સફેદ અને લાલ ડુંગળીની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. હાલના તબક્કે બજારમાં કોઈ મોટી મુવમેન્ટ નથી, પરંતુ આગામી દિવસોમાં બજારમાં લેવાલી સારી આવશે તો બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે.
એ સિવાય કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી. ડુંગળીનાં વેપારીઓ કહે છેકે બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર છે અને જો નિકાસ વેપારો થાય તો બજારને ટેકો મળી શકે તેમ છે. સરકારે અત્યારે જથ્થાકીય નિકાસ ઉપર નિયંત્રણો મુક્યાં હોવાથી ભાવમાં કોઈ મોટી અસર જોવા મળતી નથી. નિકાસ વેપાર થાય તો બજારને ટેકો મળી શકે તેમ છે.
મહુવામાં લાલ ડુંગળીની છ હજાર થેલીની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૩૦૯ હતા. સફેદના ૧.૩૩ લાખ કટ્ટાનાં વેપાર સામે ભાવ રૂ.૨૦૫થી૨૮૧નાં હતાં. સફેદની આવકો હવે ધીમી ગતિએ ઘટવા લાગે તેવી ધારણાં છે. હાલ કોઈ મોટી આવક થાય તેવા સંજોગો દેખાતા નથી. ગોંડલમાં લાલ ડુંગળીની ૮૦૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૮૧થી ૨૭૬ હતા, જ્યારે સફેદની છ હજાર કટ્ટાન આવક સામે ભાવ રૂ.૧૭૦થી ૨૫૬ હતા. રાજકોટમાં ડુંગળીની ૫૬૦૦ કટ્ટાનાં વેપાર સામે ભાવ રૂ.૧૨૦ થી ૨૭૫ હતાં. નાશીકમાં નવી ડુંગળીની આવકો ચાલુ થઈ ગઈ છે
અને સામે વેપારો ઓછા છે.
ખેડૂતો પણ સરકાર સામે નારાજ હોવાથી નીચા ભાવથી કોઈ વેચાણ કરવાનાં મૂડમાં નથી. આગામી દિવસોમાં ડુંગળીમાં નિકાસ વેપાર કે સાઉથની માંગ કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.