Top Stories
khissu

ચોમાસું હકીકત / વાતાવરણ ખુલ્લું થતાં ખેડૂતો માટે આવ્યાં નિરાશ જનક સમાચાર, હવે વાવણી કઈ તારીખે?

વર્ષ 2021 ના ચોમાસા ને લઈને ખેડૂત ભાઈઓ માટે નિરાશ જનક સમાચાર કહી શકાય કેમ કે ગુજરાતમાં ગઈ કાલથી વાતાવરણ માં ભારે બદલાવ જોવા મળ્યો છે વાતાવરણ વાદળછાયું થવાને બદલે ચોખ્ખું થતું જાઈ છે, પ્રિ-મોન્સૂન એક્ટિવિટી નું પ્રમાણ ઘટતું જાય છે ત્યારે ખેડૂતોનાં મનમાં અનેક સવાલો ઉદ્દભવી રહ્યાં છે કે હવે વાવણી નો વરસાદ ક્યારે આવશે? આવશે કે કેમ? શું ચોમાસું સારું થશે કે નબળું? 

થોડાં દિવાસો પહેલા જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં મોટી સિસ્ટમ બની છે જો તે સિસ્ટમ ની અસર ગુજરાત માં જોવા મળશે તો વહેલાં વાવણી લાયક વરસાદ પડી જશે પરંતુ અરબી સમુદ્રમાં બનેલી મોટી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી ત્યાં નબળી પડી ગઈ જેથી એમની પણ ખાસ અસર હવે જોવા નહીં મળી જેથી હાલમાં વરસાદ વાવડ હવે ઘણા ઓછા દેખાય રહ્યા છે.

હવામાન વિભાગે ચોમાસું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર નાં દિવ સુધી પહોંચાડી દીધું તો વરસાદ કેમ નહીં? 
હવામાન વિભાગે 3 જૂન ના રોજ કેરળ માં ચોમાસું બેસી ગયુ તેવું જાહેર કર્યું હતું અને ત્યાર બાદ ગુજરાતમાં 17 થી 20 જૂન વચ્ચે પહોંચશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી પરંતુ ચોમાસું 6 diavs દિવસ વહેલાં પહોંચી ગયુ અને 11 જૂન ની અપડેટ મુજબ સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દીવ માં ચોમાસું બેસી ગયુ તેવી જાહેરાત કરી છે ( જાહેરાત નો મતલબ એવો નથી કે સીધો વરસાદ પડવો, પરંતુ વરસાદ માટેના પરિબળો સર્જાવા) ચોમાસું આગાહી ની જાહેરાત પછી અમુક સિસ્ટમ સક્રિય થવાની રાહ જોવી પડે છે. જે ગતિથી ચોમાસું કેરળ થી ગુજરાત સુધી પહોંચ્યું તે ગતિથી ચોમાસું કચ્છ સુધી પહોંચે તેવી સંભાવના દર વર્ષે ઓછી જ હોય છે અને આ વર્ષે પણ એવું બની રહ્યું લાગે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ 15 જૂન ના રોજ પહોંચશે અને ગુજરાતના બીજા ભાગોમાં 20 થી 1 જુલાઈ સુધીમાં એવી જાહેરાત હવામાન વિભાગે કરી હતી તો તે મુજબ હજી ઘણો સમય બાકી છે ગુજરાતના લોકોએ ડરવાની જરૂર નથી હવામાન વિભાગ અને બીજી ખાનગી સંસ્થાઓએ જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસુ સારું થશે તો તે મુજબ વરસાદ જોવા મળશે જ.

કેરળ થી ચોમાસું ખૂબ ઝડપી આગળ વધતું હોય છે અને દક્ષિણ ગુજરાત થી કચ્છ સુધીમાં થોડી વાર લાગતી હોય છે ઘણી વાર તો 10-12 દિવસ નો સમય પણ લાગી જતો હોય છે એટલે કે ચોમાસું નાનો બ્રેક લઈ રહ્યું છે તેવું લાગે છે અને ત્યાર પછી અરબી સમુદ્ર કે બંગાળ ની ખાડીમાં કોઈ સિસ્ટમ બને અને અનુકૂળ પરિબળ મળે પછી ચોમાસું આગલ વધતું હોય છે. સામાન્ય રીતે ઉત્તર - મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસુ બેસવા માટે જેટલી અરબી સમુદ્ર ની સિસ્ટમ અસર નથી કરતી તેટલી બંગાળની ખાડીની સિસ્ટમ અસર કરતી હોય છે. આ વર્ષે પણ આવા જ સંજોગો સામે આવી રહ્યા છે જેથી હવે વાવણીનાં વરસાદમાં એકાદ અઠવાડિયા ની રાહ જોવી પડે એવું લાગી રહ્યું છે.

બંગાળ ની ખાડીમાં લો પ્રેશર? 
હાલમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનેલ છે પરંતુ તે સિસ્ટમ ગુજરાત સુધી અસર કરે તેવી શક્યતા નહિવત્ છે જેથી ચોમાસું ગુજરાતમાં થોડા દિવસ અટકી શકે છે. અને અરબી સમુદ્રમાં પણ MJO પરિબળ મોટા નથી જેના પરિણામે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ માટે રાહ જોવી પડશે.

હવે ક્યારે ભારે વરસાદ થઈ શકે? 
જ્યાં સુધી અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં કોઈ UAC - લો પ્રેશર કે મોટો ટ્રફ નાં બને ત્યાં સુધી મોટા વરસાદ માટે રાહ જોવી પડશે. જૂન મહિના ના ત્રીજા અઠવાડિયા માં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે જો એ સિસ્ટમ ગુજરાતને અસરકર્તા હશે તો ચોમાસાને વેગ મળશે અને પછી ભારે વાવણી લાયક વરસાદ જોવા મળશે. ત્યાં સુધી છૂટા છવાયા વિસ્તારોમાં સામાન્ય થી હળવો વરસાદ પડી શકે છે. 

ખેડૂત ભાઈઓ ને કહેવાનો મતલબ એ કે હવામાન વિભાગે જે તારીખ જણાવી છે તે જતી નથી રહી, હજી ગુજરાત પાસે ઘણો સમય છે કઈ મોડું નથી થયું આગમી દિવસોમાં સારો વાવણી લાયક વરસાદ જોવા મળશે જ. હવામાન વિભાગ અને ખાનગી weather agency's જણાવી ચૂકી છે કે આ વર્ષે સારો વરસાદ થશે જેથી ખેડૂતોએ નેગેટિવ ના લેવું અને વરસાદની રાહ જોવી. દર વર્ષે જે પરિબળો બનતાં હોય છે તેવી જ રીતે હાલમાં બની રહ્યા છે જેથી દરેકે ખેડૂત ભાઈઓ આ માહિતી જાણી લેય. જો એ લોકો આ માહિતી જાણી લેશે તો એમને અંદરથી શાંતિ થશે માટે આ માહિતી બને તેટલી શેર કરજો.

- આભાર