૂ. 1441 બોલાયો હતો અને ઝીણી મગફળીનાં બજાર ભાવની વાત કરીએ તો ઝીણી મગફળી સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટિંગ યાર્ડમાં રૂ. 1560 બોલાયો હતો.
કાલના (તા. 29/10/2021, શુક્રવારના) જાડી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 976 | 1186 |
અમરેલી | 950 | 1112 |
જેતપુર | 810 | 1165 |
જામનગર | 850 | 1070 |
પોરબંદર | 940 | 1100 |
વિસાવદર | 860 | 1120 |
કાલાવડ | 700 | 1137 |
ભાવનગર | 915 | 1127 |
રાજકોટ | 980 | 1129 |
જુનાગઢ | 750 | 1128 |
જામજોધપુર | 950 | 1125 |
માણાવદર | 1165 | 1166 |
સલાલ | 950 | 1175 |
ભેસાણ | 830 | 1050 |
દાહોદ | 1080 | 1160 |
હળવદ | 801 | 1217 |
સાવરકુંડલા | 960 | 1100 |
ગોંડલ | 750 | 1186 |
કોડીનાર | 850 | 1001 |
તળાજા | 1100 | 1441 |
કાલના (તા. 29/10/2021, શુક્રવારના) ઝીણી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 939 | 1166 |
ગોંડલ | 810 | 1156 |
બાબરા | 940 | 1100 |
કોડીનાર | 900 | 1175 |
ભાવનગર | 951 | 1500 |
ડીસા | 990 | 1271 |
બોટાદ | 500 | 1080 |
કાલાવડ | 800 | 1278 |
ઉપલેટા | 820 | 1076 |
રાજકોટ | 930 | 1115 |
જુનાગઢ | 800 | 1172 |
જામજોધપુર | 750 | 1235 |
જેતપુર | 770 | 1181 |
ધ્રોલ | 800 | 1081 |
જામનગર | 800 | 1560 |
ઈડર | 1150 | 1380 |
હિંમતનગર | 1000 | 1414 |
અમરેલી | 800 | 1083 |
પાલનપુર | 1000 | 1246 |
તલોદ | 830 | 1300 |
ધોરાજી | 811 | 1046 |
ઈકબાલગઢ | 950 | 1239 |
વિસાવદર | 1015 | 1225 |
મોરબી | 800 | 1081 |
સાવરકુંડલા | 950 | 1100 |
તળાજા | 900 | 1295 |
વાંકાનેર | 745 | 1280 |
ખંભાળીયા | 860 | 1070 |
લાલપુર | 800 | 940 |
વડગામ | 1031 | 1200 |
થરા | 1000 | 1187 |