Top Stories
ચોમાસું મતાંતર / હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી માં 100 ગાડાનો ફેર, જાણો નવી આગાહી

ચોમાસું મતાંતર / હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી માં 100 ગાડાનો ફેર, જાણો નવી આગાહી

વર્ષ 2021 ના ચોમાસાને લઈને અંબાલાલ પટેલ સૌથી મોટી આગાહી: ગઈકાલે અંબાલાલ પટેલે એક ખાસ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ૨૮-૨૯ જૂન થી ચોમાસું ચાલુ થશે. જ્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે ૧૭- ૨૦ જૂન સુધીમાં ચોમાસું બેસી જશે. જ્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહીમાં ઘણો મતાંતર જોવા મળી રહ્યો છે. 

1) અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ૧૧ અને ૧૨ જૂને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે.
2) ગુજરાતમાં ૧૫ થી ૧૯ જૂન વચ્ચે હળવો વરસાદ પડશે, જે વરસાદ મધ્ય અને પૂર્વ ભાગોમાં વધારે જોવા મળશે.
3) સાથે જણાવ્યું હતું કે સત્તાવાર ચોમાસું બેસવાને હજી ૨૦ દિવસ ની વાર છે.
4) ૯-૧૧ જૂનમાં છૂટો છવાયો વરસાદ પડશે.
5) પૂર્વ પટ્ટી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રિ- મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ચૂકી છે.

અંબાલાલ પટેલ દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી હવામાન ની આગાહી કરવામાં આવે છે તેમની ઘણી આગાહી સાચી પડતી હોય છે જેમાં ખાસ કરીને લાંબા ગાળાની આગાહી ઘણાં અંશે સાચી પડતી હોય છે. આ વર્ષે પણ તેઓ ઘણી વખત આગાહી કરી છે, હાલ એવું જણાવ્યું છે કે ૨૮-૨૯ જૂન થી ચોમાસું ચાલુ થશે હજી ૨૦ દિવસની વાર છે.

ગુજરાતમાં ચોમાસું કેવી રીતે આગળ વધી શકે છે? 
ભારતના કેરળ માં ચોમાસું ચાલુ થાય પછી 15 થી 20 દિવસમાં ચોમાસું ગુજરાતમાં પહોંચી જતું હોય છે. આપને જણાવી દઇએ કે સૌથી પહેલાં ચોમાસાની શરૂઆત કેરળ થી થતી હોય છે અને સૌથી છેલ્લે ચોમાસું રાજસ્થાન માં પહોંચતુ હોય છે અને પહેલી વિદાય પણ રાજસ્થાન માંથી જ થતી હોય છે. જેવી જ રીતે ગુજરાતમાં સૌથી પહેલાં ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતમાં થતી હોય છે અને ત્યાર બાદ 6-8 દિવસ પછી કચ્છમાં ચોમાસું પહોંચતુ હોય છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  દક્ષિણ ગુજરાતમાં (સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ જેવા જિલ્લામાં) ચોમાસુ 18 થી 22 જૂન વચ્ચે પહોંચી શકે છે ત્યાર બાદ ધીમે ધીમે આગળ વધશે અને પછી મધ્ય ગુજરાત ( અમદાવાદ, ખેડા, ગાંધીનગર, છોટાઉદેપુર, આનંદ વગેરે નજીક ના જિલ્લાઓ) અને સૌરાષ્ટ્રમાં ( ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકા જેવાં દરીયાઇ પટ્ટી ના જિલ્લાઓ) માં શરૂઆત થશે. જેમાં સૌરાષ્ટ્રમાં 20 થી 22 જૂન અને મધ્ય ગુજરાતમાં 21 થી 24 જૂન વચ્ચે ચોમાસું ચાલુ થઈ શકે છે. ત્યાર બાદ 24 જૂન પછી ઉત્તર ગુજરાત ના અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જેવા જિલ્લામાં વરસાદ માહોલ જોવા મળી શકે છે અને છેલ્લે 28 જૂન આજુબાજુ કચ્છ માં ચોમાસું પહોંચી જશે. મતલબ જૂન મહિનાના અંત સુધીમાં આખા ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ જશે અને વાવણી લાયક વરસાદ પણ નોંધાઈ જશે. 

ગુજરાતમાં ચોમાસું પહોંચે તે પહેલાં કોઈ વરસાદ આગાહી? 
સામાન્ય રીતે ચોમાસું સત્ર ચાલુ થાય તે પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અથવા વેસ્ટર્ન ડિસ્ટર્બનસ ચાલુ થઈ જતી હોય છે જે મુજબ વાદળછાયું વાતાવરણ માં ઘણાં વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતો હોય છે અને એ વરસાદ તોફાની અને વાવણી લાયક પણ હોય શકે છે. હાલ પણ ગુજરાતનાં જુદા-જુદા વિસ્તારોમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ચૂકી છે અને આગળ હજી વેગ પકડે તેવી શક્યતા છે. 

છેલ્લાં 5 વર્ષમાં હવામાન વિભાગનું પુર્વાનુમાન કેટલું સાચું? 
વર્ષ 2016 માં ચોમાસાનું પૂર્વાનુમાન 7 જૂને હતું અને ચોમાસું પહોંચ્યું 8 જુને. 
વર્ષ 2017 માં ચોમાસાનું પૂર્વાનુમાન 30 મેં અને આગમન પણ 30 મેં. 
વર્ષ 2018 માં ચોમાસાનું પૂર્વાનુમાન 29 મેં અને આગમન 29 મેં નાં રોજ જ. 
વર્ષ 2019 માં ચોમાસાનું પૂર્વાનુમાન 6 જૂને અને આગમન 8 જૂને રહ્યું હતું.