ડુંગળીની બજારમાં ભાવ વધ્યા મથાળે સ્થિર રહ્યાં હતાં. લાલ ડુંગળીમાં બજારો રૂ.૨૦૦ આસપાસ છે, જ્યારે સફેદમાં નરમાઈનો માહોલ યથાવત છે અને તેમાં ઘરાકી પણ ઓછી જોવા મળી રહી છે.આગામી દિવસોમા સરેરાશ બજારમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.
વરસાદની આગાહીને પગલે ગુરૂવારે રાજકોટ અને ગોંડલ યાર્ડમાં નવી મગફળીની આવક નહોંતી, પરંતુ શુક્રવારે કેટલી માત્રામાં આવક થાય છે તેનાં ઉપર સમગ્ર બજારો આધાર રહેલો છે. સીંગતેલ લુઝનાં ભાવ વેપારને કારણે અથડાય રહ્યાં છે, પંરતુ આગામી દિવસમાં ઓઈલ મિલોની લેવાલી ઉપર બજારનો આધાર રહેલો છે. સીંગદાણાની બજારમાં ખાસ કોઈ માંગ નથી અને ભાવ સ્ટેબલ રહ્યાં હતાં.
બજારને ટેકો મળી રહ્યો છે. ઉનાળુ મગફળીના પાકને માવઠાંની ખાસ કોઈ અસર થઈ નથી. જો વધાર વરસાદ આવ્યો હોત તો જ ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ હતી, પંરતુ એવો ખાસ કોઈ વરસાદ આવ્યો નથી. વળી આગામી દશેક દિવસમાં ખાસ કોઈ વાવાઝોડા કે માવઠાની આગાહીઓ હજી સુધી આવી નથી, પરિણામે ઉનાળુ પાક પણ સરેરાશ સારો જ થાય તેવી ધારણાં છે.
ગોંડલનાં વેપારીઓ કહેછેકે મગફળીની આવકો શુક્રવારે કરશે ત્યારે ૩૦ હજાર ગુણી આસપાસની થાય તેવી ધારણાં છે. મગફળીમાં મિલોની લેવાલી ચાલુ રહેશે તો ભાવ મજબૂત રહેશે, નહીંતર બજાર ફરી નીચું આવે તેવી ધારણા છે
હવામાનમાં પલટો: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર ભરમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોવાથી તકેદારીના ભાગરૂપે બેડી માર્કેટિંગ યાર્ડમાં જણસોની નવી આવકો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાતનાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધીમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે અંતર્ગત આજે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણ જોતા ગમેત્યારે વરસાદ પડવાની સંભાવના જણાઈ રહી છે. જેને લઈ સૌરાષ્ટ્રનાં સૌથી મોટા ગણાતા રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ ખેડૂતો આવતા હોવાથી ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અને ખેડૂતોને વાતાવરણ સામાન્ય ન થાય ત્યાં સુધી નવી જણસો નહીં લાવવા જણાવાયું છે.