કપાસનાં પાકને મહાખતરો, પણ ભાવમાં શું હલચલ મચી? ભાવ વધ્યા કે ઘટ્યા?

કપાસનાં પાકને મહાખતરો, પણ ભાવમાં શું હલચલ મચી? ભાવ વધ્યા કે ઘટ્યા?

ભારતમાં આગામી સિઝનમાં કપાસના બિયારણની તીવ્ર અછત જોવા મળી શકે છે કારણ કે ઉદ્યોગના અનુમાન મુજબ આ વર્ષે ઉત્પાદનમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. નુકસાનને સરભર કરવા માટે વધારે સરપ્લસ નથી. નિવારક નીતિ પગલાં આવતા વર્ષે ઘટતા વાવેતરને ટાળવામાં મદદ કરી શક છે, ે નિષ્ણાતોએ જણાવ્યું હતું.

ખરીફ 2023 દરમિયાન,લગભગ ૪.૮ કરોડ પેકટોની ઉપલબ્ધતા સામે વાસ્તવિક વેચાણ ૪.૪ કરોડ પેકેટ્સ (દરેક 450 ગ્રામના) હતા, એમ ફેડરેશન ઓફ સીડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયાના સલાહકાર રામ કૌંદિન્યાએ જણાવ્યું હતું. ઉદ્યોગે ખરીફ 2022માં ૪.૨ કરોડ પેકેટથી વધીને ૪.૮ કરોડ પેકેટની માંગની અપેક્ષા રાખી હતી.

“ચોમાસાની ઋતુ દરમિયાન લાંબા સૂકા સમયગાળાને કારણે બીજ ઉત્પાદનમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. ઘણી જગ્યાએ અંકુરણ પણ સમસ્યા હતી. બિયારણની ગુણવત્તા માટે, કપાસનો પાક દરેક રીતે સારો હોવો જોઈએ,” કૌંદિન્યાએ કહ્યું.

અમરેલી જિલ્લામા મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ અન્ય જણસનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીનાં 1,451 રૂપિયા ભાવ રહ્યો હતો. અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ 1,250 રૂપિયાથી લઇને 1,441 રૂપિયા બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 4,600 મણ કપાસની આવક થઇ હતી.

કપાસના બજાર ભાવ (11/12/2023)

માર્કેટીંગ યાર્ડ

નિચા ભાવ

ઉચા ભાવ

રાજકોટ12001500
સાવરકુંડલા12501460
જસદણ12001440
બોટાદ12211510
મહુવા11001436
ગોંડલ10011486
જામજોધપુર12501420
ભાવનગર12601424
જામનગર12051505
બાબરા13551525
જેતપુર12111501
વાંકાનેર12001482
મોરબી12501516
રાજુલા12001460
હળવદ12001504
વિસાવદર12001436
તળાજા11501444
બગસરા12001479
જુનાગઢ12501410
ઉપલેટા13001500
માણાવદર13501500
ધોરાજી12561461
વિછીયા12751445
ભેસાણ12001480
ધારી11001466
લાલપુર12051458
ખંભાળિયા13001455
ધ્રોલ13101500
પાલીતાણા11401440
સાયલા13001458
હારીજ14101476
ધનસૂરા12001383
વિસનગર12001481
વિજાપુર12501476
કુંકરવાડા12701438
ગોજારીયા12501435
હિંમતનગર13501457
માણસા11001446
કડી12801458
પાટણ13401449
થરા14001450
તલોદ13511440
સિધ્ધપુર13311466
ડોળાસા12501490
દીયોદર13801405
બેચરાજી12501406
ગઢડા13001454
ઢસા12501421