PM નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન (PM-DHM) યોજના શરૂ કરવા જઈ રહ્યા છે. અગાઉ આ યોજના નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM) ના નામથી ચાલી રહી હતી. આ યોજનાનો ઉદ્દેશ રાષ્ટ્રીય સ્તરે ડિજિટલ હેલ્થ સિસ્ટમ બનાવવાનો છે. એકવાર યુનિક હેલ્થ કાર્ડ જનરેટ થઈ જાય, પછી દર્દીને ડોક્ટરને બતાવવાની ફાઈલ માંથી મુક્તિ મળશે. ડોકટર દર્દીની યુનિક હેલ્થ આઈડી જોઈને તમામ ડેટા કાઢી શકશે અને તેના આધારે આગળની સારવાર શરૂ કરી શકાશે.
જાણો યુનિક હેલ્થ આઈડી શું છે? : યુનિક હેલ્થ આઈડી 14 અંકનો રેન્ડમલી જનરેટેડ નંબર હશે. આની મદદથી વ્યક્તિનો હેલ્થ રેકોર્ડ જોઈ શકાશે. તે જરૂરી નથી કે તે માત્ર આધાર કાર્ડથી જ બને, ફોન નંબરની મદદથી યુનિક આઈડી પણ બનાવી શકાશે.
શું છે કાર્ડનાં લાભો: દર્દીઓ તેમના આરોગ્ય રેકોર્ડ સુરક્ષિત રાખી શકશે અને તેને પસંદગીના ડોકટરો અને આરોગ્ય સંસ્થાઓ સાથે શેર કરી શકશે. PM-DHM નો ઉદ્દેશ ભારતમાં ટેકનોલોજી દ્વારા આરોગ્ય સેવાઓ સુધારવાનો છે. આ કાર્ડ ટેલિમેડિસિન અને ઇ-ફાર્મસી જેવી સુવિધાઓ પણ આપશે.
તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવશે: હેલ્થ કાર્ડના ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવશે. કોઈપણ ડોકટર તમારો ડેટા માત્ર એક જ વાર જોઈ શકે છે. બીજી વખત જોવા માટે ડોકટર ને તમારી પાસેથી પરવાનગી લેવી પડશે.
દરેક વ્યક્તિનુ બનશે કાર્ડ: પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન હેઠળ સરકાર દરેક વ્યક્તિનું એક અનોખું હેલ્થ કાર્ડ બનાવશે. આ કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ હશે જે આધાર કાર્ડ જેવું દેખાશે. આ કાર્ડ પર એક નંબર આપવામાં આવશે, જેમ કે આધાર નંબર. આ નંબર આરોગ્યના ક્ષેત્રમાં વ્યક્તિની ઓળખ કરશે. આ નંબર દ્વારા ડોકટર આરોગ્ય સબંધિત વ્યક્તિનો સંપૂર્ણ રેકોર્ડ જાણી શકશે.
પીએમ મોદી હેલ્થ આઈડી કાર્ડની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતી વખતે કરી હતી. આ કાર્ડને આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે.